________________
૧૦૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૨-૧૨-૩૨ વધી તથા વિધ કપટ પ્રબંધો યોજે અને તેને અનુકૂળ પયંત્રો પણ ગોઠવે તેમાં આશ્ચર્ય પણ શું ? ક્યાં ગયું જૈનત્વ ? ભવાન્તરમાં આનું પરિણામ શું ? વાસ્તવિક તો એ ભાગ્યવાનો (?) હજી તદ્દન બાલભાવમાં જ ખેલી રહ્યા હોય એમ લાગતું હોવાથી શાસન એ જ શરણ એને ક્યાંથી મનાય ? પોતે હળદરના ગાંઠીયે જ ગાંધીની દુકાન માંડી છે એ એમને સમજાતું જ નથી. પ્રત્યક્ષ બનાવોને જ પ્રમાણભૂત માનવાની હઠનું એ પરિણામ છે. ખરી વાત તો એ છે કે એ વર્ગને સર્વજ્ઞનાં વચનો પ્રત્યે શ્રદ્ધા જ નથી ! વ્યવહારમાં તો નભવાનું હોવાથી વર્તમાન વાયુમાં વહેતું મૂક્યા સિવાય છૂટકો પણ નહોતો, જેથી તેમાં પણ તેણે આપેલો સાથ મન વિનાનો અને અણસમજવાળો જ હોય છે. કૃત્યાકૃત્ય સમજ્યા વિના લીટે લીટે ચાલવાની જ એની પ્રથા છે “ખાલી ચણો વાગે ઘણો' તદનુસાર એનું ભાન ઠેકાણે લાવવા કોઈ પ્રયાસ કરે તો તેમાં પણ તે સર્પની માફક છંછેડાઈ જાય છે એમાં પણ વસ્તુતઃ પોતાના નગ્ન સ્વરૂપને ઢાંકવાના તે વ્યર્થ ફાંફાં જ મારતા હોય છે. સુજ્ઞ સમાજને એની કિંમત તો નથી જ. છતાં એ પડયો પોદળો (છાણ) ધૂળ લે જ તેવી રીતે આવા વર્ગથી પણ સમાજ તો ડોહળાય જ છે. ચૈતન્યવાદને પ્રાણભૂત માનનાર વ્યક્તિઓની વિદ્યમાનતા એ તો એના દુઃખની અવધિ છે. કારણ એ જ છે કે અન્યને બચાવી લેવા માટે ધર્મઓ એને એના વાસ્તવિક (નગ્ન) સ્વરૂપે હરપળે ઓળખાવતા જ રહે છે. એની (જીભની) મીઠાશમાં તથા અભિનયાદિમાં પણ છૂપો છૂપો અધર્મ જ ઊછળતો હોવાથી સુજ્ઞજનો એના સસંર્ગથી પણ દૂર રહે છે. એના એ આત્માઓ જો ધર્મને આદર આપે તો એ જ ધર્મીઓ અને દયાભર ભેટે, આ નિઃશંક વાત છે. પણ તે તો ફક્ત સુધારા સિવાય ધર્મ કર્મ કાંઈ માગતા જ નથી. ખરાબી આટલી હદે છતાં પણ ધર્મમાં ખપવાનો એને ઉમળકો સુજ્ઞજનો પૂરો કરતા નથી એ જ એના તરફથી ઉપસ્થિત થયેલ અત્યારના ભારે (મહાન) વિગ્રહનું મુખ્ય કારણ છે.
એ વિખવાદની શાન્તિ અને સમાધાની તો સહુ કોઈ ઇચ્છે છે પણ સમાધાની એટલે શું ? સમાધાની સત્યની કે જૂઠાની ? એક માણસ કોઈની સ્ત્રીનું હરણ કરી જાય, તે કેસ કોર્ટ જાય, વાંધાની પતાવટ (સમાધાની)માં મેજિસ્ટ્રેટ બનેને સરખા હક આપે એ જેવું હાસ્યાસ્પદ છે, તેવી જ રીતિએ ધર્મને વેચી નાંખવા મથતા આત્માઓને પણ ધર્મી પાસેથી જ અર્ધ ભાગ અપાવવાના મનોરથો સેવવા એ પણ તેવું જ હાસ્યાસ્પદ છેઃ બલ્ક એવા ચુકાદા આપવાના મનોરથો સેવનારાનું સ્થાન પણ ઉપરનો ચુકાદો આપનાર મેજિસ્ટ્રેટ જેવું છે.