________________
૧૬ ૨
શ્રી સિદ્ધચક્ર
તા.૧૧-૧-૩૩ અનુકૂળતા આદિકના અભાવે થતી અશુદ્ધિવાળી ક્રિયા દ્રવ્યક્રિયા કહેવાય નહીં પણ ક્રિયા કરનાર જો શુદ્ધિ તરફ બેદરકાર હોય, શુદ્ધ ક્રિયા કરનાર પ્રત્યે અરૂચિભાવને ધારણ
કરનારો હોય તો તેની અશુદ્ધ ક્રિયા તે દ્રવ્યધર્મરૂપ હોઈ દ્રવ્ય ક્રિયા કહી શકાય. પ્રશ્ન ૧૯૩- આ પંચમકાળમાં ક્ષાયિક સમક્તિ પામી શકાય કે કેમ? સમાધાન- ક્ષાયિક સમ્યકત્વ સર્વત્તદેવોના સમયમાં જ થતું હોવાથી આ કાળમાં પામી શકાય જ
નહીં.
કે
લેખકોને સુચના
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
આથી દરેક લેખકોને આમંત્રણ આપીએ છીએ કે તેઓ શ્રી નવપદજીના સંબંધમાં એટલે નવે પદો સુરક્ષિત રાખવા અને તેના પ્રત્યે સન્માન તેમજ પૂજ્યભાવ વધારવાને અંગે જે કાંઇપણ લખાણો એક બાજુ સૌમ્ય અને રસમય ભાષામાં સારા અક્ષરે શાહીથી લખીને મોકલાવશે તો તે સહર્ષ સ્વીકારી યોગ્ય જગ્યાએ જલદી પ્રગટ કરવા ઘટતું કરવામાં આવશે.
તા.ક. પ્રશ્રકારો પણ શ્રી નવપદજીના સંબંધમાં ઉદભવતા પ્રશ્નો પત્ર દ્વારા એ લખી મોકલશે તો સમાધાન મેળવી શાસનના હિત ખાતર પ્રગટ કરવામાં આવશે.
તંત્રી.
તમોને શાની જરૂર છે !!! જૈનધર્મનાં પ્રાચીન અને અર્વાચીન જૈન સાહીત્યની જરૂર છે? તો તુરત નીચેના સરનામે પત્રવ્યવહારથી પૂછો -
દેવચંદ લાલભાઈ. જૈન પુ. ફંડ ગોપીપુરા સુરત.