________________
૧૪૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૧૨-૩૨ ૨૦૪ તમારા સાચા હિત માટે બે દેડકા પણ ઉદ્યમ કરનારને શોધી રાખો ! ૨૦૫ સંબંધીઓને ઓછું પડયું તેને રૂએ છે પરંતુ જનારા આસામીને ઓછું પડ્યું તેના માટે આજ
કોઈ પણ રોતું નથી. ૨૦૬ આહારની ઇચ્છા સાથે ઉત્પન્ન થયેલ શરીરના ખરા ધર્મને નહીં પીછાણનારા કુટુંબીઓ તો
આડા પગે જનારની પાછળ અને ઊભે પગે જનારની પાછળ પણ રડે છે. તેઓનો ધંધો જ
છે કે રોવું છે! ૨૦૭ આત્મહિત માટે ઊભા પગે જવાય અને કુટુંબીઓ રડે તેમાં લાભ છે કે કર્મની પરવશતાએ
આડા પગે (મરીને) જવાય અને તેઓ રડે તેમાં લાભ છે ? શામાં લાભ છે તે તપાસી જો,
કારણ કે બેમાંથી એક રસ્તે ગયા વગર છૂટકો જ નથી !!! ૨૦૮ સમજુ નોકર, “માલિક સહાય તેટલી સેવા છતાં રજા દઈ કાઢી મેલશે” એવું જાણે તો તે
વખતે રજાની રાહ જુએ કે તરત રાજીનામું આગળ ધરે ? કર્મ રાજા તરફથી આ જન્મની રજા નિર્ણત સમયે નક્કી થઈ ગઈ છે, તે કોઈની પણ જાણ બહાર તો ન જ હોય !!