________________
૧૮૦
તા. ૨૫-૧-૩૩
શ્રી સિદ્ધચક્ર श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
,
,
,
સાગર સમાધાન
સમાધાનકાર- સકલશાસ્ત્ર પારંગત સ્યાદ્વાદ સિદ્ધાંત સુધા-સ્ત્રાવી આગમના અખંડ અભ્યાસી
આગમોદ્ધારક આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજજી. પ્રશ્નકાર- , ચતુર્વિધ સંઘ (રૂબરૂ અગર પત્રધારાએ પૂછાયેલા પ્રશ્નો.) સંચયકાર- શ્રી ચંદ્રસાગરજી મહારાજ. પ્રશ્ન ૧૯૪- રાઈતું કરવામાં રહીને કેટલું ગરમ (હાથ દાઝે તેટલું કે ફાટી જાય તેટલું !) કરવું કે
જેથી કઠોળ મળવાથી દ્વિદળ ન થાય ? સમાધાન- શીતપણું સ્પષ્ટ ન રહે. અર્થાત્ ઉષ્ણસ્પર્શવાળું થાય. પ્રશ્ન ૧૯૫- ઉપધાનના પોસહ પડિલેહણ આદિ આદેશો આપ્યા પછી અનુષ્ઠાનની ક્રિયા જ્યારે
શરૂ કરીએ ત્યારે ઈરિયાવહીયાની જરૂર ખરી કે પ્રથમની ઈરિયાવહીથી ચાલે ? સમાધાન- ક્રિયાભેદની અપેક્ષાએ જરૂર ખરી. સાધુઓ પડિલેહણ આદિ કરીને પવેયણા માટે
ઈરિયાવહી કરે છે. પ્રશ્ન ૧૯૬- મુકીસહી પચ્ચખાણ પારવામાં “ફસિય, પાલિય’ વિગેરે આદેશો બોલીને મુસી
પચ્ચખાણ પાળવું કે માત્ર નવકારથી ચાલે? સમાધાન- આદેશો બોલીને પરાય તો સારું નવકારથી પણ ચાલે. પ્રશ્ન ૧૯૭- મુકસી પચ્ચખાણ પાર્યા પછી પૌષધવાળો જ્યારે જ્યારે પાણી વાપરે ત્યારે ત્યારે
નવકારની જરૂર ખરી કે. કેમ ? . સમાધાન- સ્મરણ માટે ભલે નવકાર ગુણે, છુટો હોવાથી. પચ્ચખાણને પારવા માટે કે તેને અંગે
જરૂર નથી. પ્રશ્ન ૧૯૮- નલીનીગુલ્મ વિમાન કયા દેવલોકમાં આવ્યું? ને ત્યાં સાધુપણાથી જ જવાય એમ કેમ? સમાધાન- પ્રાયે સેનપ્રશ્નના કથનપ્રમાણે સૌધર્મદેવલોકમાં નલિની ગુલ્મ વિમાન છે. આર્ય
સુહસ્તિસૂરિજીએ અવન્તી સુકુમાલને નલિનીગુલ્મમાં જવા માટે સાધુપણું કારણ તરીકે જણાવ્યું, તેનું કારણ એમ સમજાય છે કે બારે દેવલોકે સમકિતી ને દેશવિરતિવાળા જઈ શકે છે, છતાં અવન્તીસુકુમાલનું જીવન તે વખતે એક દિવસનું બાકી હતું, ને તેટલા કાલમાં તે સ્થિતિ મેળવવા માટે વિવિધ રોદએ ઉપદેશમલાની ગાથા પ્રમાણે સાધુપણું જ જરૂરી હોય ને તેથી તેમ કહ્યું હોય.