________________
૧૬૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૧-૩૩
૧૪ દીક્ષા લેવા આવેલ ભાવિક શ્રદ્ધાને કોઈપણ ક્ષણે દીક્ષાનો નિષેધ કરવો.
૧૫ વડી દીક્ષાથી નાના મોટાપણું ન માનવું. ૧૬ નાસ્તિક, અધર્મી' એવા શબ્દોથી ભડકવું.
(આશા છે કે આ સ્થાને સાત, પનર કે એકત્રીશમાંની એક પણ તારીખને વજન નહીં અપાય.)
૧૭ સાધર્મિક વાત્સલ્ય, તીર્થયાત્રા વિગેરેનું પીકેટીંગ કરનાર તથા વિવાહ, પાટી, ફેરી આદિમાં મિષ્ટાન્ન
ઉડાવી ત્યાગી ઉપર સત્તા ચલાવવા તૈયાર થયેલા મસ્તોમાં જ સમાજ તથા ધર્મ સુધારણાનું ધ્યેય છે.
૧૮ નહીં બોલાયેલ તથા છાપામાં પણ નહીં દેખાતી કૂટ કુવાણીઓ પ્રસરાવી તેના કૂટ ઉત્તરો ગોઠવવા.
૧૯ આત્માની શુદ્ધિ કરનાર બહુશ્રુત આચાર્ય આચરેલ અને ગીતાર્થોએ નહીં નિવારેલ આચરણાને
નામે, બાયડીને ગુરુ તથા પૈસાને પરમેશ્વર માનનારો વર્ગ દીક્ષાની બાબતમાં વિરુદ્ધ કલ્પનાને સ્થાન આપે.
૨૦ ચોથની સંવત્સરીમાં સાધુ અને ચૈત્યોની પપાસનાનું કારણ જણાવેલ છતાં ન ગણવું (આશા
છે કે આ બધું શાન્તદ્રષ્ટિથી જોઈ વિચારી સન્માર્ગ લેવાશે.) (પ્રબુદ્ધ)
૨૧ તા. ૧૧-૧૨-૩ના મુંબઈ સમાચાર, તા. ૧૦-૧૨-૩૨ ના સાંજવર્તમાન તથા તા. ૧૩-૧૨
૩૨ ના હેન્ડબીલથી મુનીશ્રી ગૌતમસાગરજીએ (મૂલ નામ ગોપીચંદે) જાહેર ક્યું છે કે “મારી ઉંમર ૨૧ વર્ષની છે તથા મેં રાજીખુશીથી દીક્ષા લીધી છે,' આટલું છતાં તે ન માનવું અને જુઠ્ઠા તથા જુના તેવા લેખને વજન આપવું. (૦).
૨૨ ગર્ભથી ગણતાં સોળને સ્થાને ચૌદ વર્ષ થશે એમ માનવું.
૨૩ શાસ્ત્રીયરીતિએ દીક્ષાની ઉંમરમાં ત્રણ મત છતાં કોઈપણ મતને જુકો ઠરાવવા શાસનપ્રેમીઓને
ગૃહસ્થ આહ્વાન કરવું.
૨૪ વગર કારણે અન્યધર્મને ચોમાસામાં દીક્ષા ન દેવાય એવી માન્યતામાં પરસ્પર મતભેદ પડાવવા
મથવું.
૨૫ આ યુગમાં ઉદ્ધત યુવકોએ જૂઠનાં પાથરેલાં જાળાંને સાચા માનવાં (મહા))