________________
શ્રુિતજ્ઞાનની સુંદર સંવના.
ઠામ ઠામ ઉપધાન તપની આરાધના, નિર્વિદન, પૂર્ણાહુતિ, તસ્પ્રસંગે મહોત્સવાદિ પ્રભુશાસનની પ્રભાવના, દેવદ્રવ્યાદિની વૃદ્ધિ, જ્ઞાનાદિનું બહુમાન !!!
આ વર્ષે શ્રી જિનેશ્વરદેવ વિહિત ઉપધાન તપની આરાધના અમદાવાદ, સુરત, પાલીતાણા, વિજાપુર, શંખલપુર, ઘાટકોપર વિગેરે અનેક પુણ્યસ્થળોએ સારી સંખ્યામાં થયેલ છે તેમજ તેમાં દરેક સ્થળે સારી સંખ્યામાં ભાઇઓ તથા બહેનો જોડાયા હતા. | વિગતવાર હકીકત પ્રાયઃ આવતા અંકમાં જુઓ.
(ટાઇટલ પેજ ચોથાનું અનુસંધાન) સંસ્કાર માત્રથી સુંદર બનેલી રસવતીઓ માટે, શરીરની શોભા, આરોગ્ય અને તુષ્ટિપુષ્ટિના અનેક ઉપાયો માટે, પાંચે ઇંદ્રિયોની પટુતા માટે, વિષય સમાન વિષયોની પરિપૂર્તિના સાધનો માટેનું અર્થીપણું એ મોંઘામાં મોંઘા જીવન માટે વણનોતરેલો વિનાશકાલ છે !!!
આ માટે વિવેકીઓને વિવેક નેત્રથી નિરીક્ષણ કરવાની ખાસ આવશ્યકતા છે. હાલનું આત્મઘાતક અર્થીપણું એ આંધળાની દોડઘામ, ગાંડાની ઘેલછા, તથા અંત અવસ્થાનો સન્નિપાત છે!!!
પરમાત્માનું શાસન પામેલાઓ, મોંઘા માનવજીવનની મહત્તા સમજે, અતિ મોંઘા માનવજીવન દ્વારા મેળવવા લાયક પદાર્થને જાણે, તે જાણવા સગુરૂઓનાં સમાગમમાં આવી સદ્ગુરુઓની શુશ્રુષા કરે, સાચા સિદ્ધાંતને પામે અને અંતે સત્ય પદાર્થની પ્રીતિ તથા પ્રતીતિ થાય તો યથાર્થ (સાચા) અથીપણાનો આદર્શ આવિર્ભાવ પામે !
દર્પણને દેખનારા જવલ્લેજ હોય છે, અને તેમાં કાજલ વિગેરેને દોષ તરીકે દેખનારા પણ તેથી થોડા હોય છે, દોષો કાઢવા જેવા જ છે એવું જાણનારા તેથી પણ અલ્પ છે, અને દર્પણ દેખી, દોષ તરીકે પીછાણી, કાઢવા જેવા જાણી કાઢવા માટે તત્પર થનારા અતિ અલ્પ સંખ્યામાં છે.
જેના અર્થીપણાની નોંધ સિદ્ધાંતમાં સુવર્ણાક્ષરે સુશોભિત છે તે ક્ષાયક સમ્યક્ત શિરોમણી મહારાજા શ્રેણિક, પ્રાણથી અધિક વલ્લભ પોતાની પુત્રીઓને પ્રભુમાર્ગમાં સમર્પણ કરનાર વાસુદેવ શ્રીકૃષ્ણ, સૌભાગ્યવંતી વિદુષી સુલસા અને મયણા, માનવ જીવનની સાફલ્યતાની કિંમત સમજનાર તુંગિયા નગરીના શ્રાવકોના અર્થપણાના આદર્શને અનુસરો !
ચંદ્રસા. આ પાક્ષિક ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર સુરતમાં શા. મોહનાલાલ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભુલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું.