________________
૧૮૧
શ્રી સિદ્ધચક્ર
- તા. ૨૫-૧-૩૩ પ્રશ્ન ૧૯૯- સાધુને ખાવામાં નિર્જરા છે કે કેમ? ગર્વ ગજ એ ગાથાથી શું સમજવું? સમાધાન- ખાવામાં આશ્રવ છે, તેરમા ગુણસ્થાનક સુધી આશ્રવ છે, પણ ખાતાં સ્વ-પરના
વિવેકપૂર્વક કર્મબંધથી ડરતો રહે તો નિર્જરા વધે. જેમ વેપારીને દુકાન વિગેરેનું ખર્ચ ચાલુ છે પણ જોશભેર આવકમાં ખર્ચ ખર્ચ રૂપે ગણાતું નથી; અર્થાત્ આવક રૂપ નિર્જરામાં આશ્રવરૂપ ખર્ચ તે ખર્ચ રૂપ નથી, એટલે આશ્રવ ને નિર્જરા બને થાય ખરા, પણ સંયમનિર્વાહ અલોલુપતા કર્મભય આદિથી થતી નિર્જરા વધી જાય, દશ
વૈકાલિકની ગઈ રે જિજે એ ગાથા તો કટુરિપાક રૂપ કર્મબંધનના નિષેધ માટે છે. પ્રશ્ન ૨૦૦- પાંચ સ્થાપનાનું કારણ શું ? સમાધાન- પ્રતિક્રમણની ક્રિયામાં દેવવંદનાદિની વખતે પંચ પરમેષ્ઠિ ગણાય ને બાકીના ટાઈમે પાંચ
આચારો અથવા ગણધરો પૈકી પાંચમાં શ્રી સુધર્મસ્વામિજીની મુખ્યતા લેવાય. પ્રશ્ન ૨૦૧૨ તીર્થંકર નામકર્મ બાંધ્યા પછી તેનો અબાધાકાલ તો અંતમુહુર્તનો છે, જ્યારે જિનેશ્વરોને
કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તેનો ઉદય તો તેરમે ગુણઠાણે આવે છે, તે કેવી રીતે?
કારણ કે તીર્થકર નામ કર્મ બાંધ્યા પછી વચમાં ઘણો કાલ વીતી જાય છે ? સમાધાન- બાંધ્યા પછી અંતર્મુહૂર્તે ઉદય થાય એટલે તે પછી જે જે ભવમાં જાય ત્યાં ઉત્તમતા
વેદે એટલે તે ઉદયમાં પ્રદેશની મુખ્યતા અને રસની ગૌણતા, શ્રીપ્રશ્નચિંતામણી આદિ ગ્રંથમાં જણાવે છે કે અપકાયમાં તે જીવ જાય તો ઉત્તમતીર્થના પાણીમાં જાય તેમજ તેઉમાં હોય તો પ્રભુમંદિરમાં દીપકાદિ રૂપે અને વાઉ આદિમાં હોય તો પ્રભુના અંગે સ્પર્શે અને વનસ્પતિમાં જાય તો કલ્પવૃક્ષાદિમાં જાય પણ જગતના ઉદ્ધારની ભાવનાએ બાંધેલ હોવાથી તે તો શક્તિ અને પ્રવૃત્તિ તેરમે ગુણઠાણે છે ને ત્યાં જ ફળરૂપે
પ્રાપ્તિ છે, ત્યાં રસ ને પ્રદેશ બન્નેની મુખ્યતા છે. પ્રશ્ન ૨૦૨- અભવી અભવ્ય તથા ભવ્યની પ્રરૂપણા કરે કે નહીં ? સમાધાન- તે ભવ્ય અભવ્ય મોક્ષ આદિ સર્વ વિષયોની પ્રરૂપણા કરે, પણ તે હૃદયગત માને નહીં;
શાહુકાર બની બેઠેલ ચોર જેમ શાહુકારી ને ચોરીનું વર્ણન કરે, તે પ્રમાણે અભવી પણ
સર્વવિષયોની પ્રરૂપણા કરે. પ્રશ્ન ૨૦૩- સમ્યકત્વ એટલે શું? સમાધાન- તત્વાર્થની સદહણા તત્ત્વની શ્રદ્ધા તે સામાન્ય સમ્યકત્વ છે પણ તત્ત્વને સંગત અર્થ
અને તેના રહસ્યમાં તદ્રુપ વર્તવાના મનોરથ તે સંવરાદિ રૂપે સમ્યકત્વઃ સ્વ.
(રત્નત્રયી)ની રૂચિ, ને પરની અરૂચી હોવી જ જોઈએ. પ્રશ્ન ૨૦૪- જેણે તીર્થંકર નામકર્મ બાંધ્યું અને સંયોગવશાત્ વિખરાઈ ગયું તો તે ફરીથી બાંધે?