________________
૧૩૬
શ્રી સિદ્ધચક્ર .
તા. ૨૭-૧૨-૩૨. તે સિવાય બીજું કાપડ વાપરવું નહીં તેવી પ્રતિજ્ઞા લે તે પ્રતિજ્ઞા આશ્રવની કે સંવરની?
સાધુથી તેવી પ્રતિજ્ઞા આપી શકાય કે નહીં? સમાધાન- વર્તમાનમાં તેવી પ્રતિજ્ઞા દેષપોષક તથા ધર્મને બાધા કરનારી છે. સ્થાવર હિંસાનાં
પચ્ચખ્ખાણ ઉપર જોર દઈ ત્રસ હિંસાની ઉપેક્ષા કરવા જેવી. તે પ્રતિજ્ઞા છે. પ્રશ્ન ૧૬૭- નવગ્રહોમાં સમકિતી કયા તથા મિથ્યાત્વી કયા? કયા શાસ્ત્રના આધારે તે માનવું ?
કાલા ગોરા ક્ષેત્રપાલ સમકિતી છે કે મિથ્યાત્વી? સમાધાન- ગ્રહોના વિમાનોમાં શાશ્વતજિનચૈત્ય હોવાથી અને તેની આશાતના તેઓ ટાળતા
હોવાથી તથા દીક્ષાપંચાશકમાં અને પ્રતિષ્ઠાવિધિમાં ગ્રહોનાં આહાન તથા નદીસ્તવમાં ધર્માનુષ્ઠાનમાં ગ્રહોની સાક્ષી ગણવાથી તે સમક્તિી હોય તેમ સંભવે છે. કાલા ગોરા
નામના ને ક્ષેત્રપાલ ભૈરવનો કોઈ તેવો મુખ્ય ગ્રંથોમાં લેખ નથી. પ્રશ્ન ૧૬૮- નવગ્રહોને માનવા કે નહીં? સમાધાન- સાધર્મિક તરીકે માનવામાં અડચણ જણાતી નથી. પ્રશ્ન ૧૬૯- દશ દિપાલમાં સમકિતી. ક્યા, મિથ્યાત્વી કયા કયા શાસના આધારે એ માનવું ?
એમને માનવા કે નહીં ? સમાધાન- નન્દીસ્તવ આદિને આધારે દશ દિપાલોને પણ સમકિતી માનવામાં અડચણ નથી. પ્રશ્ન ૧૭૦- સોળ વિદ્યાદેવીઓમાં સમકિતી કઈ ને મિથ્યાત્વી કઈ તથા એ દેવીઓને માનવી કે
નહીં? માનવી તો કયા શાસ્ત્રના આધારે ? સમાધાન- વિદ્યાદેવીઓમાં સમકિતી કે મિથ્યાત્વિનો ઉલ્લેખ સ્પષ્ટપણે ખ્યાલમાં નથી. પણ શ્રી
શોભનમુનિકત સ્તુતિઓમાં તે દેવીઓની સ્તુતિઓ હોવાથી સમ્યગુદૃષ્ટિ હોય. પણ તેથી
લોકોમાં મનાતી દેવીઓને મનાય નહીં. કારણ કે તેઓની ક્રિયા જૈનશાસ્ત્રથી વિરુદ્ધ છે. પ્રશ્ન ૧૭૧- જંઘાચારણ તથા વિદ્યાચરણ મુનિરાજોને પાંચ જ્ઞાનમાંથી કેટલાં જ્ઞાન પ્રાપ્ત થાય? ને તે
શાસ્ત્રના નામ પાઠ પુરાવા સાથે જણાવશો. સમાધાન
જંઘાચારણ અને વિદ્યાચરણ મુનિઓને ચાર જ્ઞાન હોઈ શકે; કેવલજ્ઞાન તો લબ્ધિની ઉત્સુકતા વાળાને હોય જ નહીં એમ ભગવતી સૂત્રમાં એમનો અધિકાર જોવાથી સ્પષ્ટ
માલુમ પડશે. પ્રશ્ન ૧૭૨- તત્ત્વાર્થમાં તેઉકાય અને વાઉકાયને ત્રસકાય કહ્યા (જણાવ્યા) છે તે કેવી રીતે ? સમાધાન- આચારાંગવૃત્તિ, જીવાભિગમ, અને તત્વાર્થાદિ શાસ્ત્રોમાં જે તેઉકાય અને વાયુકાયને
ત્રસ તરીકે ગણાવ્યા છે તેનું કારણ એ છે કે જવાલા વિગેરે તેઉકાય અને પૂર્વદિશાના વાયરા વિગેરે વાયરા પ્રત્યક્ષ રીતે ચાલતા દેખાય છે. પણ તે ચલન તેમનું સ્વાભાવિક હોવાથી અને સુખની પ્રાપ્તિ માટે કે દુઃખ દૂર કરવા માટેની ઇચ્છાપૂર્વકનું ન હોવાથી તેમને બીજી જગાએ સ્થાવર ગણ્યા છે. ત્રસના બે પ્રકારે છે. એક લબ્ધિત્રસ અને બીજા ગતિત્રસ; તેમાં આ તેલ અને વાઉ ચાલવા માત્રથી ગતિરૂપે કસ ગણાય છે.