________________
૧૫૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૧-૩૩ કોને? આત્મીય સુખનો વાસ્તવિક આનંદ, મોલમાં છે. કોઈ એમ કહી દે કે મોક્ષનું સુખ સમજવું શી રીતે ? જે ચીજ જેના વિષય બહાર હોય તે તે ચીજ નથી એમ કહી દે તેથી વસ્તુ નથી એમ કહી શકાય નહીં. “આબરૂમાં સુખ શું? લહેર કઈ ?" એમ નાના છોકરાને પૂછીએ તો એ ઉત્તર દેશે ? નહીં જ ! કહો કે હજી એને આબરૂ સમજવાને વાર છે હવે એ આબરૂમાં સુખ નથી એમ માને તેથી તમે પણ માનશો ? ના ! તમે તો આબરૂની ખાતર ખાવાપીવા વિગેરેના તમામ ભોગ આપો છો ! જેમ બચ્ચે માત્ર ખાવાપીવામાં, હરવા ફરવામાં ગમતમાં સમજે, આબરૂમાં સમજે નહીં તેવી રીતે આપણે પણ માત્ર પાંચ ઇન્દ્રિયોમાં સમજીએ છીએ એટલે આત્માના શુદ્ધ સ્વરૂપ મોક્ષમાં શું સમજીએ ? હવે આ પાંચ ઠોઠા (ઇન્દ્રિયો) દ્વારાએ મોક્ષ સમજવો એ શી રીતે બને ? મુર્માને અક્કલ મોટી ન લાગે પણ ભેંસ મોટી લાગે !
એક શેઠે પોતાના છોકરાને શાક લેવા મોકલ્યો, છોકરો મૂર્ખ હતો, એવો મૂર્ખ કે જ્યાં શાક લેવા ગયો ત્યાં શાક કે ટોપલો કશું નથી એ પણ ન જોયું અને કોઈ દુકાને શાક માગ્યું. પેલા દુકાનદારે કહ્યું કે ભાઈ ! અહીં તો અક્કલ મળે છે ! પેલે જાણ્યું કે એ પણ એક શાક હશે “વારૂ ! અક્કલ આપો' એમ કહી એણે દુકાનદારને પૈસા આપ્યા બદલામાં દુકાનદારે અક્કલ સંભળાવી કે “બે જણ લઢતા હોય ત્યાં ઊભા રહેવું નહીં' પેલે છોકરો આવીને બાપને કહ્યું, બાપે પણ દુકાનદાર પાસે જઈ પૈસા પાછા માગ્યા. દુકાનદારે અક્કલ પાછી માગી અર્થાત્ લઢતા હોય ત્યાં છોકરાને ઊભા રાખવાની કબુલાત માગી. શેઠે તે કબુલ્યું અને પૈસા પાછા મેળવ્યા. એક વખત ત્યાંનો રાજા બહાર ગયો છે, તે વખતે કાંઈ કારણવશાત્ તેની બન્ને રાણીઓ લઢી, તે વખતે શેઠનો છોકરો ત્યાં ઊભો રહ્યો હતો. જ્યારે રાજા આવ્યો, રાણીઓની લડાઈની વાત સાંભળી ત્યારે પૂછયું કે કોઈ સાક્ષી છે? ચોકીદારે જણાવ્યું કે, ફલાણા શેઠનો છોકરો ઊભો હતો. રાજાએ એને તેડું મોકલ્યું, હવે એમાં શું કહેવું? કઈ રાણીનો પક્ષ લેવો? એ જ શેઠ પાછો પેલા અક્કલ વેચનારા પાસે ગયો. અક્કલવાળાએ યુક્તિથી એને બચાવ્યો. રાજાને કહ્યું કે - “આવા સાક્ષી પર ભરોસો શો ? એને એટલું તો પૂછે કે “અક્કલ બડી કે ભેંસ ?” આ ઉપરથી સાક્ષીની સ્થિતિ સમજાશે. રાજાએ પૂછવાથી પેલાએ કહ્યું કે “ભેંસ મોટી કે જે દૂધ ખાવા તો આપે !' રાજાએ એને અક્કલ વગરનો જાણી છોડી મૂક્યો અર્થાત્ એને અક્કલની કિંમત નહોતી. નાના છોકરાને આબરૂની કિંમત નથી. લાડવાની કિંમત છે, તેમ આપણે પણ ઈદ્રિયોના આનંદમાં જ જીંદગી પૂરી કરી આનંદ માનીએ છીએ એટલે “હું કોણ ?” એ પણ સૂઝતું નથી. જ્યાં પોતે કોણ છે એનું ભાન નથી ત્યાં પોતે કઈ સ્થિતિમાં હતો, પોતાનું શું થશે, વિગેરેનો વિચાર તો આવે જ ક્યાંથી ? કિંમતી છે કે જે મેળવીને ખેલવું ન પડે.
આત્મીયસુખ સમજે તો તેને મેળવવાની ઇચ્છા થાય. ઈચ્છા થાય તો તેનાં સાધનો જાણે તેમાં ઉદ્યમ કરે અને એનું નામ ધર્મ ! ધર્મસાધનથી થયેલું ફલ તે મોક્ષ. બાહ્યસુખ અને તેનાં સાધનો તો ભવે ભવે મેળવ્યાં, જેમાં પૂર્વેની મોટી ઉંમર હતી તેમાં પણ મેળવ્યાં, પારાવાર મેળવ્યાં, વારંવાર મેળવ્યાં, મેળવ્યાં અને ઍલ્યાં. એ તો ચાલુ જ છે. મેળવીને ખેલવું