________________
૧૧૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૨-૧૨-૩૨
સુધા-સાગર
(નોંધઃ-સકલ શાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સ્ત્રાવી, આગમના અખંડ અભ્યાસી આગમોદ્ધારક પૂ. શ્ર A આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હૃદયંગમ દેશનામાંથી કેટલાક ઉધૃત કરેલ સુધા સમાન A V વાક્ય બિંદુઓનો સંગ્રહ ભવ્ય જીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અત્રે અપાય છે. "
સંગ્રાહક ચંદ્રસાગર
૧૫૫ શુભાશુભ કર્મની વિચિત્રતા છઘસ્થોથી અગમ્ય છે ! ૧૫૬ બે ઘડી માટે કરેલા અભિમાનથી પરમ દુર્લભ માનવજીવન હારી જવાય છે. ૧૫૭ પૂર્વભવમાં ક્ષણમાત્ર મદથી મદોન્મત્ત થનારા હરિકેશી અને ચિત્રસંભૂતિની જીવનચર્યાનું - અવલોકન કરો !!! ૧૫૮ કુલ, શ્રત અને બલ આદિ આઠ મદના છાકમાં છલા તે જ વસ્તુનું તીનપણું પામે છે. ૧૫૯ ભવની પરંપરા માનનારાને અસ્પૃશ્યતા એ જાતિને કુલનો મદ કરનારને કર્મકૃત સજા છે એમ
માનવામાં વાંધો નથી. ૧૬૦ કર્મસત્તાને સ્વીકારનાર અસ્પૃશ્યો પણ અસ્પૃશ્યતાને સ્વીકારે છે ! ૧૬૧ અખંડ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ માટે સહાયભૂત એવા પ્રવૃત્તિ તપ તે ધર્મ છે. ૧૬૨ પ્રવૃત્તિરૂપ તપમાં ઉજમાલ રહેલ ભવ્યાત્માઓ સ્વરૂપ ધર્મરૂપ શિવસંપદાઓ સાધે છે. ૧૬૩ ક્ષાયિક સમ્યકત્વવાળા મહારાજા શ્રેણિક પણ અસ્પૃશ્યતાની દરકાર રાખતા હતા ! ૧૬૪ સત્કૃત્ય કે દુષ્કૃત્યોનો ઓછામાં ઓછો દશ ગુણો ઉદય હોય છે, અને વધીને તે ક્રોડાકોડ ગુણો
થઈ જાય છે !! માટે બંધ સમયે સાવચેત રહો !!! ૧૬૫ આહાર નિષેધની પ્રતિજ્ઞારૂપી તપ સિદ્ધપણામાં નથી. ૧૬૬ અણાહાર રૂપ તપનું સાધ્ય રત્નત્રયીની સાથમાં છે, છતાં અણહાર થવું એને આત્મગુણ નથી
ગણ્યો. કારણ કે અણાહારીપણું આહારરૂપ દોષના અભાવરૂપ છે. ૧૬૭ તૈજસુની આગ અનાદિકાલથી ચાલુ છે.