________________
૧૧૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૨-૧૨-૩૨ विशृंखलापि वाक्वृक्तिः श्रद्धानस्य शोभते
શાસનની લાઈને ચાલનારો જેમ તેમ બોલશે તો પણ શોભશે.
સૂત્ર એ એકલું શીખે તેમાં સમજવું કે બળદ, ગાય વિગેરે પહેલાં ચરી લે તે પછી જ્યારે નિરાંત હોય, ચરવાનું બંધ થાય ત્યારે જ વાગોળે, તેમ અહીં સૂત્ર પછી અર્થ લે અર્થ એ વાગોળવાનું છે, અને સૂત્ર ચરવાનું છે.
એ જગા પર અર્થ વગર બાર વર્ષ સુધી એકલું સૂત્ર ભણે તે બાર વર્ષ ફોગટના ગુમાયા? બાર વર્ષ સૂત્ર, બાર વર્ષ અર્થ અને બાર વર્ષ દેશાટન. એમાં બાર વર્ષ સૂત્ર એ સ્વાદ વિના જાનવરની માફક ચરે, બાર વર્ષ અર્થ ભણે એ જ વાગોળવું. મૂળ વાત એ છે કે સૂત્ર અને સૂત્ર પૂરતા અર્થ ભણાવવાનું કામ ઉપાધ્યાયનું છે. નિર્યુક્તિ ભાષ્ય અને ચૂર્ણિ એ રૂપ અર્થ ભણાવવાનું કામ આચાર્યનું છે. અમે તો મૂળને જ માનીએ એમ કહેનારા બત્રીસના અર્થને નથી કરતા? અર્થ બોલવા છે, વ્યવહાર અર્થથી કરવો છે, વિચાર અર્થથી કરવો છે અને કહેવું છે માત્ર મૂળને માનવાનું, તે કેમ ચાલે? એકલા મૂળને માનવાનું કહેનારો હું મુંગો છું એમ કહેનારના જેવો મૂર્ખ અને જુદો છે, કેમકે મૂર્ખ અને જુહાપણા વિના હું મૂંગો છું' એમ કોઈ બોલી શકે જ નહીં. મૂળનો અર્થ માનનારાએ ધ્યાન રાખવું જોઈએ કે સૂત્ર એટલે શું? થોડા અક્ષરોએ ઘણા અર્થો સૂચવે, ઘણા અર્થોને માને તો જ સૂત્ર માન્યું ગણાય, નહીં તો લીટી માની ગણાય. આથી સમજો કે અર્થ ભણાવનાર આચાર્ય અને સૂત્રાર્થ ભણાવનાર ઉપાધ્યાય. નિયુક્તિ ભાષ્ય તે ચૂર્ણિરૂપ અર્થ આચાર્ય ભણાવે. સૂત્ર અને સૂત્રાર્થરૂપ પહેલો અનુયોગ ઉપાધ્યાય આપે. મૂળસૂત્ર માને તે ઉપાધ્યાયને માને છે ત્યારે શું આચાર્યને ઠોડુજી માને છે ? થળીના બાવા મહંતનું કામ શું? ગાયોનું છાણ એકઠું કરી છાણાં થાપે ત્યારે તો થળીનો મહંત ઓળખાય ! ત્યારે તમારા આચાર્ય પણ શી રીતે ઓળખાશે ? એ શું કરશે? સૂત્રના સામાન્ય અર્થ સિવાય એમ માનો ઘણા અર્થો હોવા જ જોઈએ ને એ બતાવવાની આચાર્યની ફરજ, તે બીજા કરતાં વધારે કિમતી હોવા જોઈએ. કિમતી અર્થો જ ઉપાધ્યાયજી બતાવે તો આચાર્ય શું કરશે ? ઉપાધ્યાય કરતાં ઘણા જ પદાર્થો જણાવનારા એવા અર્થે આચાર્ય જ બતાવે પછી ભલે નિર્યુક્તિ, ભાષ્ય વિગેરે ન માનો ! આચાર્ય જે બતાવે તે કલ્પિત હોય કે પરંપરાગત ? જો પરંપરાથી આવેલા માનો તો તેને આચાર્ય કહે તેથી તે અર્થ કહેવાય છે એવા કિમતી હોવાથી જ આચાર્યને કિમતી ગણવા પડે છે, પછી ચૂર્ણ વિગેરેનાં નામ ન લો તેની અમને અડચણ નથી.
પ્રશ્ન-લોકો ધર્મને જગવંદ્ય બનાવવા મથે છે અને તમે ત્રણે ફીરક્કામાં વહેંચાયેલા છે અને વળી તેમાં પણ પક્ષો પડતા જાય છે તે વાત લક્ષ્યમાં કેમ લેતા નથી?
જવાબ-ધર્મ જગઢંધ છે ને રહેશે પણ સંખ્યાને બહાને ધર્મનો નાશ કરવો નહીં, જ્ઞાનીનું વચન છે કે પાંચમા આરાના છેડે છેલ્લે દિવસે એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક, એક શ્રાવિકા હશે એટલે કે આકાળે સત્યના પક્ષકાર ઓછા હોય તે વખતે માણસ એક છે તેમ નથી પણ સંઘના દરેક વર્ગમાં એકજ મનુષ્ય હોય.