________________
૧૭૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૧-૩૩ સૂત્રમાં ગુંથ્યા. આગમ એ તીર્થકરનાં વચનોનો રિપોર્ટ છે, જેઓ રીપોર્ટને માને અને લેકચરને ન માને તેની દશા કઈ? શ્રી સર્વશે પ્રરૂપેલ, પ્રગટપણે કહેલા આગમોથી પ્રતિપાદિત જીવાદિ તત્ત્વોની શ્રદ્ધા એ જ સમ્યકત્વ !! સમ્યકત્વ એ દીપક સમાન છે. સૂર્યથી બીજો સૂર્ય ઉત્પન થશે નહીં, ચંદ્રથી બીજો ચંદ્ર નીપજશે નહીં, પણ એક દીવો તો હજારો દીવાને પ્રગટ કરી શકે છે. તેથી અહિં દીપકની ઉપમા કહી, હવે દીવામાં મોટી પંચાત છે કે જ્યાં સુધી વાટ (દીવેટ), કોડીયું (પાત્ર) અને દીવેલ (ધૃત તેલ વિગેરે) હોય ત્યાં સુધી દીવો એ ત્રણે ન હોય તો દીવો નહીં ! તેવી રીતે મન-મંતવ્ય-આગમ હોય ત્યાં સુધી સમ્યકત્વ મન પલટાયું, આગમ મૂક્યાં (આગમની શ્રદ્ધા મૂકી) તો સમ્યકત્વ રહેશે નહીં. પણ સમ્યગદર્શન રૂપી રત્નદીપકને, દીવેલ, દીવેટ કે કોડીયાની જરૂર નથી; મન જોડે હોય તો ઝબકે, મન ન હોય તો સ્વરૂપ ઝબકે નહીં. સમ્યકત્વ રૂપ દીપકને મન રૂપી ભવનમાં ધારણ કરો !! દીવેલના દિવાને પાણી, પવન વિગેરે પ્રતિકૂળ છે, બુઝાવી શકે છે, પણ રત્નદીપક ઉપર પાણી પવન વિગેરેનું જોર ચાલતું નથી, તેમ સમ્યગ્દર્શન રૂપી રત્નદીપક ધારણ કરનારને કુશાસ્ત્ર તથા કુધમની મિથ્યાત્વની અસર થતી નથી, માટે તેવા અદ્વિતીય રત્નદીપકને મનભવનમાં યત્નપૂર્વક અહર્નિશ ધારણ કરો !! દીવેલના દીવાને જેમ પવન તથા પાણીથી બચાવવો પડે છે તેમ રત્નના દીવાને ચોરોથી, કુટુંબથી, શહેરીઓથી બચાવવો પડે છે. અહીં તો ઘરના દુશ્મન જાગશે ! ઘરના દુશ્મનથી બચી શકો તો જ રત્નનો દિવડો રાખી શકો. દેવ, ગુરુ, ધર્મને માનવા; જિનેશ્વર ને દેવ, નિગ્રંથને ગુરુ તથા જિનપ્રણીત ધર્મને ધર્મ માનવો આટલા ચાલુ વ્યવહાર રૂપ સમ્યકત્વ દીપક ઉપર તો અન્યતીર્થિરૂપ પવન પાણી વિગેરેનો ઉપદ્રવ છે, પણ યથાર્થ પ્રતીતિ કરાવનાર તત્ત્વાર્થ પ્રતીતિરૂપ રત્ન દીપક ઉપર તો સ્થાનક વાસી જૈન, દીગંબર જૈન વિગેરે ઘરના લુટારાનો ઉપદ્રવ છે, માટે સર્વશે કહેલ પદાર્થ એક પણ શ્રદ્ધા વગરનો હોવો જોઈએ નહીં. આવા દીપક માટે એક જ આધાર છે ને તે એ કે શાસ્ત્ર શું કહે છે? એ જ જોવાનું ! ઇંદ્રભૂતિએ પચાસ વર્ષ પોતાની ઈચ્છા મુજબનો ધર્મ આદર્યો, પણ ભગવાન મહાવીર મળ્યા એટલે પચાસ વર્ષના પ્રવર્તન પર પાણી!! સમ્યગદર્શન રૂપી દીપકને ધારણ કરનારાએ સર્વશે કહેલુંજ માનવું પડે !!! શ્રી રત્નશેખરસૂરિજી ફરમાવે છે કે આવા અનન્ય રત્ન દીપકને નિર્મળ મનભવનમાં ધારી રાખો !! સમ્યગદર્શન એટલે શુદ્ધ માન્યતા, પણ તે જાણ્યા વગરની નકામી, માટે જ્ઞાનની જરૂર છે; તે જ્ઞાનના સ્વરૂપાદિ માટે અગ્રે વર્તમાનઃ
*
*
*