________________
" ૧૪૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૧૨-૩૨
,
પિત્રકારનો ખુલાસો
૧
શ્રી પંચવસ્તુમાં “ભુવા સંત” કહીને દીક્ષા અંગીકાર કર્યા પછી પરીક્ષા અને તેનો કાલ છ માસ આદિ જણાવે છે. વળી “સ્વયંપ્રદર્શનાતિના' એ વાક્ય સાધુની ક્રિયા દેખાડવી અરે કરાવવી વિગેરે પરીક્ષા કાલમાં જણાવે છે માટે પણ દીક્ષા પછી પરીક્ષા છે. વળી “સાવદીપરિહાર' એમ જણાવી પૃથ્વીકાયાદિકની વિરાધનાનો બરાબર ત્યાગ કરે છે કે કેમ ? એ દ્વારા પરીક્ષા કરવાની જણાવેલ હોવાથી અને તે પરીક્ષાનો અધિકાર વડી દીક્ષાની યોગ્યતામાં લીધેલો હોવાથીજ પરીક્ષાનો વખત દીક્ષા પછી જાણવો. છજીવનિકાય અધ્યયનના જ્ઞાનવિના છકાયનું જ્ઞાન કયાંથી થાય ? અને તેનું જ્ઞાન થયા વિના સ્વતંત્રપણે વધનો પરિહાર ક્યાંથી કરે? અને તે સિવાય પરીક્ષાને યોગ્ય ક્યાંથી હોય? અને દશવૈકાલિકના ચોથા અધ્યયનને માટે પણ તે જ ગ્રંથમાં અપ્રાણ અકથિત, અનધિગત, અપરીક્ષિત વિગેરે કહી યોગની આવશ્યકતા પરીક્ષા પહેલાં હોવાનું સ્પષ્ટ કરે છે; સામાયિકની સાથે આદિ શબ્દથી પ્રતિક્રમણ વિગેરે કહી પ્રતિદિનોપયોગી સૂત્રોવગર ઉપધાને સાધુ થનારને અપાય એમ જણાવે છે; પણ તેથી આવશ્યકના યોગ જે દીક્ષા પછી થાય છે તે ઊડી જતા નથી. તેમજ દશવૈકાલિકના યોગ પણ ઊડી જતા નથી. અર્થાત્ પરીક્ષાનો કાલ દીક્ષા અને વડી દીક્ષા વચ્ચેનો છે. પૃચ્છાની અપેક્ષાએ આ બીજી પરીક્ષા દીક્ષા પછી હોવાથી જ “પુજે પરિકિરવી ન પવUT વિદg” એમ ફેર અનેકવચનવિધિથી પરીક્ષા કરી છે. જૈન શાસ્ત્રમાં અસ્પૃશ્યતાનું સ્થાન છે કે કેમ? તે બાબતમાં શ્રી નિશીથ ચૂર્ણિ, પ્રવચન સારોદ્વાર વૃત્તિ, પ્રવચન સારોદ્વાર ટીપ્પન, યતિતકલ્પ, ગુરુગુણષત્રિશિકાવૃત્તિ, ગચ્છાચારવૃત્તિ, ધર્મસંગ્રહવૃત્તિ વિગેરે જોનારને સ્પષ્ટ માલુમ પડશે કે માતંગ આદિને અસ્પૃશ્યતા દોષને અંગે જ દૂષિતગણી દીક્ષા અયોગ્ય ગણ્યા છે. અને તેથી જ ચિત્રસંભૂતિ મુનિને કોઈ ગચ્છ એટલે સમુદાયવાળા મુનિએ દીક્ષાને આપી નથી એમ કહેવાય છે. ઉત્તરાધ્યયન વિગેરે વાંચનારને સ્પષ્ટ માલુમ છે કે ચિત્રસંભૂતિને કુલદોષથી જ ત્રણ ત્રણ વખત (બે વખત ગૃહસ્થપણામાં અને એક વખત સાધુપણામાં) તાડન આદિ થયેલાં છે. અને તે ખુદ મુનિઓએ પણ અનશન કરી અકાલે શરીર નાશ કરવાનો માર્ગ લેવામાં નીચકુલથી થતી પીડાઓ જ આગળ કરી છે. એ વાત શ્રી ભાવવિજયજી કૃત ઉત્તરાધ્યયન ટીકા વગેરેમાં સ્પષ્ટ છે. ગાનારાઓની ઈર્ષામાં તથા લોકોએ ગણેલ રાજાના આદેશ ભંગના હેતુમાં તથા પ્રધાનની બદદાનતમાં પણ નીચ કુળના જન્મને જ આગળ કરવામાં (ગણવામાં) આવ્યો છે.
૨