________________
૧૫૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૧-૩૩
પૂજક પૂજ્યનું પૂજન કરે. પૂજન કરતાં આવડે તો પૂજક પ્રાંતે પૂજ્યરૂપ બને છે. આંબાના વૃક્ષના ઉદાહરણની જેમ અત્રે પણ નૃજન્મ વૃક્ષ તથા તેનાં ફળનું (ભોગવટો કરવા સાથે) રક્ષણ એવા પ્રકારે કરે કે જેથી મનુષ્ય ભવોભવ સુખ ભોગવવાપૂર્વક તેવાં ફળો (જિનેન્દ્ર પૂજાદિ)ને પ્રાપ્ત કર્યા કરે, અને છેલ્લે પોતે પૂજ્યરૂપ થાય. વાસ્તવિક પૂજન કરવાથી મનુષ્ય ભવોભવ દેવગતિ, નરગતિ પામે અને જિનેન્દ્રપૂજારૂપ ફળ એને મળ્યા જ કરે. હવે પૂજ્યની યથાર્થ પૂજા, પૂજક કરે ક્યારે? અર્થાત્ કરી શકે ક્યારે ? ગુરુની ઉપાસના કરે ત્યારે. માટે પૂજક પૂજ્ય પ્રતિની તેવા પ્રકારની ભાવના પામવા ગુરુ ઉપાસનામાં તત્પર થાય. બીજા ફળરૂપ ગુરુની ઉપાસનાથી ઉપદેશશ્રવણથી સત્તાનું કંપા નામનું ત્રીજ ફળ પ્રાપ્ત થાય. પણ સતાનુકંપા એટલે ગોળખોળ એક ગણવાનો નહીં. પત્થર અને રત્ન એક સરખાં ગણાય નહીં, માટે સત્તાનુકંપા કરતો પણ શુભ પાત્રમાં દાન દે. શુભ પાત્રદાન એ ચોથું ફળ છે. શુભ પાત્રમાં દાન ક્યારે થાય? ગુણાનુરાગ જાગૃત થાય ત્યારે અને એ પંચમફળરૂપ ગુણાનુરાગ વધે અને પંચમફળની પ્રાપ્તિથી છઠ્ઠા ફળરૂપે શ્રુતિ (શ્રવણ)નો રાગ વધે છે. આ છયે ફળ-એકેએક ફલ સ્વતંત્ર વૃજન્મવૃક્ષની ઉત્પત્તિ કરાવી, કાયમ તેવાં ફલોનો આલાદ ચખાડી પ્રાંતે અનંત અવ્યાબાદ્ય સુખ સમર્પે છે. સર્વમંગલ.
(ભાંડુપ મુકામે આગમોદ્ધારક, સૂરિપુરંદર આચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીએ
આપેલું વ્યાખ્યાન.) થનો થનાર્થના થઈ, #મનાં સર્વશ્રામઃ |
धर्मेणैवापवर्गस्य, पारंपर्येण साधकः ॥ १ ॥ ધર્મ, અર્થ, કામ તથા મોક્ષ એ જીવમાત્રની ઇચ્છાનું માત્ર વર્ગીકરણ છે.
શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રી હરિભદ્રસૂરિ ભવ્ય જીવોના ઉપકાર માટે ધર્મોપદેશ કરતાં ફરમાવે છે કે સંસારમાં ચાહે એકંદ્રિય, બેઇદ્રિય, તેઈદ્રિય, ચૌરિદ્રિય કે પંચેદ્રિય લ્યો, નારકી, મનુષ્ય, દેવતા કે તિર્યંચલ્યો, એ તમામ જીવોની ઇચ્છાનું વર્ગીકરણ કરીએ તો તેના ચાર વર્ગ (પ્રકાર) પડે છે. એ ચાર વર્ગનાં નામ (૧) ધર્મ (૨) અર્થ (૩) કામ અને (૪) મોક્ષ. શાસ્ત્રકારો વસ્તુસ્વરૂપ હોય તેવું કહે, પણ એથી એવું કથન આચરણીય છે એમ નથી. આ ચાર વર્ગમાં કથનનો કેટલાક એવો અર્થ કરે છે કે આ ચારે વર્ગ સાધવાના છે, પણ એમ નથી. શાસ્ત્રકારે સાધવા તરીકે એ વિભાગ દર્શાવ્યા નથી, પણ ઇચ્છાના પ્રકારોનું વર્ગીકરણ બતાવ્યું છે. જેમ જીવો એકેંદ્રિય, બેઈદ્રિય, તેઇંદ્રિય ચૌરિદ્રિય તથા પંચંદ્રિય એમ પાંચ જાતિના કહ્યા, એ ઉપરથી એમ નથી કરતું કે એકેંદ્રિયથી લઇ ચૌરિદ્રિય સુધીમાં પણ જવું જ. જીવોની જાતિ છે તે માત્ર બતાવી, જાતિના વિભાગ બતાવ્યા તેથી પાંચ જાતિ સાધ્ય છે એમ ગણાય નહીં. ઇચ્છાના વર્ગના વિભાગ કહ્યા માટે દરેક વર્ગ સાધવાલાયક છે એમ નથી. જેમ જાતિ એ જીવો (ઇદ્રિયવાળા જીવો)નું માત્ર વગીકરણ છે. સંસારી જીવોમાં પાંચ જાત સિવાય છઠ્ઠી મળે નહીં; તેમ સર્વ જીવોનું વર્ગીકરણ કરવામાં આવે તો તેના ચાર વિભાગ જ પડે છે. પાંચમો વિભાગ