________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
૧૨૬
શ્રી સિદ્ધચક્ર
તા. ર૭-૧ર-૩૨ 'આની અંદર વ્યવછેરનત્વ વાવયર્થ એ ન્યાયથી વાક્ય વ્યવચ્છેદના ફળવાળું હોય, ને તેથી અગીતાર્થ સાધુને ન માનવા એ અર્થ નીકળશે. ને તેથી ગીતાર્થની નિશ્રાવાળા સાધુનો પણ વ્યવચ્છેદ થઈ જાય માટે સર્વજ્ઞ શાસનથી બીજા નિરપેક્ષ એવા સાધુ પક્ષને સર્વ શબ્દ કહી ખસેડી નાખ્યો. આથી એ સ્પષ્ટ છે કે સર્વજ્ઞ શાસનમાં જે સાધુ શાસનદ્રોહી થાય, વિરોધી થાય તેને નમસ્કાર નથી. આચાર્ય પણું કે ઉપાધ્યાયપણું તો ત્યાં રહેતું જ નથી.
સૂત્રનો એક અક્ષર વિરુદ્ધ બોલનાર હોય તો, ત્યાં આચાર્યપણું કે ઉપાધ્યાયપણું પણ રહેતું નથી. મૂળમાં બતાવ્યું તો શાખામાં આપોઆપ આવી ગયું. આચાર્ય તથા ઉપાધ્યાય સાધુમાંથી થાય છે, સાધુપદમાં વિશેષણ રાખ્યું એટલે આચાર્યાદિમાં નક્કી થવાનું, અસાધુને આચાર્ય ઉપાધ્યાય પદવી નથી. સાધુપદમાં સર્વજ્ઞ શાસનનું વિશેષણ આપ્યું, ને તેથી તે પછી આચાર્યાદિપણું થનારું હોવાથી તે પણ આજ્ઞાનુસારી જ આવી જાય. “સિદ્ધોએ પરીક્ષાના વિષયની બહાર છે જ્યારે અરિહંતાદિ ચારેની પરીક્ષા શક્ય છે. આવું સમાધાન છતાં કેટલાકનો એ મુદો છે કે સિદ્ધો કયા લેવા ? જવાબ છે કે અરિહંતે જે સિદ્ધો આરાધ્ય બતાવ્યા છે તે લેવા. જે કોઈ અર્થ કામસિદ્ધાદિ હોય તે નમસ્કારમાં લેવાના નથી. અરિહંત પછી સિદ્ધપદ મેલ્યું છે તેથી સિદ્ધનામધારીને માનવાને કોઈ જૈન તૈયાર નથી. અમે તે સિદ્ધો લીધા છે કે જેઓ સર્વથા કર્મક્ષયવાળા થયા છે, જેનું આરાધ્યપણું અરિહંતે કહ્યું છે. સિદ્ધોની માન્યતા અમારી સ્વતંત્ર છે જ નહીં ! અરિહંતોની માન્યતા સ્વતંત્ર છે ! કેમકે તેમની અને તેમના આગમોની પરીક્ષા કરી શકીએ છીએ. પણ સિધ્ધ માટેની પરીક્ષા અમારા હાથમાં નથી. અમારી માન્યતા અરિહંતની સહીના આધારે છે. અરિહંતે સહી કરી તે તમામ અમારે કબુલ !!! અઢારદોષ રહિતપણું એ અરિહંતની પરીક્ષા છે. પાંચ આચારનું પાલન વિગેરેથી આચાર્યની પરીક્ષા છે. સ્વાધ્યાયાદિમાં લીન હોય, પઠન પાઠનમાં પરાયણ હોય તે દ્વારાએ ઉપાધ્યાયની પરીક્ષા છે, તથા મોક્ષમાર્ગની સાધના ને સહાય દ્વારાએ સાધુની પરીક્ષા છે; પણ સિદ્ધોની પરીક્ષા શી રીતે? સિદ્ધો અરૂપી છે! શરીર તથા વાણી વિગેરેથી રહિત હોવાથી તે અમારી પરીક્ષાનો વિષય નથી.
ઝવેરાતને આપણે ન પારખી શકીએ, કિંમત ન આંકી શકીએ, પણ વિશ્વાસુ ઝવેરી દશ હજારની કિંમત કરે તો તે સાચી માનીએ છીએ ! મોતી અને હીરાના પાણીની આપણને પરખ નથી, જાત જાણવી તો દૂર રહી, પણ તેના તોલની રીતિની પણ ખબર નથી, છતાં તેની કિંમતને તોલ તમે ખરા ગણો છો તે માત્ર ઝવેરીના વિશ્વાસે જ ને? નહીં તો એ બધું તમારી તો પરીક્ષાની બહાર જ છે! તેવી રીતે સિદ્ધ મહારાજા અમારી પરીક્ષાની બહાર છે, પણ અરિહંતના વચન દ્વારાએ અમે તેમને માનીએ છીએ. વાચ્યની પ્રતીતિ વચન દ્વારાએ છે, અને વચન વક્તા પછી જ બને છે તો હવે કબુલવું જ પડશે કે અરિહંત મહારાજને પહેલો નમસ્કાર કરવો પડે. સિદ્ધ સ્થિતિની પ્રમાણિકતા અરિહંત (અરિહંત વચન)ના ઉપર જ અવલંબેલી છે. તત્વ એ જ કે સાધુપદને અંગે સત્ર શબ્દ ખાસ આવશ્યક છે.