________________
૧૧૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૨-૧૨-૩૨ યક્ષાદિથી કદાચ થઈ પણ જાય તોપણ તેથી ભગવાન જિનેશ્વર મહારાજના ધર્મની છાયાને પ્રતિઘાત થતો નહોતો અને તે કારણથી શ્રી કૃષ્ણાદિકના સમયે તેવા આરાધનથી મિથ્યાત્વવૃદ્ધિ આદિ થતાં નહોતાં, પણ વર્તમાનકાળ તેવા અતિશયરહિત હોવાથી શ્રી કૃષ્ણાદિએ કરેલી મિથ્યાત્વિયક્ષાદિની આરાધના જો આજે કરાય તો મિથ્યાત્વની વૃદ્ધિ તથા સ્થિરતા થાય માટે શ્રી કૃષ્ણાદિલે કરેલી યક્ષાદિની આરાધનાનું આલંબન લેવાની
આચાર્ય મહારાજે સ્પષ્ટ ના કહી છે. પ્રશ્ન ૧૪૩- વાસુદેવાદિકના પચ્ચખાણ તે શું દ્રવ્ય પચ્ચખ્ખાણ છે ? સમાધાન- હા ! અષ્ટકજીમાં
अपेक्षा चा विधिश्चैवा परिणामस्तथैव च ।
प्रत्याख्यानस्य विघ्नास्तु वीर्याभावस्तथाऽपरः ॥ આ શ્લોકની વ્યાખ્યામાં ચોથા અને પાંચમા ગુણઠાણાવાળા તથા વાસુદેવાદિકોને પણ પ્રતિબંધકનો ક્ષયોપશમ ન હોવાથી તેમજ અપેક્ષાદિ કારણથી થયેલાં પચ્ચખાણને દ્રવ્ય પચ્ચખાણ કહેલાં છે તેથી જ સમકિતવાળાએ પણ આ લોકના ફળની અપેક્ષાએ કરેલાં પચ્ચખ્ખાણ યોગ્ય અને ઉત્તમ નહીં છતાં પણ સમ્યકત્વનો ઘાત કરનાર જ છે એમ
તો ન મનાય. પ્રશ્ન ૧૪૪- આગમ એટલે શું? સમાધાન- તરણતારણ શ્રી તીર્થકરોની દેશના અને શ્રી ગણધર મહારાજાઓએ ઝીલી ગૂંથેલો તેનો
(દેશનાનો) રિપોર્ટ. પ્રશ્ન ૧૪૫- શ્રી તીર્થકરો અપકાયના જીવોની દયા માટે તરસ્યા સાધુઓના પ્રાણની પણ લેશભર
દરકાર ન કરે અને પોતાની પૂજા માટે છકાય જીવોની હિંસા કરવાનું વિધાન કરે એનું
કારણ શું ? સમાધાન- પૂજાના વિધાનમાં પોતાની પૂજા કરાવવી એ ધ્યેય નથી. સર્વવિરતિની પ્રાપ્તિ માટે, તેના
ઉમેદવારે સર્વવિરતિધર તથા સર્વવિરતિનાં પ્રરૂપકોનાં ભક્તિ, પૂજા, બહુમાન, સત્કાર સન્માનાદિ કરવાં જોઈએ. તેમ કરવાથી સમકિતી જીવોને આ ભવે કે ભવાંતરે અનુક્રમે સર્વવિરતિ જરૂર પ્રાપ્ત થાય છે તે ઉદ્દેશથી શ્રી તીર્થંકર ભગવાને, તીર્થંકરની પૂજાનું વિધાન ઉપાયરૂપે કર્યું છે એટલે કે પૂજામાં ધ્યેય સર્વવિરતિની પ્રાપ્તિનું છે અને સાધુઓ પોતાના સર્વવિરતિ ગુણના રક્ષણ માટે પ્રાણની આહુતિ આપે તેમાં પણ સર્વવિરતિની રક્ષાનું જ
ધ્યેય છે માટે એક જ ધ્યેય હોવાથી એ બેય બાબતમાં કોઈ પણ પ્રકારે વિરોધ નથી. પ્રશ્ન ૧૪૬- વર્તમાનકાળનાં સૂત્રો એ સર્વજ્ઞનાં (સર્વજ્ઞ પ્રણિત) સૂત્રો છે એ વાત સાચી છે ? સમાધાન- હા ! એ સૂત્રો સર્વજ્ઞનાં કથનને અનુસરતાં છે તેથી એને સર્વજ્ઞનાં સૂત્રો કહી શકાય છે. પ્રશ્ન ૧૪૭- ભગવાનના અનંતગુણ કેટલામે અનંતમે છે? સમાધાન- આઠમે અનંતમે છે.