________________
૧૬ ૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૧-૩૩ પ્રશ્ન ૧૮૭- શૈવ, વૈષ્ણવ અને જૈન એ શબ્દોનો અર્થ શો ? સમાધાન- શિવો તેવતા મ રૂતિ વાદ વિષ્ણુ રૈવતા મરો રૂતિ વૈષ્ણવઃ તેવી જ રીતે નિનો
તેવતા નીતિ નૈઃ આવી રીતે શિવ, વિષ્ણુ અને જિન (તીર્થંકર) દેવતા (દેવ)ને માનનારા જે કોઈપણ હોય તે અનુક્રમે શૈવ મતવાળા વૈષ્ણવમતવાળા, અને જૈનમતવાળા કહેવાય છે. શૈવાદિક શબ્દો તદ્ધિત પ્રકારણના, દેવતાના અર્થમાં આવતા
સૂત્રમાં સૂચિત સદ્ પ્રત્યયથી બનેલા છે. પ્રશ્ન ૧૮૮- અવિનીતનું ચારિત્રપાલન એને ફાયદો આપે કે નહીં ? સમાધાન
જેનામાં વિનયરૂપી, ધર્મનો મૂલગુણ આવ્યો ન હોય તે ભલે પછી અહિંસા, સત્ય આદિ પંચમહાવ્રતોને પાલતો હોય તો પણ મૂળ વગરના વૃક્ષની જેમ તે નકામું છે, છતાંયે દ્રવ્યક્રિયાથી સંસારિક સુખ મળે પણ મોક્ષ પ્રાપ્તિ ન થતી હોવાથી તે દ્રષ્ટિએ તેનું ચારિત્ર
નકામું છે. પ્રશ્ન ૧૮૯- અભવ્ય તો બરાબર વિનય કરે છે છતાં એને મોક્ષ કેમ મળતો નથી ? સમાધાન
અભવ્યનો વિનય બહારથી તો એવો દેખાય કે ઉચ્ચ ચારિત્રવાળા ભવ્યોને પણ ચક્કરમાં નાંખે!!! પણ અંદરમાં પોતે કોરો ધાકોર હોય છે. આ ભવ્યનો વિનય વાસ્તવિક નથી
માટે જ તેને મોક્ષ મળતો નથી. પ્રશ્ન ૧૯૦- સાધુના પરિચયના અભાવે આત્મા સમ્યકત્વાદિથી ભ્રષ્ટ થાય એમ કહેવાય છે તો ભ્રષ્ટ
થવાના કોઈ દાખલા છે ? સમાધાન- નંદન નણીઆર પરમ શ્રાવક હતો, સખ્ત ઉન્હાલામાં પણ ચૌવિહાર અઠ્ઠમ કરી તે
ત્રણ દિવસ પૌષધ કરતો હતો, આવો શ્રાવક પણ સાધુ પરિચયના અભાવે સમ્યકત્વથી ભ્રષ્ટ થઈ મિથ્યાત્વ પામી, અંતે મરીને દેડકા તરીકે અવતર્યો, આવી રીતે સાધુ પરિચયના અભાવે સમ્યકત્વથી ભ્રષ્ટ થયાના કોઈ દાખલા છે માટે ભાગ્યશાળીઓએ પોતાના સમ્યકત્વાદિ ગુણો ટકાવવા માટે જ્યાં મુનિ મહારાજનું વ્યાખ્યાન, સમાગમ
વિગેરે થતો હોય ત્યાં જ રહેવું વ્યાજબી છે. પ્રશ્ન ૧૯૧- કેવી પ્રવૃત્તિને દ્રવ્ય ચારિત્ર કહેવાય ? સમાધાન- શ્રી જિનેશ્વર મહારાજના કથન મુજબના સાધ્ય મોક્ષ પ્રાપ્તિ, કેવળ જ્ઞાનની ઉત્પત્તિ,
આત્મકલ્યાણ વગર જે પ્રવૃત્તિ થાય તે દ્રવ્ય ચારિત્ર કહેવાય. પ્રશ્ન ૧૯૨- અશુદ્ધિવાળી ક્રિયા દ્રવ્ય ક્રિયા કહેવાય કે નહીં? સમાધાન- સૂત્રકાર ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીએ કરેલી ધર્મ સંગ્રહણીની ટીકામાં શ્રી મલયગિરીજી
મહારાજ લખે છે કે બુદ્ધિની ઓછાશથી, સમજણની ખામીથી, તેવા પ્રકારના સંયોગની