________________
૧૬૫
તા. ૧૧-૧-૩૩
• • •
•
•
શ્રી સિદ્ધચક્ર કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતચારિત્ર, અનંતવીર્યાદિની રિદ્ધિ સિદ્ધિને અનુભવનારા
બને છે. ૨૨૭ નીકળવા માટે પગ ઉપાડ્યો ત્યારે નીકળ્યા અને બીજો પકડીને કાઢે ત્યારે “કાઢ્યો”
કહેવાય છે.” આ શબ્દો સ્મરણ પથમાં રાખો ! ૨૨૮ કર્મનું કરજ કરીને વધારેલા વાડી વજીફા વિગેરે મૂકીને જવું તો હજી પાલવે અગર
મનવાળીએ કે એક વેપલો ઓછો કર્યો હતો પણ આ તો મળેલું મૂકતા જાઓ અને મેળવવા વિગેરેનાં મચાવેલા તોફાન પેટે વ્યાજનું વ્યાજ ભર્યા કરો એવી કારમી કૂટ નીતિ કર્મરાજાની છે.
૨૨૯ મૂર્ખાઈમાં મૂઢ બનેલો મનુષ્ય પરાધીનતાના પિંજરમાં પૂરાય છે. આવી ગુલામી કાંઈ
એક બે કે ત્રણ ભવની નથી પણ અનંતકાળથી અનંતભવમાં આવી ગુલામી મુંગે મોઢે
સહન કરી અને હજી વર્તમાનમાં પણ ચાલુ છે. ૨૩૦ કર્મરાજાની લડાઈ એ બાલ્કનીયા લડાઈ નથી કે જીતે તે રાજ્ય લે અને દેવું પણ દે,
કર્મરાજા તો રાજ્ય, સાહ્યબી વિગેરે સર્વ પડાવી લે છે, ઉપરાંત તે માટે કરેલું દેવું પણ વ્યાજના વ્યાજ સાથે વસુલ કરે છે.
૨૩૧ “જમવામાં જગલો અને કુટવામાં ભગલો” એ નાની સરખી કહેવતનો પૂરો અમલ
કર્મરાજા કરે છે અર્થાત્ માલ મારવામાં કર્મરાજાના સહચારી તરીકે આખું કુટુંબ
અને માર ખાવામાં ભાઈ સાહેબ પોતે ! ૨૩૨ પરાધીનતાના પાશમાં પડેલા પ્રાણીઓ પણ પરસ્પર એક બીજાની પાછળ ઘેલાં
બનેલા છે.