________________
૬-૬-૭૬.55
૧૨૫
શ્રી સિદ્ધચક્ર
શ્રી શહેરપાર્શ્વનાથાય નમ: “આગમોદ્ધારકની અમોઘ દેશના”
એક ગુણીની પૂજા કે અવજ્ઞા તે સર્વે ગુણીની પૂજા અને અવજ્ઞા છે !! ગુણની પૂજા પણ ગુણને આશ્રીને છે ! સિદ્ધપદ એ પરીક્ષાના વિષયની બહાર છે.
કર્મભૂમિમાં મત્સ્યગળાગળ ન્યાય ! તીર્થ જીવતાનું છે !
सव्वासु कम्मभूमिसु विहरते गुणगणेहिं संजुत्ते । गुत्ते मुंत्ते झायह, मुणिराए निठ्ठियक साए ॥
નવકારમાં પાંચમા પદમાં સત્ર શબ્દ શાથી મૂક્યો?
શા) સકારો મહારાજા શ્રીમદ્ રત્નશેખરસૂરીશ્વરજી મહારાજે ભવ્ય જીવોના ઉપકાર માટે VT 8 શ્રીપાલચરિત્રમાં, સર્વ ચરિત્રના મૂળરૂપ નવપદનું આરાધન હોવાથી તેનું વર્ણન કરતાં ક રી દેવતત્ત્વમાં અરિહંત તથા સિદ્ધની વ્યાખ્યા કરી, પ્રણિપાત વિગેરે જણાવ્યાં, ગુરુતત્ત્વમાં
Gજ આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુની વ્યાખ્યા કરે છે. આચાર્ય તથા ઉપાધ્યાય પદને અંગે આપણે વિચાર કરી ગયા. સાધુપદની વ્યાખ્યા કરતાં એ વિચારવાનું છે કે જો સ્ત્રો સવ્વસાહૂ એ પદમાં બીજા પદ કરતાં કઈ વિશિષ્ટતા છે કે જેથી ત્યાં સવ્ય શબ્દ સંયોજવામાં આવ્યો છે. અરિહંતાદિ ચારે પદોમાં સવ્ય શબ્દની સંયોજના નથી !! કેટલાક કહે છે કે આ સંયોજના અંત્યદીપકના દ્રષ્ટાંતે છે તે શી રીતે ?ચાહે તો ભીંતના ગોખલામાં દીવો હોય તો પણ મકાનમાં અજવાળું કરે, તથા બારણાં આગળ રહ્યો થકો પણ અજવાળું કરે, તેવી રીતે પહેલા પદમાં સવ્ય કહ્યું હોત તો પણ બધા પદોમાં લાગુ પાડી શકાત. તેમજ છેલ્લામાં પણ કહેવાય તો પણ દરેકને લાગુ પડી શકે છે. એટલે અંત્યદીપક ન્યાયે બધે સબ પદ લગાડાય તો અડચણ નથી; આવું કેટલાક સમાધાન કરે છે. ત્યારે કેટલાક કહે છે કે સવ્ય પદ જુદું હોય તો જ બધે લાગી શકત. સામાન્ય વ્યાકરણનો નિયમ છે કે “સનિયોરશિષ્ટા નામેવાપાથ' ઇત્યાદિ. એટલે એક સમાસમાં કહેલાં બે પદો તે સાથે રહે છે અગર સાથે જ બંધ થાય. એક રહે અને એક બંધ થાય તેમ બને નહીં. સવ્ય નો અર્થ સર્વ કહેવાય, તે સવ્ય પદ પણ સમાસ પામેલું હોવાથી એને એકલું બીજે લઈ જવાય નહીં. કેટલાક વળી સળ નો અર્થ બીજો કરે છે. સાર્વઃ સર્વ ગાના િતિ સાઃ અર્થાત્ સર્વને જાણનારા એવા સર્વજ્ઞ તે સાર્વ, તેમની આજ્ઞા જાણનારા માનનારા ને જગતની ત્રણે કાળની અવસ્થાને જાણનારા તે સર્વજ્ઞ ભગવાનના સાધુ. આથી ગીતાર્થ અગર ગીતાર્થની નિશ્રાવાળો સાધુ જ અમારા નમસ્કારમાં છે. જે જાણકાર ન હોય, અગર તેની નિશ્રામાં ન હોય તેને અમારો નમસ્કાર નથી. ગીતાર્થ વગર આચાર્ય કે ઉપાધ્યાયની પદવી થતી નથી તેથી તેઓ તો જરૂર ગીતાર્થ જ હોય પણ સાધુ પદવી ગીતાર્થપણા સાથે સંબંધ રાખતી નથી, પણ