________________
-
,
,
,
,
,
૧૩૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૧૨-૩૨ પ્રશ્ન ૧૭૩- તીર્થકર ભગવાનના શાસનના યક્ષયક્ષિણી કયા પ્રકારના દેવતા છે ? સમાધાન- મુખ્યતાએ તેઓ વ્યંતરનિકામાં હોય છે. પ્રશ્ન ૧૭૪- ખસખસ કાયમ અભક્ષ્ય છે કે કેમ? ફાગણ ચોમાસા પછી, ચૂલે ચઢયા પછી ખસખસ
નાંખેલી ચીજ સાધુને ખપે કે નહીં ? સમાધાન- બારે માસ રાંધતી વખતે ચૂલા ઉપર જ નાંખેલી ખસખસવાળી વસ્તુ સચિત્ત પરિહારીને
ખપી શકે છે. તલ વિગેરેની માફક અતિચારમાં અભક્ષ્ય ગણાય છે તે બહુબીજ કે
સૂકમબીજની અપેક્ષાએ છે. પ્રશ્ન ૧૭૫- વાસ્તવિક વિનયનું સ્વરૂપ શું છે ? સમાધાન- ગુણવાનોને આવતા જોઈ ઊભા થવું આસન આપવું, આદિ રૂપે જે ગુણો અને ગુણીઓનું
બહુમાન કરાય તે વિનય કહેવાય. વિનયનો ભાવાર્થ તો શાસ્ત્રકારોએ તે જ કહ્યો છે કે વિનીયતે ન મ રૂતિ વિનયઃ જેના વડે કરીને કર્મોને દૂર કરાય (એટલે જે ક્રિયા કર્મોને નાશ કરે) તે વાસ્તવિક વિનય કહેવાય છે. કર્મક્ષયાદિની ભાવના વિના
અભવ્યાદિએ કરેલ વિનય તે વાસ્તવિક વિનય નથી. પ્રશ્ન ૧૭ મૃગ આદિ જીવહિંસાના પ્રસંગથી બચવા માટે, તેવા પ્રસંગે શાસ્ત્રકારોએ શી રીતે
બોલવાની રજા આપી છે ? સમાધાન- સાધુએ મૃગ વિગેરેને જોયા છતાં પણ, શિકારી માણસ સાધુને પૂછે ત્યારે, જીવોના
રક્ષણાર્થે, જીવહિંસાના પ્રસંગથી બચાવ અર્થે જોનાર સાધુ પહેલાં મૌન રહે. છતાં જો બોલવાનો વખત જ આવે તો શાસ્ત્રકારો સાફ સાફ (સ્પષ્ટતયા) ફરમાવે છે કે “નાખif નોનાપતિ વાન્ના” એટલે જાણતો થકો પણ “હું નથી જાણતો' એમ કહી દે. આ રીતે
શાસ્ત્રકારો હિંસાથી બચવાનું મૃષાવાદને યોગે પણ આવશ્યક ગણે છે. પ્રશ્ન ૧૭૭- જા શબ્દ ન મૂક્યો હોત તો પણ શું ચા નો અર્થ લઈ શકાય ખરો ? સમાધાન- હા ! વા શબ્દ ન મૂક્યો હોત તો પણ વા નો અર્થ લઈ શકાય, કારણ કે વા શબ્દ
વ્યાકરણમાં વાહિ ગણનો છે, ને તે માટે હૈમવ્યાકરણમાં “વોઇસ' રવિ અવ્યયો અસતપણામાં હોય તો અવ્યય કહ્યા છે અને તે બધાએ વદિ અવ્યયો સ્વરતિની માફક વાચક નહીં, પણ ઘાતક ગણ્યા છે, શબ્દ ન હોય તો પણ અર્થ કહેનારા હોવાથી દ્યોતક ગણાય છે, જાઓ “અરતિયો દિ સ્વાર્થી વાવ' નતુ ત્રાવિત દત:” સ્વરાદિ અવયવો વાચક એટલે શબ્દ હોય તો જ અર્થ કહે, પણ = આદિ અવ્યયોની માફક ઘાતક એટલે શબ્દ વિના અર્થને કહેનાર નથી, માટે ઘર ગણમાં જેટલા અવ્યયો છે તેનો શબ્દપ્રયોગ ન હોય તો પણ તેમનો અર્થ લઇ શકાય ને વા તો ચાદિગણમાં જ છે. તેથી વા શબ્દ ન મૂક્યો હોય તો પણ તેનો અર્થ કરવામાં કોઈ પણ જાતનો વાંધો
નથી. પ્રશ્ન ૧૭૮- આગમ એ વાયરલેસ ટેલીગ્રાફ અને ગુરુ એ તેના માતર કેવી રીતે ગણાય ?