________________
૧૨૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૧૨-૩૨ દરેક વસ્તુ શીખવનાર આચાર્ય છે. જે જે કલા, શિલ્પાદિ શીખવે તે પણ આચાર્ય કહેવાય, - કુંભાર, હાંલ્લાં કરતાં શીખવે તે પણ હાંલ્લાં શીખનારનો આચાર્ય છે, લુહારની કલા શીખવનાર પણ તે શીખનારનો આચાર્ય છે. ધનુષ્યકલાદિ પણ આચાર્યો શીખવતા હતા ને આચાર્ય કહેવાતા તો શું તે આચાર્યોને અહીં નમસ્કાર છે? ના! શ્રી અરિહંતે જેને આરાધ્ય જણાવ્યા છે તે જ આચાર્યો વંદન કરવા લાયક છે, માટે અરિહંતપદની પછી કહેવાતા સિદ્ધાદિમાં સવ્ય એ પદની જરૂર નથી. વળી કેટલાકો કહે છે કે સધ્ધ એ પદ સાધુમાં જ લગાડવાની જરૂર છે, બીજામાં જરૂર નથી, કારણ કે બીજામાં બહુ વચનથી એ પદ આવી જાય છે, અરિહંતાણં આદિમાં બહુવચન કહ્યું છે ને તેથી અરિહંતો, ઘણા સિદ્ધો, ઘણા આચાર્યો, ઘણા ઉપાધ્યાયો એમ અર્થ થાય છે, તો તે જ રીતે સાહૂિ ત્યાં બહુવચન છે તો ઘણા અર્થાત્ “સર્વ સાધુ” એમ કેમ ન સમજાય? અને જો બહુવચનથી સાધુપદમાં સર્વસાધુ ન સમજાય તો અરિહંતાદિક પદોમાં બહુવચનથી સર્વ અરિહંત વગેરે કેમ સમજાય ? આ સાંભળીને સબ પદની જાણે અહીં પણ જરૂર નથી એમ આપણને લાગે છે, પણ આવશ્યકાદિ મૂળ સૂત્રમાં ચોખ્ખો અશ્વસ[િvi એવો પાઠ છે. જ્યાં જ્યાં નવપદનું વર્ણન છે, પંચ પરમેષ્ટિની જ્યાં જ્યાં વ્યાખ્યા છે ત્યાં ત્યાં નમો નોઈ સંધ્યાકૂળ એ જ પાઠ છે. પાઠ ભલે હોય પણ “સર્વ' શબ્દની સફળતા ક્યાં છે? અરિહંત એક શાસનમાં એક જ હોય. સિદ્ધ તો પરીક્ષાના વિષયથી બહાર છે. આચાર્ય ગચ્છ ગચ્છ, સમુદાયે સમુદાયે એક, ઉપાધ્યાય પણ એક જ; તથા ત્યાં બહુવચન કહ્યું તેથી બધા ગચ્છો, તમામ સમુદાયો આવી જાય; પણ એક ગચ્છમાં સાધુ ઘણા હોય તેથી એક ગચ્છ જ આવી જાય, માટે ત્યાં સાધુપદમાં સર્વ ગચ્છના સર્વ સાધુ લેવા માટે સર્વ શબ્દ મૂકવાની ચોક્કસ જરૂર રહેશે, નવ પૂર્વથી આગળના જ્ઞાનવાળા તથા જિનકલ્પને લીધે સમુદાયને છોડી ગયેલા હોય વિગેરે મોક્ષને સાધનારા તેવા બધા સાધુ નમસ્કાર લાયક છે એ વાત જણાવવા માટે સત્ર શબ્દની અહીં પ્રથમ આવશ્યકતા છે, જેમ એક સાધુની અવજ્ઞાએ સર્વ સાધુની અવજ્ઞા ! તેવી રીતે ઉપાધ્યાય, આચાર્ય ને અરિહંતને અંગે પણ વાત લઈ શકાય ! તેવી જ રીતે એક અરિહંતાદિ આરાધ્યા તો સર્વ અરિહંતાદિ આરાધ્યા ગણાશે, હવે શાસ્ત્રનું મૂળ કથન સમજો; ચાહે તો સાધુ કે ઉપાધ્યાય, આચાર્ય કે અરિહંત તે બધા આરાધ્ય છે, પણ કયા મુદાથી? વ્યક્તિપણે કે ગુણના મુદાએ? વ્યક્તિની આરાધના ગુણના મુદાથી છે, વ્યક્તિપરત્વે નથી. જો આરાધના ગુણના મુદાથી હોય તો સર્વને આરાધવા પડશે. જો ગુણદ્વારાએ આરાધીએ તો વ્યક્તિ એ તો માત્ર દેખાવ છે. ગુણપરત્વે ન જતાં માત્ર વ્યક્તિ પરત્વે જઈએ તો કહેવું પડશે કે આપણે માત્ર હાડકાં તથા માંસના પૂજારી છીએ. જ્યારે એક આચાર્ય, ઉપાધ્યાય કે સાધુને આરાધતાં એના ગુણો પર લક્ષ્ય ન દઈએ ને માત્ર વ્યક્તિ પર લક્ષ્ય દઈએ તો બીજા આચાર્યાદિ આરાધ્ય ન રહ્યા ! કાં તો મહાવીર મહારાજ અગર ગૌતમસ્વામિ, સુધર્મસ્વામિ કે સ્થૂલિભદ્રાદિ કોઈપણ એક વ્યક્તિ લો ! તે એક જ વ્યક્તિ જો આરાધવાની હોય તો નવકારમાં કહેલું બહુવચન નકામું થાય ! એટલું જ નહીં પણ આરાધના ગુણની નહીં પણ હાડકાં, માંસ અને ચામડીની થઈ ગણાય !! જો હીરાના તેજને આધારે તેની કિંમત કરવી હોય તો પછી એ હીરો કોનો છે એ જોવાનું હોય નહીં. શ્રેણિક રાજાને અંગત સંબંધ ભગવાન મહાવીરનો થયો તેથી મહાવીર ભગવાન વિના બીજા તીર્થંકરનો શું સંબંધ નથી? બાર ગુણની અપેક્ષાએ જો પૂજા કરે તો દરેક પ્રભુની પૂજા થઈ, પણ ત્રિશલાનંદન તરીકે જ પૂજા કરે