________________
૧૦૩
તા. ૧૨-૧૨-૩૨
શ્રી સિદ્ધચક્ર श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
“આગમોદ્ધારકની અમોઘ દેશના”
ઉપાધ્યાય. ' બત્રીશ આગમ માત્ર માનનારાને આચાર્ય માનવાનો હક નથી !! સાધુના સમાગમ વગર બારવ્રતધારી શ્રાવક પણ મિથ્યાત્વી થઇ જાય છે !!
ઉપધાનની અવગણના કરનાર અનંત સંસારી છે !!!
गणतित्तीसु निउत्त सुत्तत्थज्झावणंमि उज्जुत्ते।
सज्झाए लीणमणे सम्मं झाएह उज्झाए ॥ જેવું આરાધન તેવું સ્મરણ.
આ શા) સ્ત્રકાર મહારાજા શ્રીમદ્ રનશેખરસૂરીશ્વરજી મહારાજ ભવ્યજીવોના હિતને માટે IF Yઇ ધર્મોપદેશ કરતા થકા પ્રથમ જણાવી ગયા કે શ્રી શ્રીપાલ-ચરિત્રમાં શ્રીપાલની રિદ્ધિ
સિદ્ધિ, રોગ નિવારણ અનિષ્ટ વિયોગ અને ઈષ્ટ સંયોગ વિગેરેમાં નવપદનું * આરાધન જ મુખ્ય ભાગ ભજવે છે. ઉપર બતાવે દુન્યવી ચીજો દરેકને ઈષ્ટ લાગે
છે. ખાવું બધાને ગમે છે પણ ખાવાની ઇચ્છાવાળાએ રસોઇ કરવાનું પણ તેટલું જ ઉપયોગી છે તે લક્ષ્યમાં જ ન લેવાય ત્યાં સુધી ભોજનની વાતો હવાઈ કિલ્લારૂપ જ લેખાય.
આ ચરિત્રમાં રિદ્ધિ, સમૃદ્ધિ, ઈષ્ટ સંયોગો, અનિષ્ટનિવારણ વિગેરે સાંભળીએ ત્યારે તો ઉત્કંઠાવાળા થઈએ પણ તેનું મૂળ છે, નવપદનું આરાધન તે ઉપર લક્ષ્ય ન ચોંટાડીએ તો તે પણ ખાલી વાતો જ મનાય ! શ્રીપાલ મહારાજા નવપદમાં કેટલા તન્મયપણે લીન હશે તેનો વિચાર કરો ! દરિયાની મુસાફરી કરતાં અપૂર્વ વસ્તુ જોવા માટે ધવલના બોલાવવાથી પોતે ફાટક પર આવેલા છે. અપૂર્વ વસ્તુ કઈ ? સાત મુખવાળો મચ્છ ! આ વખતે આરાધન બુદ્ધિ કે સ્મરણનો પ્રસંગ પણ નથી, ખરુંને? પણ છે
જ્યાં ફાટક પર આવ્યા, ધવલે દોર કાપ્યો અને તેઓ દરિયામાં પડે છે. તેવે વખતે પણ મુખમાંથી “નમો મહિતા' એ પદ કેમ નીકળ્યું હશે ? દેહરા અને ઉપાશ્રયમાં એનું સ્મરણ આવે તે તો સ્વભાવિક છે, પણ દુન્યવી ચીજ દેખતાં દરિયામાં પડે, વળી જ્યાં નિરાધારપણું છે અને તેમાં પણ જે વખતે જીવનમરણનો પ્રશ્ન છે તે વખતે “નમો અરિહંતા” યાદ આવવું એ કેટલું મુશ્કેલ છે તે વિચારો !!! બહુ બહુ વિચારતાં માલૂમ પડશે કે એમનો એવો તો ઉત્કૃષ્ટ સંસ્કાર હોવો જોઇએ કે તરણ તારણ તો એ જ ! અને એથી તો ગમે તેવા વિકટ પ્રસંગે પણ એ સિવાય એના મુખમાં બીજું નામ જ નહોતું. દરિયામાં ડૂબવા જેવા ભયંકર પ્રસંગે પણ એ યાદ આવે ત્યારે તો તન્મયપણાની અવધિ જ કહી શકાય. સામાન્ય રીતે વિચારો કે આપણે એક સાધારણ પાણીવાળી નદી ઊતરતા હોઈએ તે વખતે