SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ શ્રી સિદ્ધચક્ર તા. ૧૨-૧૨-૩૨ પ્રભુએ આદરેલા ને કહેલા પાંચ મહાવ્રત, તપશ્ચર્યા, લોચ, વિહાર, અને વ્રત પચ્ચખાણદિને અત્યારે પણ આદરી રહેલો મુનિવર્ગ વિદ્યમાન છતાં, એ ન માને અને સમયને જ આગળ ધરે તે શું ઓછી અણસમજ ગણાય? તપચિંતામણિના કાઉસ્સગ્નની પદ્ધતિ શી છે? “પ્રભુએ જેમ છ માસનો તપ કર્યો તેમ તે આત્મા ! તું પણ કર ! એટલો ન બને તો ઓછો કર ! યાવત્ નવકારશી કર !” આ રીતિએ સમયના શરણે જનારાઓ કદી પણ મૂલગુણ ને ઉત્તરગુણની રીતિ આત્માને સમજાવતા જ નથી ! પ્રભુના વર્તન અને વચનને અનુવર્તનારા અત્યારે પણ વિદ્યમાન છે એ તેઓને પ્રત્યક્ષ ઓળખાવ્યા પછી પણ તેઓ સમયવાદને છોડતા જ નથી, ધર્મ પ્રત્યે અલ્પ પણ આદર કરતા નથી. આમ છતાં એ સાધુવર્ગના સંયમના અલ્પ સાધનોમાં પણ એને ભયંકર પરિગ્રહ ભાસે, એની જ વાતોની પંચાતો ઊભી કરે એવાઓની મનોદશા કેવી હશે !! વિષમ સ્થાનમાં ઊભેલો આત્મા, ઉત્તમ સ્થાને વિરાજમાન આત્માઓને તેઓના કર્તવ્ય સૂચવવા લાગે; અને એની ત્રુટિઓ ઓળખાવવા ઊઠે એ નાનીસૂની નાદાનિયત તો ન જ લેખાય !!! હિતની વાતો હળવેથી સમજાવતાં પણ સામો બેઠો હોય ત્યાંથી સીધા ચાલી જવાની અને વેગળો પડયો વાંકું વહેવાની એને ટેવ જ પડેલી હોય છે ! ! એવે ટાઇમે સાર્વત્રિક હિતાહિતની પરવા ન કરતાં ફક્ત સ્વકીર્તિના રક્ષણાર્થે જ ધર્મ અને જાતિકુળ વિગેરેને તેઓ ઊલટભેર ધક્કો મારે, એ પરમ ખેદનો વિષય છે ! આથી ધર્મપણું તો હતું જ નહીં પણ મનુષ્યત્વથી પણ તે બાતલ થાય છે એ તો એને સમજાતું જ નથી. પતનશીલતાની આવી પરાકાષ્ઠા શાથી ? યતઃ विहितस्याननुष्ठानान्निंदितस्य च सेवनात् । अनिग्रहाच्चद्रियाणां नरः पतनमृच्छति ॥ અર્થ - વિહિત અનુષ્ઠાન ન સેવવાથી, નિંદિત પ્રવૃત્તિના સેવનથી તથા ઇંદ્રિયોના અનિગ્રહથી મનુષ્ય પતન પામે છે. જેણે જાતિ, કુળ અને ધર્મ ત્રણેને ચૂકી, ત્રણેયની મર્યાદાને નેવે મૂકી, પ્રત્યક્ષ કુધારાઓને જ સુધારા માન્યા તેને સાચો ધર્મ સમજાય પણ શી રીતે ? સુધારાના સેવન તથા સિંચનમાં જ સર્વસ્વ માનવાના પરિણામે વિષયોની પ્રાપ્તિ માટે ભયંકર પ્રવૃત્તિઓને પણ તે અમલમાં મૂકતાં અચકાતો નથી. તેને અંગે એમને સ્ત્રી પુત્રાદિ પરિવાર, માલ મિલકત, બાગ, બંગલા, બગીચા, લાડી, વાડી અને ગાડીમાં જ મહત્ત્વતા મનાણી છે. એમાં જ રાચવું અરે ! રાચ્યા માચ્યા રહેવું એ તો એને જીવનની એક ઉત્તમ લ્હાણ મનાણી છે, અનેરી મોજ સમજાણી છે. આ આત્માએ ધર્મ પામે ક્યારે ? વિષયને મેળવી આપનારા તમામ સંયોગો ઈષ્ટ જ મનાયેલા હોવાથી એને છોડવાનો ઉપદેશ કરનારાઓ તો એને શત્રુ સમાન જ ભાસવા લાગ્યા !! આથી ઉપકારીઓ ઉપર પણ લાલપીળા થઈ એને સદંતર ઉખેડી નાંખવાની પણ એ વાતો કરે, અરે ! આગળ
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy