________________
૧૦૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૨-૧૨-૩૨ સાબિત કરે તે વખતે તે વાત કબુલ કરી લે છે અને સામાને આરોપી પણ ઠરાવે છે, પણ જ્યાં આરોપી તરફથી ફરિયાદીના મુદ્દા તોડી નાખવામાં આવે તે વખતે તે જ ન્યાયાધીશો જેને આરોપી ઠરાવ્યો હતો તેને જ નિર્દોષ જાહેર કરી છોડી દે છે. જેમ ન્યાયાધીશ પણ એક બાજુના પુરાવા સાંભળે એટલે તે તરફ દોરાઈ જાય, પણ તેનો તે જ ન્યાયાધીશ બીજી બાજુના પુરાવા સાંભળ્યા પછી ઠેકાણે આવી જાય છે. તેમ આપણે પણ એક બાજનું જ સાંભળીએ અને બીજુ ન જ સાંભળીએ તો એક બાજુ જ દોરાઈ જઈએ એમાં આશ્ચર્ય પણ શું? મિથ્યાત્વ આરંભાદિકનું તો તને દુનિયામાંથી સાંભળી લ્યો, પણ એનું સમાધાન ક્યાં સાભળવાનું? દુનિયામાં મિથ્યાત્વ, અવિરતિ, આરંભાદિકનાં આક્રમણો તો અહર્નિશ ચાલુ જ છે ! એમાંથી તમારો બચાવ કોણ કરે ? ઉત્તરસાધક !! સાધુના સમાગમ વિના ઉત્કૃષ્ટ શ્રાવક પણ મિથ્યાત્વને પામે છે.
જેઓ સમકિતી, બાર વ્રતધારી, તપશ્ચર્યા કરનારા તથા પોષધાદિમાં પ્રવૃત્ત હોય એવા પણ જો સાધુના સમાગમમાં ન આવે તો મિથ્યાત્વનો ઉદય પામે છે. આ સ્થાને નંદ મણિયારનું દૃષ્ટાંત અત્યુપયોગી હોવાથી વિચારવું આવશ્યક છે. નંદ મણિયાર સમક્તિ હતો, બારવ્રતધારી હતો અને ભર ઉનાળામાં ચોવિહાર, અઠ્ઠમ અને ઉપરાઉપરી ત્રણે દિવસના ચોવિહાર પૌષધો કરનારો હતો, આમાં ધર્મપણામાં ખામી કહી શકાશે?નહીં જ! છતાં કેટલોક વખત એને સાધુનો સમાગમ બંધ થવાના પરિણામે આખરે તે મિથ્યાત્વમાં ગયો. કારણ એ જ કે ગુરુમહારાજના સમાગમથી જે સંસ્કારો પોષાતા હતા તે સમાગમ પોષાતા બંધ થવાથી બંધ થયા, ટકાવી ન શક્યો અને તેથી એ મણિયાર મિથ્યાત્વી થયો.
શંકા-અત્યારે આ ક્ષેત્રે સંપૂર્ણ સાધુપણું તીર્થકરોએ કહ્યું છે ખરું?
સમાધાન-સંપૂર્ણ સાધુપણું અને કેવળજ્ઞાનને તો આંતરો ફકત બે જ ઘડીનો હોય છે. ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર જ સંપૂર્ણ કહેવાય તે તો જાણો છોને ! અને તેવા ચારિત્ર પછી બે ઘડીએ કેવળ. યથાખ્યાત પણ બે પ્રકારનું છે. “ઔપથમિક અને ક્ષાયિક ક્ષાયિક ભાવનું યથાસ્થિત સાધુપણું તેને જ બે ઘડીનો આંતરો છે. વર્તમાન સાધુપણું અંગિકાર કર્યા પછી બે ઘડીએ કેવળજ્ઞાનનો આંતરો છે તેમ કહેનારા શાસ્ત્રની શ્રદ્ધાવાળા જ નથી. શાસન કોનાથી છે? તીર્થ વિદ્યમાન સાધુઓથી જ છે.
અત્યારે તો બકુલ કુશીલથી જ શાસન છે- તીર્થ છે, એમ શાસ્ત્રના કથનથી સ્પષ્ટ છે. છતાં જેઓ “અત્યારનું સાધુપણું તે સાધુપણું જ નથી' એમ બોલનારને કેવા કહેવા? અત્યારે તો ખુદ તીર્થકરોએ પણ તે સંપૂર્ણ સાધુપણાનો અભાવ જ કહ્યો છે. વર્તમાનમાં તો ફકત અષ્ટપ્રવચન માતાના જ્ઞાનવાળો પણ પાંચમો પરમેષ્ઠિ અને જ્ઞાની છે. અને તેથી તો “મારુષ” અને “મા તુષ” એ બે શબ્દોને પણ ગોખતાં ગોખતાં માસતુષ’ ગોખાઈ જતું હતું તેવા સાધુ પણ પરમેષ્ઠિમાં જ ગણાયા છે. જ્ઞાન મળ્યું પણ વિરતિ ન હોય તેવા વિરતિ વગરના જ્ઞાનને કેવું ગણવું ? તેને માટે તો શાસ્ત્રકારોએ કહ્યું છે કે તે લાકડાનો ભારો ઉઠાવી ચાલનારો ગધેડો છે. બકુશ કોણ કહેવાય ? રિદ્ધિના ગારવવાળા, યશની ઇચ્છાવાળા, પરિવારની સ્પૃહાવાળા ઘણા ઉપકરણની ઇચ્છાવાળા વિગેરે ! આ તો બકુશ શબ્દનો ભાવાર્થ કહ્યો છે આથી આનો અર્થ સાધુએ ઢીલા થવું એમ