________________
તા. ૧૨-૧૨-૩૨
૧૧૯
શ્રી સિદ્ધચક્ર ૧૬૮ તૈજસની હયાતિમાં સર્વથા આહાર ત્યાગ ગુણ દીર્ઘકાળ હોતો જ નથી.
૧૬૯ આહારનો સદ્ભાવ તૈજસૂના દોષથી થયેલો છે. તૈજસૂરૂપી દોષનો અભાવ થવાથી જ
અણાહારીપણું છે. ૧૭૦ તપ સાધન તરીકે છે, તેથી જ્ઞાનાદિની માફક સ્વરૂપ ધર્મમાં તેને ગણ્યો નથી. ૧૭૧ અનાદિકાલથી સુખની લાલચમાં રોકાઈ ગયો !! ૧૭૨ તેરમા ગુણસ્થાનકે જેવી શાતા બંધાય છે તેવી શાતા અનાદિકાલમાં બાંધી જ નથી. ૧૭૩ અરિહંતતત્ત્વને આરાધનારા જ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓ પરમેષ્ઠિપદે સુશોભિત છે.
૧૭૪ માત્ર કપડાંના પરિવર્તન (કપડાં પલટાવવા)થી આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ થવાતું નથી ! તેથી
તેવા માત્ર સાધુ વેષવાળા સાધુ કહી શકાય નહીં !
૧૭૫ સુવર્ણ અને ટંકશાળની છાપ હોય તો જ તેને સોના મહોર કહી શકાય !
૧૭૬ ગુરુપણાના ગુણ અને સર્વવિરતિનો સુશોભિત વેષ, બને હોય તે જ ગુરુપદને શોભાવે છે,
૧૭૭ જૈન શાસન રૂપ જગપ્રસિદ્ધ કોલેજમાં હેડમાસ્તર તરીકે આચાર્ય દેવો, માસ્તર તરીકે ઉપાધ્યાયો
અને વિદ્યાર્થી તરીકે સાધુઓ છે, તે બધા સર્વવિરતિવાળા જ હોય છે, જ્યારે શ્રાવક શ્રાવિકા વર્ગ ધોરણ બહારનો બાલવર્ગ છે.
૧૭૮ જેમ બાલવર્ગના વિદ્યાર્થીઓ ધોરણમાં આવવાના મનોરથો સેવે, તેવી રીતે શ્રાવક શ્રાવિકા રૂપ
બાલવર્ગના વિદ્યાર્થીઓ સર્વવિરતિરૂપ ધોરણ યા વર્ગમાં આવવા (દાખલ થવા) અહર્નિશ ઝંખ્યા કરે છે !
૧૭૯ પ્રાથમિક શાળારૂપ દેશ વિરતિમાં શ્રવણોપાસક વર્ગ મોક્ષની ક્રિયાને સાધ્યપૂર્વક સેવન કરે છે તે
સર્વ વિરતિરૂપ કોલેજમાં આવવા માટેની તૈયારીઓ છે !!
૧૮૦ ધ્યેયબિંદુ વગર આરાધના યથાર્થ ફળવંતી થતી નથી.
૧૮૧ સાધ્યનો મુદો નહીં રાખનાર અભવ્યમાં અને અભવ્યમાં લેશ પણ
ક્ષણીના
*
*
*