________________
૧૧૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૨-૧૨-૩૨ જગવંદ્ય બનાવવા ધર્મને ઢીલો ન કરાય. .
જેટલા સન્માર્ગે હોય તેનો જ અહીં હિસાબ લેવાનો છે. ધર્મને જગદ્વંદ્ય બનાવવા માટે ધર્મને ખસેડવાનો હોય નહીં. સતીએ વિશ્વવંદ્ય થવાનું હોય એનો અર્થ, વિશ્વની ફરજ છે કે સતીને વાદે પણ એનો અર્થ એ નથી કે સતીએ શીલપાલનમાં જરા પણ ઢીલા થવું. લોકોને ધર્મમાં આદરવાળા કરો તેમાં વાંધો નથી. પણ ધર્મનો એક પણ પોઈટ છોડી વિશ્વવંદ્ય બનવાનું હોય નહીં. જગતનું ભલું ધર્મ પોતાના સ્વરૂપે રહે તેમાં જ છે. પોતાની કોમની વસ્તી વધારવા માટે સ્ત્રીના પવિત્રપણાને તિલાંજેલિ અપાય જ નહીં !!!
ગચ્છની સારણાદિકમાં આચાર્યના હુકમ પ્રમાણે જોડાવું એ ઉપાધ્યાયનું કામ છે. સમાંથી દીવાની ફોજદારી હકુમત સ્વતંત્ર છે એવું અહીં નથી. અહીં તો ઉપાધ્યાય આચાર્યના હુકમથી, સરછ સારણાદિકમાં અને સૂત્રાર્થ ભણાવવામાં ઉદ્યમવાળા છે. માત્ર સ્થાનો અને કાર્યવાહી જુદાં છે, પણ જુદા સ્વતંત્ર અધિકાર નથી, આચાર્યની આધીનતાઓ સારંણાદિક અને અધ્યાપન છે !
શાસ્ત્રોમાં આચાર્યના બે પ્રકાર કહ્યા છે. એક આચાર્ય, બીજો આચાર્યોપાધ્યાય જેમાં બે પુરુષો લાયક હોય તેમાંથી એકને આચાર્ય અને એકને ઉપાધ્યાય નિયુક્ત કરાય; જે ગચ્છમાં એક જ લાયક હોય તેમાં આચાર્ય તથા ઉપાધ્યાય બન્નેનું કાર્ય એક જ કરે ત્યારે સૂત્ર અને તેના બન્ને પ્રકારના અર્થને એક પણ ભણાવનાર હોય તે અપેક્ષાએ આચાર્ય ઉપાધ્યાય પણ કહી શકાય. આજકાલ અધ્યાપક બે પ્રકારના હોય છે. કેટલાક એક લેશનને તૈયાર કરી કલાસમાં હાજર થાય છે. જ્યારે કેટલાક શિક્ષકો એવા બુડથલ હોય છે કે વિદ્યાર્થીને શું સમજાવવું પડશે તેનો જેને ખ્યાલ સરખોય ન હોય તો તેના વિદ્યાર્થી કેવી રીતે તૈયાર થવાના ? ઊલટા વિદ્યાર્થી વિહવળ થવાના, કારણ કે પોતાને જે અભ્યાસ કરાવવો તેમાં પોતે લીન નથી. તેમ ઉપાધ્યાયે સારણાદિક કરવી પણ તે ઈશારા જેવી ! પણ મુખ્ય કામ વાંચનાદિકનું છે. આ પાંચ આચારનાં સૂત્ર જે જાણતા હોય, તેમાં તેનું મન તલ્લીન બનેલું હોય. જેનું મન અંગ, ઉપાંગ તથા સ્વાધ્યાયમાં લીન હોય અને તે વખતે, પાઠ વખતે બધું તૈયાર હોય. અર્થાત સ્વાધ્યારે સ્ત્રીનમના તે ઉપાધ્યાય કહેવાય !
આવા ઉપાધ્યાયનું સમ્યક્ પ્રકારે મન વચન કાયાની એકાગ્રતાએ ધ્યાન ધરો ! ”
આ ચોથા પદમાં ઉપાધ્યાય શું કહે તથા તેમનું અહર્નિશ કર્તવ્ય કર્યું તે બતાવ્યું. અર્થથી આચાર્યની, સૂત્રથી ઉપાધ્યાયની મદદ મળી છતાં પણ જીવનના નિભાવની ચીજો મેળવી આપવામાં ન આવે તો હથિયારવાળા ને કિલ્લામાં રહેલ છતાં અનાદિ સાધન વગરના લશ્કરની દશા કઈ? તેમાં મોહમલની સામા ધસેલું મુમુક્ષુ લશ્કર, અર્થરૂપી હથિયાર આચાર્ય સમર્પણ કર્યા, સૂત્રરૂપી કિલ્લા ઉપાધ્યાયે આપ્યા, પણ માંહોમાંહે જીવન નિભાવવાનાં સાધન ન હોય તો તે મુમુક્ષુ લશ્કર આગળ વધી શકે નહીં. એ લશ્કર ક્યું અને જીવન નિભાવવાના સાધન કયાં તે અગ્રે વર્તમાન
* .