________________
તા. ૧૧-૧-૩૩
૧૬૪
શ્રી સિદ્ધચક્ર દેવને ઓળખવાને પ્રાયઃ અધિકારી નથી.
••••••••••••••••••
૨૧૮ સાકારદેવ પ્રત્યે ભક્તિભાવથી સંસ્કારિત બનેલ આત્માઓ કદાચ પૂર્વના કર્મયોગે
નીચ કુળમાં પણ ઊતરી આવ્યા હોય તેવા અવસરે પણ જો એને ભગવાનના સમવસરણાદિ ઋધ્ધિના દર્શન માત્રમાંયે પ્રભુ માર્ગ પ્રાપ્ત થાય છે.
૨૧૯ સમ્યકત્વરૂપી દીપકથી દેદિપ્યમાન એવો અભવ્ય પણ વસ્તુ માત્રનું યથાસ્થિત
| (સમ્યક) વર્ણન કરી શકે છે. ૨૨૦ સમ્યકત્વ દીપકના દેવાળીઆઓ ભલે મોટા પંડિતો કહેવાયા હોય છતાંયે વસ્તુને
તસ્વરૂપે સમ્યક પ્રકારે જાણી કે કહી શકતા જ નથી ! ૨૨૧ સમ્યકત્વ અને સમ્યજ્ઞાન તો ચારેગતિમાં છે પણ સમ્યક ચારિત્ર ફક્ત મનુષ્ય
ગતિમાં જ હોવાથી મનુષ્ય જન્મની મહત્તા મનાય છે !! ૨૨૨ ધર્મ' એવા અક્ષરો સ્વપ્નમાં પણ ન સંભળાય તેવા અનાર્ય ક્ષેત્રથી આત્માને અલગ
કરો ! ૨૨૩ રજા મળશે ત્યારે જઈશું એ વાત પર રસિક બનીને રંગરાગ ઉડાવનારાઓએ ચેતવાની
ખાસ જરૂર છે.
૨૨૪ જોડી કપડાં, પેટપૂર અન્ન, અને ફક્ત સાડા ત્રણ હાથ જગ્યાની ફક્ત માલિકી
ધરાવનાર નોકરો અવસર પ્રાપ્ત થયે કુટુંબરૂપ પેઢીમાંથી રાજીનામું આપી માનવજીવન
સફળ કરે છે. ૨૨૫ રાજીનામું આપીને જનાર નોકર બીજા સ્થાન (ગતિ)માં આબરૂ, પગાર (જાતિ, કુળ)
વિગેરે સારી રીતે પ્રાપ્ત કરી પોતાની કિંમતમાં વધારો કરે છે. જ્યારે રજા મળ્યા પછી જ નીકળેલા નોકરને ઠામ ઠામ ઊભા રહેવાની જગ્યા પણ મળતી નથી અર્થાત ચાર ગતિના ચક્કરમાં આંટા મારવા પડે છે.
૨૨૬ રાજીનામું આપનાર આત્મા, સારી ગતિ આદિ સંયોગો પામીને ઉચ્ચ સ્થિતિ,