________________
૧૧૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૨-૧૨-૩૨ આચાર્ય તથા ઉપાધ્યાયના કર્તવ્ય વચ્ચેના ભેદનું સ્પષ્ટીકરણ.
સૂત્રના અર્થ ભણાવવાની અંદર તીર્થકરોનું અનુકરણ કરવું તે આચાર્યનું કામ છે, તેથી આચાર્ય એકલો અર્થ દે છે. આચાર્યો એકલો અર્થ છે તે તીર્થકરના અનુકરણ માટે એ વાત નક્કી થઈ છે, તો અહીં ઉપાધ્યાયમાં બે વાત કેમ નાખી? તેઓ સૂત્ર અને અર્થ બને ભણાવવામાં ઉદ્યમવાળા હોય એમ કહ્યું તો અર્થ આચાર્ય ભણાવે કે ઉપાધ્યાય ? અર્થ, સૂત્ર ને દાન વિભાગે, આચાર્ય ઉપાધ્યાય; એમ પૂજામાં પણ કહો છો. પછી અહીં સૂત્ર અર્થ બને દેવાનું ક્યાંથી રાખ્યું? આચાર્ય અર્થ દે તથા ઉપાધ્યાય સૂત્ર છે એ વાત સિદ્ધ થઈ ગઈ છે. તો અહીં આમ કેમ કહો છો ? એનું સમાધાન શાંતિથી સાંભળો ! અર્થ બે પ્રકારના છે, એક સૂત્રાર્થને એક નિર્યુક્તિ અર્થ. એમ અર્થના બે પ્રકાર છે ને તેથી જ અનુયોગમાં બે પ્રકારનો અનુગમ કહીએ છીએ. તે નિયુક્તિ અનુગમથી સૂત્રાનુગમ જુદો રાખીએ છીએ, તેથી સૂત્રથી વ્યાખ્યા કરવી. સંહિતા એટલે અખંડિત સૂત્ર કહેવું, સૂત્રનાં પદો જુદાં કરવાં અને સૂત્રનાં પદોનો અર્થ કરવો આટલે સુધી ઉપાધ્યાયનો હક છે, તેથી અનુગામના બે ભેદમાં પહેલો ભેદ આવી જાય અર્થશબ્દથી નિયુક્તિ અનુગમ રૂપ અર્થ ન લેવો, પણ સૂત્રાનુગમ રૂપ અર્થ લેવો, તેથી પહેલો અનુયોગ સૂત્ર અને તેનો અર્થ રૂપ છે, તે પહેલો અનુયોગ તે ઉપાધ્યાય આપી શકે. તેથી સૂત્ર અને અર્થ બને ઉપાધ્યાયને આપવાના થયા. આચાર્ય નિક્ષેપ, ઉપોદ્ધાત, સૂત્રસ્પર્શિકા, ચાલના, પ્રત્યવસ્થા વિગેરે આચાર્ય જ આપે. સૂત્ર અર્થસંહિતા પદ પદાર્થ એ પૂરતું ઉપાધ્યાય આપે. આ માટે સૂત્ર બને ભણાવતા ઉપાધ્યાય સૂત્રાનુગમ સુધીનો અર્થ જ આપે. નિર્યુક્તિ ભાષ્યાદિકનો અનુયોગ આચાર્ય કરે, માટે સૂત્ર તથા અર્થ ભણાવવામાં તૈયાર રહેલા એવા ઉપાધ્યાય હોય. કદાચ કહેશો કે સૂત્રના અર્થને અર્થમાં કેમ ન ગણવો ? ઉપાધ્યાયને એકલું સંહિતા અને પદ એ બેનો જ અધિકાર રાખો. પણ આમ કહેનારે સમજવું જોઈએ કે તો પછી અનુયોગના ત્રણને બદલે ચાર પ્રકાર કરવા પડશે ! શાસ્ત્રકારે અનુયોગ ત્રણ પ્રકારે કહ્યો છે. પહેલો અનુયોગ ઉપાધ્યાય કરે તે સૂત્ર અર્થનો જ કરે. વળી, બીજી વાત, અર્થ વગરનું સૂત્ર શું કાર્ય કરે ? જે “સૂત્રના સામાન્ય અર્થ પણ ન જાણે તેને પરિણામની વૃદ્ધિ કરવાની જરૂર કેમ પૂરી થાય પડિકમણું કરવા બેઠેલાને અર્થ આવડતો નથી તો તે પડિકમણું શું કરશે ? એવું બહાનું કોઈ કાઢે તો તે પોતે અર્થ જાણનાર કાઉસગ્નમાં લોગસ્સ તથા નવકારનો અર્થ દરેક વખતે ચિંતવે છે ? અર્થના અજ્ઞાનપણાથી જ શુભ ઉપયોગ નથી રહેતો એવું કથન ભરમાવનારું છે. જેનો અર્થ જાણો છો તેના લક્ષ્યની ખામીને લીધે ઉપયોગ રાખી શકતા નથી. શીખ્યા પછી ઉપયોગની ખામી રહે છે. સૂત્રની સાથે અર્થની જરૂર છે તેમાં અર્થનું બિનજરૂરીપણું કહેતો નથી. અર્થના નામે જે સૂત્રને ખસેડે છે તેને કહું છું કે નવકાર ગણતી વખતે અર્થનો ખ્યાલ કેમ નથી દેતા ? આપણે નવકાર કે લોગસ્સની સંખ્યા ઉપર ખ્યાલ દઈએ છીએ પણ અર્થ તરફ લક્ષ્ય દેતા નથી. આથી અર્થની જરૂર નથી તેમ નથી. પણ અર્થના નામે જેઓ સૂત્રને ખસેડવા માગે છે તેને માટે આ કહું છું. શ્રદ્ધાવાળો અશુદ્ધ બોલે તો પણ શોભે. પણ શ્રદ્ધા હીન થઈ હોય તેટલું શુદ્ધ અને સારું બોલે તો પણ તે ન શોભે.