________________
૧૬૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૧-૩૩
પત્રકારના ખુલાસા
નોંધ:- આ ખુલાસા પત્ર, પેપર, કે વાર્તા વિગેરે દ્વારાએ આવેલી હકીકતોને અંગે છે.
- તંત્રી મલીન માન્યતાઓ :૧ યુવકસંઘ તે સુધારક અને સુધારક તે યુવકસંઘ. ૨ નવીન શ્રોતા અને ઉપાસકમાં ભેદ નહીં.
૩ જિનભાષિત પ્રમાણે કહેલ તત્ત્વ જિનકથિત નથી.
૪
ઉદેશ, સમુદેશ અને અનુજ્ઞા થયા વિના સૂત્રાદિ વંચાવાય કે વંચાય. વા વંચાવવામાં વાંધો નથી.
૫ શ્રાવકને દશવૈકાલિકના ચાર અધ્યયન મુજબ ધર્મ, તેની ધૃતિ, ધર્માચાર ને છ જવનિકાયનું જ્ઞાન
જેવું જરૂરી છે તેવું ભિક્ષા માગવાનું જ્ઞાન જરૂરી છે. ૬ ષોડશથી આગળ પણ રજા ન હોય તો દીક્ષા ન દેવાય. ૭ સ્ત્રીને પ્રાણપ્રિય જાહેર કરવી.
૮ ભવિષ્યમાં સમ્યકત્વ યાવત્ સર્વવિરતિને લે તેવા સંભવવાળા માતાપિતા હોય અને કુટુંબનો
માલિક પુત્ર હોય તેને માટે કહેલ વિધિ દીક્ષાષી માબાપ તથા અસ્વાધીન પુત્રાદિને લાગુ કરવી. ૯ સાધુએ ગૃહસ્થોની રાયાપણ, કુટુંબ સ્થાપન, તેનું પોષણ વિગેરેની તપાસ કરવી. ૧૦ એકલા શ્રાવકશ્રાવિકાને સંઘ માનવો. ૧૧ શ્રાવક ધર્મના નામે પૈસા ઉઘરાવી પંચેંદ્રિય વધવાળી શિક્ષા આપે કે અપાવે. ૧૨ અંગઉપાંગ મુજબ ચાલે તેને ન માનવા. તેમજ અંગોપાંગ સિવાયનાં શાસ્ત્રો ન માનવાં. ૧૩ દુઃખી જીવની હત્યામાં ધર્મ માને, પ્રતિજ્ઞાઓને અસ્તવ્યસ્ત કરે, શાસ્ત્રોના કલ્પિત અર્થો કરે તેવાને
અનુસરવામાં કલ્યાણ માનવું (રાષ્ટ્રવસ્તુને સંબંધે વાત જુદી છે.)