________________
૧૫૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૧-૩૩
જગતમાં નથી. ૧ કેટલાક બાહ્ય સુખનાં સાધનો તરફ વળગેલા હોય, (૨) કેટલાક બાહ્ય સુખમાં વળગેલાં હોય, (૩) કેટલાક આત્મીયસુખના સાધનમાં વળગેલા હોય, (૪) કેટલાક આત્મીયસુખ અનુભવનારા હોય. આ ચાર વર્ગ સિવાય પાંચમો વર્ગ છે જ નહીં. પૈસાની કિંમત પણ બાહ્ય સુખના સાધન તરીકે છે.
જગતમાં સુખ બે જ પ્રકારનાં, કાં તો આત્મીય સુખ, કાં તો બાહ્યસુખ. સાધના એ બેની જઃ પૈસાને પૈસા તરીકે કોઇ લેતું નથી પણ બાહ્ય સુખના સાધન તરીકે જ લે છે. પૈસાથી સુખનાં સાધન મેળવી શકાય છે એમ ધારી એને સંગ્રહાય છે. જે જાતિને પૈસો એ સુખનું સાધન હોતું નથી તે જાતિ તેના તરફ (પૈસા તરફ) રાગ રાખતી નથી. દેખીએ છીએ કે સોનૈયાનો ઢગલો પડયો હોય, અરે ! નરા હીરા પાથર્યા હોય છતાં ત્યાં પશુ (જાનવર)ને ઊભું રાખીએ તો ત્યાં પેશાબ અને પોદરો કરે! કારણ કે એને એ સુખનું સાધન ગણતું નથી. અરે ! નાનાં છોકરાંને પણ પૈસો એ સુખનું સાધન હજી સીધું લાગ્યું (સમજાયું) નથી. કારણ કે એની પાસે જો રૂપિયા અને લાડવો (બંને) ધરો તો એ પહેલાં લાડવાને પકડે છે. પૈસાની કિંમત શા ઉપર ? સુખનાં સાધનની કિંમત ઉપર ! જેનાથી જેવાં સુખનાં સાધન મળે તે ઉપર તેની કિંમત છે રૂપિયાથી અમુક ચીજ શેર પ્રમાણમાં મળતી હોય તે રૂપિયો સોંઘો અને અચ્છેર મળે તો રૂપિયો મોંઘો. દુનિયામાં કહેવત પણ છે કે, ‘દમડે ઊંટ પણ દમડો ક્યાં ?' બાહ્ય પદાર્થોનાં સાધન ઉપર જ રૂપિયાની કિંમત છે. મકાન, વાડી, ધન, હાટ વિગેરે મેળવવા રૂપિયા દેવાય છે. રૂપિયાનો સંગ્રહ બાહ્ય સુખને મેળવવા બાહ્ય સુખનાં સાધનોને મેળવવા માટે કરવામાં આવે છે. બાહ્ય સુખનું આડકતરી રીતે સાધન રૂપિયો છે. જાનવર અગર નાનાં બચ્ચાંને રૂપિયો એ સુખનું સીધું સાધન નથી પણ ખાદ્ય પદાર્થ જ એમને માટે સુખનું સાધન છે. એક બાજું રૂપિયો મૂકો અને બીજી બાજુ લાડવો મૂકો, લાડવાની કિંમત જોકે આનો છે જ્યારે રૂપિયાની કિંમત આના સોળ છે, પણ બચ્ચું તો સોળ આનાવાળા રૂપિયાની દરકાર નહીં કરી લાડવાને જ ઉપાડે છે. રૂપિયાને કાને કે નાકે અડાડીએ તો કાંઇ સુખ મળતું નથી. પાંચે ઇંદ્રિયોને સુખ આપનારાં સાધનો (પદાર્થો) મેળવવાનું સાધન (આડકતરું સાધનદૂરનું સાધન) રૂપિયો છે. નાનાં બચ્ચાં તથા પશુ આડકતરા સાધનમાં જતા નથી, સીધા સાધનમાં જાય છે. એટલે તત્ત્વ એ નક્કી થયું કે બાહ્ય સુખનું સાધન તે અર્થ. અર્થ અને કામ એ લૌકિક પુરુષાર્થ છે પણ ધર્મીને તે સાધ્ય નથી
બાહ્ય સુખનાં સાધનો, ચાહે સીધાં હોય કે આડકતરાં હોય પણ તે તમામનો અર્થવર્ગમાં સમાવેશ થાય છે, એ અર્થવર્ગ સાધ્ય નથી. હવે બાહ્યસુખનો ભોગવટો કામવર્ગ છે. જગતના બધા જીવો શામાં મથી રહ્યા છે ? કેવળ બાહ્ય સુખો મેળવવા અને તે માટે તેનાં સાધનો મેળવવા મથી રહ્યા છે. અર્થ અને કામ આ બે વર્ગ-આ બે પુરુષાર્થ લૌકિક છે, પણ તે સાધ્ય નથી. અનાદિ કાળથી બાહ્ય સુખો અને તેના સાધનો તો વારંવાર પારાવાર મેળવ્યાં અને મૂક્યાં, ક્યા ભવમાં નથી મેળવ્યા ? ને નથી મૂક્યાં ?
ઇન્દ્રિયાસક્તો મોક્ષને ન સમજી શકે તેથી મોક્ષ નથી એમ નહીં !
આત્માનું સુખ અને તેનાં સાધનો, આ બે વર્ગો આ જીવે મેળવ્યા નથી. આત્મીય સુખનો ભોગવટો તે મોક્ષ અને તે મેળવી આપનાર સાધન તે ધર્મ, ધર્મ શબ્દ જગતમાં પ્રિય છે પણ ધર્મ કહેવો