________________
૧૬૦
તા. ૧૧-૧-૩૩
શ્રી સિદ્ધચક્ર श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
સાગર સમાધાન
સમાધાનકાર- સકલશાસ્ત્ર પારંગત સ્યાદ્વાદ સિદ્ધાંત સુધા-સ્ત્રાવી આગમના અખંડ અભ્યાસી
આગમોદ્ધારક આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજજી. પ્રકાર- ચતુર્વિધ સંઘ (રૂબરૂ અગર પત્રદ્રારાએ પૂછાયેલા પ્રશ્નો.) સંચયકાર- શ્રી ચંદ્રસાગરજી મહારાજ. પ્રશ્ન ૧૮૫- શ્રી મલ્લીનાથ મહારાજની પર્ષદાની બેઠક બધા તીર્થકરોની માફક હોય કે ફેરફાર ખરો? સમાધાન- શ્રી મલ્લીનાથજીની પર્ષદાની બેઠક પણ બધા તીર્થકરોની જેમજ હોય, એમાં ફેરફાર
હોય નહીં. પ્રશ્ન ૧૮૬- પહેલી પોરિસીએ શ્રી તીર્થંકર મહારાજ દેશના આપે અને બીજી પોરિસીએ શ્રી તીર્થંકર
મહારાજના પાદપીઠ ઉપર બેસીને ગણધર મહારાજ દેશના દે. શ્રી મલ્લીનાથ તીર્થકર સ્ત્રી વેદે હોવાથી ગણધર મહારાજ પાદપીઠ ઉપર બેસે તો સિક. નામની ત્રીજી વાડ (સ્ત્રી જે આસને બેઠા હોય તે આસને બ્રહ્મચર્ય ધારણ કરનાર પુરુષ બે ઘડી પછી બેસે અર્થાત્ બે ઘડી પહેલાં ન બેસે એ ત્રીજી વાડ) સચવાય નહીં માટે ગણધર મહારાજ
પાદપીઠ ઉપર બેસીને દેશના દે કે કેમ ? સમાધાન- શ્રી તીર્થકરોનો અને ગણધરોનો તથા પ્રકારનો કલ્પ હોવાથી તીર્થકરના પાદપીઠ ઉપર
બેસીને ગણધર મહારાજ બીજી પોરિસીએ દેશનાદે એમાં ત્રીજી નિષદ્યા (આસન) નામની વાડને બધા આવતો નથી; એક વાત, બીજી વાત એ કે પાદપીઠ (પગ સ્થાપન કરવાનો બાજોઠ) એ નિષદ્યા કહેવાય નહીં કારણ કે જ્યાં પલાંઠી વાળીને બેસે અથવા તો પૂંઠ આદિ નીચેનો ભાગ ભૂમિને અડે (સ્પર્શે) તેવી રીતે બેસે તો તે નિષદ્યા ગણાય અને તેવા આસન ઉપર બ્રહ્મચર્યને ધારણ કરનાર બેસી શકે નહીં, આ અપેક્ષાએ પણ આવી રીતની નિષદ્યાનો અભાવ હોવાથી ત્રીજી વાડને કોઇપણ જાતનો વાંધો આવતો નથી, તેમજ ભગવાનને મોહનીય કર્મ ક્ષય કરેલ હોવાથી શરીરનો કોઇપણ અવયવ કોઈ પણ આસનને સ્પર્શે છતાં તે આસન પર બહ્મચારી બેસે તો વાંધો આવે જ નહીં.