________________
૧૩૮
શ્રી સિદ્ધચક :
તા. ૨૭-૧૨-૩૨ સમાધાન- જેમ ઈગ્લેંડ વિગેરેથી આવેલા વાયરલેસ ટેલિગ્રાફનો સંદેશ માસ્તર આપણને જણાવે
છે. (પહોંચાડે છે, તેવી જ રીતે તીર્થંકર દેવોએ પાઠવેલો શાસ્ત્ર રૂપ સંદેશ પણ મુનિરૂપ
માસ્તરો સંભળાવે છે. પ્રશ્ન ૧૭૯- અભવ્ય પાંચ પરમેષ્ઠિને માને કે કેમ? સમાધાન- અભવ્ય જીવ, અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ એ ચાર પરમેષ્ઠિને પ્રત્યક્ષ છે
માટે કદાચ માને, પણ સિદ્ધિ (મોક્ષ) પદ પ્રત્યક્ષ નથી, તેથી સિદ્ધપદને તો માને જ નહીં, કોઇપણ છઘસ્થ એ સિદ્ધોનો સાક્ષાત્કાર કરી શકતો નથી, માટે એ અભવ્ય સિદ્ધને માને નહીં, અને સિદ્ધપણું નહીં માનવાથી જ તેને મોક્ષની ઇચ્છા થાય જ નહીં,
ને તેથી જ અભવ્યને વધારેમાં વધારે આઠ તત્ત્વોની જ શ્રદ્ધા હોય. કેક ૧૮૦ જૈનમતવાલાની જેમ અન્યમતવાલાઓ વિનયમૂલ ધર્મ માને છે કે નહીં ? સમાધાન- જેમ જૈનમતવાલા વિનયમૂલ ધર્મ માને છે તેમ અન્ય મતવાલા માનતા નથી, પણ તેઓ
મુખ્યતાએ શૌચ (પવિત્રતા ચોખ્ખાઈ) મૂલ ધર્મ માને છે. અન્યમતવાલાઓ શૌચને ધર્મ માને છે, એ અધિકારને અંગે શ્રી કલ્પસૂત્રના ગણધરવાદમાં જણાવવામાં આવ્યું છે કે જે માણસના શબને વિષ્ઠા સહિત બાળવામાં આવે છે તે શિયાલીઓ થાય માટે જ નહવરાવીને પવિત્ર કરીએ તો જ મરનારની ગતિ સારી થાય એમ તેઓ માને છે. બાહ્યશુચિ હોય કે ન હોય પણ શ્રી જૈન મત પ્રમાણે મરનારની ભાવના ઉપર જ ગતિનો
આધાર રહે છે. પ્રશ્ન ૧૮૧- તીર્થકર પદવીમાં થતા સત્કાર સન્માનની ઇચ્છાપૂર્વક જો કોઇ વસ્થાનક આરાધે તો
તે તીર્થકર થાય કે કેમ ? સમાધાન
તીર્થંકર પદવીમાં થતી દેવપૂજા આદિ સત્કાર સન્માનની ઇચ્છાએ વીશસ્થાનકને આરાધનાર જીવ તીર્થંકર થઈ શકતો જ નથી. પૂજાની ઈચ્છાએ વીશસ્થાનકની આરાધનાને શાસકારો નિયાણું ગણે છે. તીર્થંકર તે જ વીશસ્થાનકને આરાધનાર થઈ શકે કે જે સમ્યગદર્શન યુક્ત હોય, તીર્થંકર પદવીમાં થતી દેવપૂજા આદિની ઇચ્છા વગરનો હોય, અને “સવિ જીવ કરું શાસન (સંયમ) રસી” એ એક જ ધ્યેયબિન્દુ ધરાવનારો હોય. ‘તમામ જીવોને સંયમ માર્ગે દોરૂં, મોક્ષ માર્ગ પ્રત્યે પ્રયાણ કરનારને સહાય કરું એ ભાવનાવાળો, એટલે મોક્ષ પ્રત્યે જ જેની સાધ્યદૃષ્ટિ હોય તે જ આરાધક
તીર્થકર થઈ શકે છે. પ્રશ્ન ૧૮૨- ગણધરદેવોએ ગુંથલ ) દ્વાદશાંગી અને ચૌદપૂર્વ ઉપર તીર્થંકર મહારાજનો
સિક્કો છે એમ શા ઉપરથી માનીએ ?