SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ શ્રી સિદ્ધચક્ર તા. ૧૨-૧૨-૩૨ લગીર પાણી વધારે આવે તો શું યાદ આવે છે? નવપદ કે આખાએ સંસારના નાશના ભયની સાથે મરણનો પાકો ભય? -ઇપણી આરાધના કેવી છે તેનો વિચાર કરો ! જેવું આરાધન તેવું સ્મરણ! આત્માને સંપૂર્ણ સંસ્કાર વાસિત બનાવ્યા વિના તન્મયતા પ્રાપ્ત થાય પણ ક્યાંથી ? કહો કે એ દિશાને અનુકૂળ આરાધન થયું નથી. સમ્યમ્ દ્રષ્ટિ આત્માનો, ધન, સ્ત્રી, ઘર, હાટ હવેલી માટેનો ઉદ્યમ તો ઉપલકીયો જ હોય. પ્રસંગ આવે તે વખતે તો પેલું જ યાદ આવે ! શ્રીપાલ મહારાજાનો આત્મા સંપૂર્ણ રંગભીનો હતો. દરિયામાં પડતાં (એ તો મગર આવ્યો અને એની પીઠ ઉપર આશરો મળી ગયો, નહીં તો) મરણનો જ સોદો હતો, છતાં એ એમનું મન ઠકુરાઈમાં કેમ ન ગયું? એઓને નવપદ જ કેમ યાદ આવ્યા ? એમને સ્ત્રીઓ, મિલકત, વહાણો વિગેર ઘણુંએ હતું, પણ કહો કે એમના મનમાં એ બધું (નવપદજીની પાસે) “આંગળીથી નખ વેગળા” સરખું જ હતું. જેમ નખને રાખીએ છીએ તો સાથે જ, પણ સ્વરૂપે આગંળીથી વેગળા જ ! તેમ સમ્યગ્દષ્ટિ આત્માપણ આરંભ, પરિગ્રહ, વિષય કષાયાદિમાં જોડાયેલો હોય તે છતાં પણ તેની ચોટ તો ધર્મ ઉપર જ હોય ! એટલે કે તેનું આખુંએ જીવન ઘર્મમય જ હોય! દરેક પુણ્યવાનો એ ખ્યાલમાં રાખવું ઘટે કે મનુષ્યપણું પ્રાપ્ત થયા પછી જ એ સંયોગની પ્રાપ્તિ છે. એથી ધારો તો એ સંયોગનું ફળ અને એ સંસ્કારશક્તિ અહીંથી પણ મેળવવી અત્યારે પણ સુલભ છે. ભીડ વખતે કામ આવે એ જ ખરી મિલકત !! અહીં શ્રીપાળ મહારાજા રિદ્ધિને આધીન પણ હતા, છતાં એમનું એ લીનપણું પ્રત્યાખ્યાના વરણી કે અપ્રત્યાખ્યાનાવરણીના ઉદયનું હતું. અનંતાનુબંધીના ક્ષયોપશમાદિ થયા હોય તો જ તત્ત્વ તરફ દૃષ્ટિ રહે, તદનુસાર તેવા ક્ષયોપશમને પ્રાપ્ત કરનારમાંના તેઓ પણ એક હતાં. અપ્રત્યાખ્યાનાદિના ઉદય વખતે આરંભ પરિગ્રહાદિ તરફ વિશેષ મન ખેંચાતું રહે તેવો ભાસ પણ થાય છતાંએ તેની ખરી પરીક્ષા તો વિપત્તિ આવે ત્યારે જ થાય. એટલે કે દયના ઊંડાણમાં જે ખરી વસ્તુ; બેઠી હોય તે વિપત્તિના વખતે પ્રથમમાં પ્રથમ તમે યાદ આવી જાય. મુખમાંથી નીકળી જાય ! એવી રીતે શ્રીપાલ મહારાજને પણ વિપત્તિના પ્રસંગે દયમાં રહેલી સાચી વસ્તુ (નવપદ) તે દરેક કરતાં પ્રથમ મુખમાંથી નીકળી જાય એટલે કે મરણના પ્રસંગે તે જ વસ્તુ આવીને ઊભી રહી ! અહીં કોઈ પ્રશ્ન કરે કે ફક્ત નવપદને યાદ કરનારામાં જો તેટલાથી પણ તન્મયતા સંભવતી હોય તો પછી અંગ, ઉપાંગો અને ચૌદ પૂર્વે શું નકામા ? ના ! નકામાં નથી ! એ આખીએ જીંદગીમાં કામના જ છે, પણ છેલ્લો વખત આવે ત્યાં ન તો અંગ, ન તો ઉપાંગ કે ન તો ચૌદ પૂર્વ કામ કરે ત્યાં કામ કરે કોણ? ફક્ત એક નવકાર ! વિચારો કે કોટિધ્વજને પણ ખરી મિલકત કઈ ? રોકડ ! કે જે આપત્તિના પ્રસંગે તુરત કામ આવે ! લેણદેણ વિગેરે તો ચાલુ વેપારમાં કામનું, પણ મુસીબતમાં તો રોકડ હોય તે જ કામ લાગે; તેવી રીતે ચૌદ પૂર્વે, અગિયાર અંગ, બાર ઉપાંગ એ તમામ ચાલુ વહીવટની મિલકત સમજવી, પણ મરણ રૂપ ભીડ હોય તે વખતે તો કેવલ નવકાર જ મિલકત છે કારણ શું? એક જ ! મરવા સૂતેલાને તેનું નામ દઇને બોલાવીએ છીએ તો હાં કહે છે ફક્ત એકનું એક કામ પણ તેણે હજારો વખત કર્યું હોય, કરવાને માટે ઉત્કંઠા
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy