________________
૧૩૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૧૨-૩૨ સમાધાન- શ્રી જિનેશ્વરો સર્વધાતી કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામીને જે વખતે ઉપદેશ આપે છે
તે વખતે જે જીવો ગણધર થવાના હોય તે એકદમ ઉજમાળ થઈને ભગવાન પાસે ચારિત્ર લે છે અને તે જ વખતે શ્રી તીર્થંકરો ગણધરોને ત્રિપદી કહે છે, તે પામીને, ગણધરનામ કર્મના ઉદયથી તેઓને એવી રીતનો અદ્વિતીય ક્ષયોપશમ થાય છે કે જેથી તેઓ અંતર્મુહૂર્તમાં બાર અંગ અને ચૌદ પૂર્વોની રચના કરે છે. એ રીતે ચૌદપૂર્વ અને દ્વાદશાંગીની રચના થયા પછી તીર્થંકરો ઊભા થઈ હાથમાં વાસક્ષેપની મુઠ્ઠી ભરીને અનુજ્ઞા કરે છે, અને તે અનુશારૂપ ક્રિયા જ તીર્થકર મહારાજનો સિક્કો છે. જો એમ ન હોય અને રચનામાં એક અક્ષર, માત્રા કે હૃસ્વદીર્થની પણ ભૂલ રહી હોય તો, શ્રી જિનેશ્વરો કેવળજ્ઞાની છે. તેમનાથી કંઇ પણ છાનું રહેતું નથી માટે તેઓ તરત ભૂલ સુધારવાનું કહી દે, સદંતર ભૂલ વગરની રચના હોય તો જ અનુશારૂપી સિક્કો
તેઓ મારે છે! પ્રશ્ન ૧૮૩- પરમાધામી દેવતાઓ ભવ્ય છે કે અભવ્ય ? અને તેઓ ચ્યવને કઈ ગતિએ જાય ? સમાધાન- પરમાધામીઓ ભવ્ય છે. તેઓ મરીને અડગોલિક નામના મનુષ્યો થાય છે. ત્યાં
પરમાધામીના ભાવમાં કરેલા પાપાના ઉદયથી અત્યંત વેદના ભોગવે છે. વિશેષ હકીકત
જાણવાના જિજ્ઞાસુએ પરમાધામીનો અધિકાર લોકપ્રકાશ આદિ ગ્રંથોથી જાણી લેવો. પ્રશ્ન ૧૮૪- શ્રી મલ્લીકુમારી શ્રી મલ્લીનાથ નામે તીર્થંકર થયા તેમની વૈયાવચ્ચ આદિ સાધુ કરે
કે સાધ્વી ? ને સાધુ સાધ્વીઓ વંદન કેવી રીતે કરે ? સમાધાન- શ્રી મલ્લીનાથ મહારાજની સેવા શુશ્રુષા સાધ્વીઓ કરે. સાધ્વી નજીકમાં રહીને વંદન
કરે, પણ સાધુઓ તો યોગ્ય અર્વગ્રહમાં (દૂર) રહીને જ વંદન કરે.