SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ શ્રી સિદ્ધચક્ર તા. ૧૧-૧-૩૩ સુધા-સાગર (નોંધઃ-સકલ શાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સ્ત્રાવી, આગમના અખંડ અભ્યાસી આગમોદ્ધારક પૂ. શ્રી Y આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હદયંગમ દેશનામાંથી કેટલાક ઉધૃત કરેલ સુધા સમાન ( વાક્ય બિંદુઓનો સંગ્રહ ભવ્ય જીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અત્રે અપાય છે. આ સંગ્રાહક ચંદ્રસાગર) જે શું શરીર સતાવે છે ? તો પછી નીચેના સુધી સાગરમાંથી સુધાપાન કરો? ૨૦૯ નિશ્ચિત મરણની અવસ્થામાં પણ નમો અરિહંતાણં બોલાય. એ તો પવિત્ર સંસ્કારની ખરેખરી પરાકાષ્ઠા જ છે. ૨૧૦ દહેરા અને ઉપાશ્રય માટે નહીં પણ આત્માને માટે જ અરિહંત છે. ૨૧૧ શૂળી ઉપર ચઢવા જેવા બિહામણા પ્રસંગે પણ હળુ કર્મી આત્માઓ તો આરાધનામાં જ તત્પર હોય છે. ૨૧૨ અરિહંત પ્રત્યે જેને પ્રેમ જાગ્યો નથી, એની અંત અવસ્થા તો સુધરે ક્યાંથી ? ૨૧૩ નવકાર મંત્રની શાશ્વતાનું કારણ તો એ જ કે એના પદો જાતિ વાચક છે? ૨૧૪ દ્વાદશાંગી શબ્દથી ફરે છે, પણ અર્થથી તો કદીયે ફરતી જ નથી. ૨૧૫ શ્રી નવકાર મહામંત્ર તો શબ્દથી યા અર્થથી પણ ત્રિકાલાબાધિત જ શાશ્વતો છે? ૨૧૬ સાગરોપમ સુધીના લાંબા આયુષ્ય ભોગવનારા દેવોની હયાતિમાં વિચરતા તીર્થકરો અને ગણધરોના દર્શન એ લાંબા આયુષ્યના અંત બાદ થતા નથી પણ એ દેવોને જાતિવાચક નમસ્કાર મહામંત્ર ગર્ભિત અરિહંતાદિ પદોના દર્શન અને આરાધનાનું અવલોકન થાય છે. ૨૧૭ સાકાર દેવને ઓળખે જ નહીં, ઓળખવા યત્ન કરે જ નહીં એ આત્માને નિરાકાર
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy