________________
૧૪૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૧૨-૩૨ ૧૯૧ સળગતા અગ્નિરૂપ તૈજસુમાં આ આત્મા અનાદિથી સંડોવાયેલો છે. જાજવલ્યમાન સળગતી
જવાળારૂપ તૈજસૂમાં બળતા આત્માને બચાવવા પ્રયત્ન કરો ! ૧૯૨ ચાર ગતિના જીવો તૈજસરૂપ અગ્નિને સાથે રાખે છે. ૧૯૩ પુરાણા પુદગલ પચાવવા અને નવીન પુદગલો લેવા આ મજુરી અનાદિની છે !!! ૧૯૪ દાહ્ય પદાર્થ વગર અગ્નિ (તજ) ટકયો અગર અગ્નિ (તૈજસ) વગર દાહ્ય પદાર્થની
પાચનક્રિયા થઈ ગઈ, આ બે વાતમાંથી એક પણ વાત કબુલ કરી શકીએ તેમ નથી, અર્થાત્
આ પ્રબંધને વિચારતાં આત્માના અનાદિપણાનો એકરાર કરવો પડે છે. ૧૯૫ તૈજસૂનો ચાલુ અગ્નિ અનાદિનો છે. ૧૯૬ કેટલાક દાહ્ય પદાર્થોની રાખ થાય અને કેટલાકના કોલસા થાય તેવી રીતે આહારથી મળ
અને રસનું કામ થયા કરે છે. ૧૯૭ રાખ નકામી જાય છે અને કોલસા બાળવા કામ લાગે છે તેવી રીતે મળ નકામો જાય છે,
અને રસનું શરીર બંધાય છે. ૧૯૮ અનિચ્છાએ વળગેલા ભૂતની જેમ જીવમાત્રને આ શરીર વળગેલ છે. શરીરની શુશ્રુષા કરનાર
મનુષ્ય ભૂતને સ્થિર રાખવાનો ભયંકર પ્રયત્ન કરે છે ! ૧૯૮ ભૂત વળગ્યા પછી કાઢવાનો જ ઉદ્યમ હોઈ શકે પણ આ તો વળગેલ ભૂતરૂપ શરીરને
રાખવાનો ભગીરથ પ્રયત્ન કરનારાઓ ડાહી દુનિયામાં હોશિયાર કહેવાય છે. ૨૦૦ દોસ્ત થઈ દુશ્મનની ગરજ સારનાર આ શરીર સિવાય બીજું કોણ છે? ૨૦૧ હરદમ આત્માની ઉપર જાલમ ગુજારનાર એવા શરીરના કેવળ સંરક્ષણ માટે દોડધામ
કરનારાઓ દુર્લભ માનવ જીવનને તે માટે વેડફી નાખે છે એ હદયમાંથી ભુલાવું જોઇએ નહીં. ૨૦૨ દીવો લઈને ઉઘાડી આંખે ભયંકર ભવકૂપમાં પડયા, મનુષ્ય જીવન હારી ગયા, જૈન કુળમાં
પામવાલાયક ન પામી ગયા, ચારિત્ર માટે મળેલું મનુષ્ય જીવન ઝેર જેવું બનાવ્યું આવી
હીતકારી વાતો માણસના મરણ પછી પણ તેના કુટુંબમાંથી કોઈ સંભારતું નથી !! ૨૦૩ આજના સંબંધીઓ પોતાના સ્વાર્થ માટે (સ્વાર્થને યાદ કરીને તે તે બોલીને) રૂએ છે એમ
સર્વ કોઈ જાણે છે.