________________
૧૫૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૧-૩૩ જન્મથી ન ડર્યો, મરણથી જ ડયો એ જ જીવની અનાદિની રખડપટ્ટીનું કારણ છે.
કોઈ કદાચ કહેશે કે જન્મના પણ બે પ્રકાર છે કેમકે શ્રી તીર્થંકર દેવોનો જન્મ તો ઉત્સવરૂપ છે ને ! વાત ખરી ! પણ એ પ્રભુનો જન્મ ઉત્સવ રૂપ જગતને છે પણ પોતાની અપેક્ષાએ જન્મ લેવો એ ઉત્સવરૂપ નથી કેમકે જન્મ લેવો એ પણ કર્મની ગુલામી છે; અવશેષ કર્મોની પરાધીનતા છે. મરણનો ડર એ માર્ગ ખોટો છે. ભલે એ માર્ગે ગયેલાઓ પાછળથી ઠેકાણે આવે પણ એ માર્ગ તો ખોટો છે. ડાહ્યાઓ જન્મથી ડરે છે, પણ મોતથી ડરતા નથી. આ જીવ અનાદિથી જન્મથી ન ડર્યો, અને મરણથી ડર્યા વિના ન રહ્યો તેથી રખડ્યા કરે છે. હવે કોઈ કહેશે કે મરણ તો સમજની દશામાં સમજાય છે માટે એનો ડર લાગે, જન્મનો પણ ડર અણસમજણમાં થતો હોવાથી શી રીતે લાગે ? નાસ્તિકો પરભવ માનતા નથી પણ આસ્તિકો તો માને છે ને ! તેઓ આ ભવના મરણ પછી થનાર અનેક ભવની પરંપરાવાળા જન્મથી ડરે કે નહીં ? મરણથી ડરવા કરતાં જન્મથી ડરો ! હવે જન્મ મુક્ત થવાના સબળ સાધનો વિગેરેનો અધિકાર અગ્રે વર્તમાન.
(ઘાટકોપરથી વિહાર કરતી વખતે) | (માગશર વદ ૬ સોમવારે, આગામોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી બહોળા શિષ્ય પરિવાર સહિત તથા શ્રાવક-શ્રાવિકાઓની સારી સંખ્યાના સમુદાય સાથે શ્રી ભાંડુપ પધાર્યા ત્યારે ઘાટકોપરથી વિહરતી વખતે ગામ બહાર આપેલું વ્યાખ્યાન-નૃજન્મવૃક્ષના ફલોનું કરાવેલું અવલોકન.)
जिनेन्द्रपूजा गुरुपयुपास्तिः, सत्त्वानुकंपा शुभपात्रदानम् ।
गुणानुरागः श्रुतिरागमस्य, नृजन्मवृक्षस्य फलान्यमूनि ॥ નૃજન્મ વૃક્ષના ફલોનું અવલોકન
આસન્નોપકારી ચરમ તીર્થંકર શ્રી વિરપરમાત્માના શાસનને શોભાવનાર ભગવાન શ્રી સોમપ્રભાચાર્ય મહારાજા એક ઉત્તમ વૃક્ષનું અવલોકન કરાવે છે. જગતભરનું કોઇપણ વૃક્ષ એની તુલના (બરાબરી) કરી શકે તેમ નથી એવી એ વૃક્ષની મહત્તા છે. આંબાનાં લાકડાં, પાંદડાં, ફુલ, મહોર તથા ડાળીમાં આંબો ઉત્પન્ન કરવાની શક્તિ નથી. પણ આંબાના ફળમાં, આગળ પાછળનો ભાગ ખાવામાં આવે અને મધ્ય ભાગ (ગોટલો) સાચવી રક્ષણપૂર્વક જમીનમાં વાવે તો પાછા આંબા થયા કરે; વાવવામાં જેવી મહેનત કરે તેવી પાણી પાવામાં, રક્ષણ કરવામાં મહેનત કરી વાવેલાને સાચવે તો જ ખેડુત ફળ મેળવી શકે. એદી માણસો ખેતીનું કામ કરી શકતા નથી. ફળદાયક વૃક્ષ મળ્યા પછી એદીપણું કામ ન આવે. ઉપર જણાવેલ નરજન્મરૂપી અલૌકિક વૃક્ષનાં છ શ્રેષ્ઠ ફળો છે. ભોગવટો અને રક્ષણ કરતાં આવડે તો ફળ ઉત્પન્ન થયાં કરે અને ભોગવટો મળ્યાં કરે. પ્રથમ ફળમાં શ્રી જિનેન્દ્રપૂજા કહી.