________________
૧૧૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૨-૧૨-૩૨
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
(સાગર સમાધાન
સમાધાનકાર- સકલશાસ્ત્ર પારંગત સ્યાદ્વાદ સિદ્ધાંત સુધા-સ્ત્રાવી આગમના અખંડઅભ્યાસી
આગમોદ્ધારક આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજજી. પ્રશ્નકાર- ચતુર્વિધ સંઘ (રૂબરૂ અગર પત્ર દ્વારાએ પૂછાયેલા પ્રશ્નો.) સંચયકાર- શ્રી ચંદ્રસાગરજી મહારાજ. ૧૩૨ પ્રશ્ન- મહાવિદેહક્ષેત્રમાં સદાને માટે ચોથો આરો જ વર્તે છે એમ કહેવાય છે એ શાસ્ત્ર સમ્મત છે? સમાધાન- મહાવિદેહમાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો, વિગેરે આરાઓની વ્યવસ્થા છે જ નહીં.
તો પછી ચોથો આરો જ વ છે એવું જેઓ ક્રહે છે તે તદન ખોટું છે; પણ તત્ર અનાદિ અનન્ત કાળને માટે મોક્ષમાર્ગ અપ્રતિબદ્ધ રહે છે, માટે આ ભરત ક્ષેત્રાદિકમાં જેમ સમગ્ર ચોથા આરામાં મોક્ષમાર્ગ ચાલુ રહે છે એ અપેક્ષાએ એમ કહી શકીએ કે મહાવિદેહ ક્ષેત્રમાં સદાને માટે આ ભરત ક્ષેત્રના ચોથા આરાના ભાવ વર્તે છે ને તેથી ત્યાં દુષમસુષમાપ્રતિભાગ નામનો કાળ હંમેશાં એમ શાસ્ત્રો કહે છે !!! જૈન શાસનમાં ઋષભદેવ ભગવાન, મહાવીર પ્રભુ આદિ તીર્થંકર વ્યક્તિ તરીકે પૂજાય છે કે જાતિ-તરીકે ? ને એક તીર્થંકરની પૂજાથી સમગ્ર તીર્થકરો પૂજાય છે કે કેમ ? તેમજ અવજ્ઞા અને આશાત-નાદિક દોષો એક વ્યક્તિના કરીએ તો પણ સમગ્રના લાગે
છે કે કેમ ? સમાધાન- જૈન શાસનમાં છે. ઋષભાદિક તીર્થંકરોની ગુણ ધારાએ પૂજા કરવાથી જાતિ-તરીકેજ
તેઓ પુજાય છે. પણ વ્યક્તિ તરીકે પૂજાતા જ નથી, તેથી એક તીર્થકરની અવજ્ઞા કે આશાતના કરવામાં આવે તો અનન્તા તીર્થકરોની અવજ્ઞા તથા આશાતનાનો દોષ લાગે, અને તેથી જ એક તીર્થંકરની પૂજા અને આજ્ઞાનું પ્રતિપાલન કરે તો અનન્તા તીર્થકરોની
પૂજા અને આજ્ઞાપાલનનો લાભ મળી શકે છે. પ્રશ્ન ૧૩૪- પરમધામથી, પરસ્પરથી અને ક્ષેત્રથી થતું દુઃખ મિથ્યાષ્ટિ અને સમ્યગ્દષ્ટિ
નારકીઓને એકસરખું હોય કે ન્યૂનાધિક ? સમાધાન- મિથ્યાષ્ટિ નારકી કરતાં સમદૃષ્ટિ ઓછા ઉત્પાતવાળો હોવાથી તેને પરમાધામીકૃત
અને અન્યોન્યકૃત દુઃખ ઓછું હોય છે, અને ક્ષેત્રથી તો બંનેને સરખું જ હોય છે.