________________
૧૭૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૧-૩૩ પંચપરમેષ્ઠિ પાસેથી સમ્યગુદર્શનાદિ ફળની અભિલાષા તો છે, પણ મોટું સંતાડતા ફરીએ તો શું થાય? અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ પાંચે ધ્યાન કરવા લાયક છે, આ પાંચ પરમેષ્ઠિ આત્માથી ભિન્ન છે, તેને મનની વિશુદ્ધિથી મનમાં લાવો અને આરાધો ! સમ્યગદર્શનાદિ એ ધ્યેય પદાર્થો નથી, જ્યારે પરમેષ્ઠિ એ ધ્યેય છે, તો એ (પરમેષ્ઠિ) આત્મામાં ધારણ કરવા લાયક છે. ધારણા બે પ્રકારે છે. ભૂખ્યા થઈએ ત્યારે ભોજનની ધારણા કરીએ અને ભૂખ મટી એટલે ધારણા છોડી દઈએ, શું સમ્યગદર્શન માટે પણ તેમજ સમજવું? ના, કેટલીક ક્રિયા નૈમિત્તિક હોય છે, જ્યારે કેટલીક ક્રિયા નિત્ય હોય છે. નિત્ય ક્રિયા અખ્ખલિત પણે નિત્ય હોય છે. નિત્ય ક્રિયામાં કારણની જરૂર નથી. ભોજનાદિ નૈમિત્તિક ક્રિયા છે, પણ શ્વાસ ક્રિયા વિના ક્ષણ પણ ચાલે તેમ નથી માટે તે નિત્ય ક્રિયા છે. તેવી જ રીતે સમ્યગદર્શન પણ નિત્ય ક્રિયા છે. શ્વાસ વિના ચાલે તો જ સમ્યગ્દર્શન વિના ચાલે શ્વાસની માફક જ નિરંતર સમ્યગદર્શન રૂપ રત્નદીપને મનભવનમાં ધારી રાખો !! સમ્યગદર્શનનું તાત્ત્વિક સ્વરૂપ.
તત્ત્વાર્થ શ્રદ્ધા એ સમ્યગ્દર્શનનું કાર્યપણે સ્વરૂપ છે. સમકિતીને તત્ત્વભૂત પદાર્થોની શ્રદ્ધા હોય છે. સમ્યમ્ દર્શન શ્રદ્ધા સ્વરૂપ છે ને તે શ્રદ્ધા મન પર નિર્ભર છે, તો મનનું ધ્યાન ચાલ્યું જાય તો શ્રદ્ધા નિત્ય રહે શી રીતે ? જો શ્રદ્ધા નિત્ય ન રહે તો દર્શન પણ નિત્ય નહીં રહે છે. મહાનુભાવ! સંસ્કારદ્રારાએ જે વસ્તુ રહેતી હોય તે વિચાર ધારાએ ન હોય તો પણ તે છે એમ માનવું પડે. ગૃહસ્થ આખો દિવસ પૈસા માટે જ દોડધામ કરે છે, પણ શું “પૈસો ! પૈસો !” એવો જાપ જપતો દેખાયો? ના ! છતાં અંતઃકરણ તપાસો તો ખબર પડે કે પૈસાનો રંગ કેટલો પ્રસરેલો છે ! નહીં જેવો પૈસા જવા આવવાનો પ્રસંગ આવતાં તે કેટલો ઊંચો નીચો થઈ જાય છે !! સમ્યગદર્શન એ તત્ત્વાર્થની પ્રતીતિ રૂપે આત્માનો ગુણ છે. જગતમાં કોઈ મતવાળો પોતે જે પદાર્થોને માને છે તેને જુકી જાણીને માનતો નથી. તત્ત્વભૂત પદાર્થોની જ્ઞપ્તિ ભાવ થકી બધાને છે, પણ તે પદાર્થો (જેને માને છે, તે તત્ત્વભૂત હોય તો તે પ્રતીતિ વાસ્તવિક છે, દુનિયાદારીમાં પણ પોતે સાચું માનવા માત્રથી સાચું છે મનાતું નથી પણ કાયદા મુજબ કે ખરી રીતે, જો સાચું હોય તો જ સાચું મનાય છે, તેવી રીતે અહિં પણ તે પ્રતીતિ સત્ય છે કે જે શ્રી સર્વશદેવની વાણીને અનુસાર હોવાથી યથાસ્થિત હોય. સમ્યકત્વરૂપ અનન્ય રત્નદીપકને મનભવનમાં ધારો !!! પ્રયત્નપૂર્વક તેનું સંરક્ષણ કરો !!
હવે અહીં શંકા થશે કે તીર્થંકર તો એક પણ સૂત્ર બોલતા નથી, માત્ર અર્થ જ કહે છે. તો આ સૂત્રો સર્વજ્ઞનાં શી રીતે માનવાં? આવી શંકા અસ્થાને છે. જેઓ મૂળને જ માનીએ પણ અર્થને ન જ માનીએ એવો કદાગ્રહ રાખે તેને જ આ શંકા થાય. મૂળ તથા અર્થ બનેને માનનાર માટે આવી શંકાને અવકાશ નથી. સર્વશે કહેલ અર્થ અને ગણધરે ગૂંથેલું સૂત્ર બને અમારે માન્ય છે, વારુ ! કવિતાની રચના ક્યારે થાય? પદાર્થની કલ્પના વિચાર્યા પછી કે પહેલાં જ? પદાર્થની કલ્પના વિચાર્યા પછીજ કવિતા રચી શકાય છે. તેવી રીતે તીર્થંકરે કહેલા પદાર્થો ગણધરોએ લક્ષ્યમાં લીધા પછી જ