________________
૧૦૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૨-૧૨-૩૨ પણ ધરાવી હોય. છતાંએ તે વખતે એવી સ્થિતિ હોય કે જેની અંદર તેને તેના નામનો પણ ઉપયોગ મહામુસીબતે આવે. કેટલાક કહે છે કે ફક્ત નવકાર જ ગણ્યો તેમાં વળ્યું શું? દેવદત્ત નામના મનુષ્યનેદેવદત્ત! દેવદત્ત !' કહીને દરરોજ બોલાવાય છે છતાં અન્ય વખતે નામ દઈને બોલાવાય તેમાં હુંકાર આપવાનો તે દેવદત્તને કંટાળો સરખોએ આવતો નથી, કારણ કે પોતાનું નામ જ તે પડેલું છે જેથી એ નામથી લોકો બોલાવે છે. જેમ આમ નક્કી સમજ્યાને અંતે તેનો સંસ્કાર જબરદસ્ત જામે છે તેમ સેંકડો વખત નવકાર ગણો તેનો સંસ્કાર પણ પોતાના નામ જેવો જ બેસવો જોઇએ !!! વાત એમ છે કે જ્યાં નવકારને પણ સંસ્કારમાં લાવવો મુશ્કેલ હોય ત્યાં ચૌદ પૂર્વાદિને તો સંસ્કારમાં કેવી રીતે લાવી શકાય? ખૂબ ખૂબ વિચારો કે અંત અવસ્થામાં જવાબ દેનાર હોય તો માત્ર નવકાર છે. ચૌદ પૂર્વીને પણ છેલ્લે છેલ્લે નવકાર જ કામ લાગે છે. શ્રીપાળ મહારાજામાં નવપદનો સંસ્કાર એવો તો જામી ગયેલો કે જે સંસ્કારને લીધે આપત્તિના પ્રસંગે પણ પ્રથમ તે જ યાદ આવ્યું અને સ્ત્રી પરિગ્રહાદિ હતું છતાં બધું ભૂલી જવાયું, સાઠ, સિત્તેર કે સો વર્ષની જીંદગીનું એકઠું કરેલું ડહાપણ મરણના ભય આગળ નાશ પામે છે. “પાણીમાં બાચકાં ભરવાથી શું વળે ?' એમ તો બધાએ કહીએ છીએ, પણ સો વર્ષનોએ મનુષ્ય પાણીમાં ડૂબે ત્યારે તો પાણીમાં જ બાચકાં ભરે છે. સો વર્ષ સુધી એની એ વાત એ પણ બોલનાર હતો તો હવે પોતે જ કેમ બાચકાં ભરે છે ? શું સો વર્ષનું શાણપણ ક્ષણવારમાં ચાલ્યું ગયું ? ના, તત્ત્વથી જીવનની ઇચ્છાનું જ બળવત્તરપણું છે. તેથી અહીં સહજ મરણની ક્ષણ વખતે “નમો અરિહંતાણં' મુખમાંથી નીકળે એ તત્ત્વદૃષ્ટિ વગર કેટલું મુશ્કેલ છે ? ઉત્તરસાધક વિના સિદ્ધિ નથી.
અહીં શ્રીપાલના ચરિત્રમાં નવપદનો મહિમા જણાવે છે. તે નવપદમાં ત્રણ તત્ત્વ છે. દેવ, ગુરુ અને ધર્મ. દેવતત્ત્વ એ સંપૂર્ણ દશાને પામેલું તત્ત્વ છે અર્થાત્ સિદ્ધ છે, સાધક નહિ. અરિહંત પણ ધર્મની સિદ્ધ દશામાં જ છે, કારણ કે હવે તેમને સંસારમાં રખડાવનાર એકે કર્મ નથી, જેમ સિદ્ધને એકે કર્મ રખડાવનાર તરીકે બાકી રહ્યું નથી તેમ શ્રી જિનેશ્વરને પણ રહ્યું નથી. તેથી બંન્ને સંપૂર્ણ છે. ધાતિકર્મોનો નાશ તો બંન્નેનો સરખો જ થયેલો છે માટે તે બંન્નેને દેવતત્ત્વમાં લીધા છે “દેવતત્ત્વના આધારે સંપૂર્ણ દશા પ્રાપ્ત કરવી યોગ્ય છે” એમ ધાર્યું છતાં પણ સાધક-પ્રર્વતક ન મળે તો ચીજ સાધી શકે, કે પ્રવર્તી શકે ખરો કે ? આ આત્માનો ઉત્તર સાધક કોણ ? તમે જાણો છોને કે મંત્રમાં પણ ઉત્તરસાધક ન હોય તો મંત્ર સાધી શકાતો નથી. તેવી રીતે અહીં પણ આત્માએ મોક્ષ સિદ્ધ કરવો છે તેની સિદ્ધિમાં ઉત્તરસાધક કોણ? કોઈ કહેશે કે ઉત્તરસાધકનું કામ શું? આવતાં વિઘ્નોને આત્મશક્તિથી પોતે જ દૂર કરે. વાત ખરી ! પણ આત્મામાં પ્રવૃત્તિ કરનારો અંદરના વિપ્નોનું જ નિવારણ કરે; બહારના આવતા વિનોનો તો ઉત્તરસાધક જ નાશ કરે. તો તે ઉત્તર સાધક કોણ ? મિથ્યાત્વી તરફથી થયેલા આક્ષેપો, તેમના પરિચયથી શ્રદ્ધાનું ડોળાવું અને આરંભાદિકની પ્રવૃત્તિથી થતી ચંચળતા આ બધા વિદ્ગોને દૂર કરનારા તો આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ જ ઉત્તરસાધક છે !!! અન્યમતિ અથવા શાસનમાં જ રહી શાસનનો જ ધ્વંસ કરવા ઇચ્છનારાને પોતાને જૈન ગણાવતા જૈનાભાસો તરફથી થતા આક્ષેપોનું સચોટ સમાધાન કરનાર ન હોય તો આ આત્માની શી દશા થાય? દશ હજારનો પગાર ખાનાર એવા મોટા ન્યાયાધીશોને પણ વાદી જે વખતે પોતાના કેસને