________________
૧૧૫
શ્રી સિદ્ધચક્ર :
તા. ૧૨-૧૨-૩૨ પ્રશ્ન ૧૩પ- યુગલીઆ મનુષ્યોને વૃદ્ધાવસ્થા હોય કે નહીં? યુગલિકો આર્ય છે કે અનાર્ય ? સમાધાન- યુગલિક મનુષ્યોને વૃદ્ધાવસ્થા હોય જ નહીં, યુગલિકો અનાર્ય છે અને તે દેશ પણ
અનાર્ય છે, એટલા માટે શાસ્ત્રકારોએ અનાર્યનું લક્ષણ બાંધતાં જણાવ્યું કે યત્ર ક્ષેત્રે વનેfપ થઈ ત્યારે ન શ્યન્ત તત્ જે ક્ષેત્રમાં રવપ્રમાં પણ “ધર્મ' આવા
અક્ષરો સાંભળવામાં ન આવે તે અનાર્ય છે !!! પ્રશ્ન ૧૩૬- યુગલિકો અનાર્ય છે તો પછી દેવલોકે કેમ જઈ શકે? કારણ કે “ધર્મ' એવા અક્ષરોનું
પણ શ્રવણ તો એઓને છે જ નહિ! સમાધાન- અનાર્ય એળા યુગલિકો અગર બીજા કોઈ પણ અનાર્યો દેવલોક જાય એમાં કંઈ
અનાર્યપણું અથવા ધર્મરહિતપણું એ કારણરૂપ નથી ત્યાં તો કષાયની મંદતા જ કારણરૂપ છે, તે માટેજ શાસ્ત્રકારોએ કહ્યું છે કે “નિ:શૌનવ્રતવં ચ સર્વે” ઈત્યાદિ
શીલ તથા આચારવાળો ન હોય તો પણ કષાયની મંદતાથી દેવલોકમાં જઈ શકે છે. પ્રશ્ન ૧૩૭- કૃષ્ણ મહારાજ પોતાની પુત્રીઓને આવો પ્રશ્ન શા માટે પૂછે છે કે સ્વામિન્ય: વિમુ
તો વવાયૂમવિષ્યથ અર્થાત્ તમારે રાણી થવું છે કે દાસી ?” કારણ કે લોક
પ્રસિદ્ધ રાણીપણું જ તમામને ઇષ્ટ છે તો પછી આ પ્રશ્ન કરવાનું કારણ શું? સમાધાન- કૃષ્ણ મહારાજાએ પોતાની પુત્રીઓને “રાણી થવું છે કે દાસી ?' એમ પૂછ્યું હતું એનું
કારણ એક તો એ કે જો કોઈ રાજાની સાથે પરણવું એમ કહે તો તે મારી બત્રીસ હજાર રાણીઓની તો દાસી જ થાય છે. બીજી વાત એ કે જો ચારિત્ર લે તો મારી બત્રીશ હજાર રાણીઓને પણ પૂજ્ય થાય અને મહારાણીથી પણ શ્રેષ્ઠ બને; માટે દુનિયાદારીથી કોઈ પણ વિરુદ્ધ ન પડે અને ધર્મથી પણ અવિરુધ્ધ એવો તેણીઓને (પુત્રીઓને) અત્યંત હિતકારી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, તત્ત્વ એટલું જ કે મહારાણી થવું હોય તો સાધ્વીપણું
(સંયમ) અંગીકૃત કરો. પ્રશ્ન ૧૩૮- સમ્યગૃષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ એ બંને પ્રકારના નારકીઓને દુઃખ એક સરખું છે કે
જૂનાધિક છે? સમાધાન
મિથ્યાદૃષ્ટિ કરતાં સમ્યગુદૃષ્ટિ નારકીઓ પૂર્વભવમાં હારી ગયેલ જીંદગીના બંધાપાથી
વધારે દુઃખ વેદે છે ! પ્રશ્ન ૧૩૯- દેવતાઓએ મોક્ષ માર્ગ ગીરવી મૂક્યો છે એમ કહેવાય છે તે શી રીતે ? કારણ કે
મોક્ષમાર્ગ ગીરવી મૂકવાની ઇચ્છા તો કોઈ પણ ધર્માત્મા સમ્યગ્દષ્ટિની હોય જ નહીં.
તો પછી મોક્ષમાર્ગનું ગીરવીખત શી રીતે કહેવાય ? સમાધાન- દેવતાઓએ મોક્ષને ગીરવી મૂક્યો છે એમ એટલા માટે જ કહેવાય છે કે દેવતા પોતાના
ઉત્કૃષ્ટ આયુષ્યના ૩૩ સાગરોપમ તેઓ ગમે તેવી મહેનત કરે તો પણ મોક્ષ મેળવે જ નહીં, કેમકે જેમ એક વસ્તુ ગીરવી મૂકી હોય તે વસ્તુની મુદત પૂરી થાય ત્યારે જ તે મળે, તેમ દેવતાઓ પણ દેવાયુષ્ય પૂરું કરે ત્યારે જ મોક્ષના રસ્તે વધવાનું સાધન