________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૨-૧૨-૩૨ વહેનારા સાધુપુરુષોના શુદ્ધ જીવન ઉપર જ હુમલા કરવાની એને લત લાગેલી હોય છે !! યેનકેન પ્રકારેણ પુણ્યની મૂર્તિરૂપ મુનિપુંગવોને સમાજમાં હલકા પાડવા એ જ એની દિનચર્યા છે. સર્વને એ સુવિદિત છે કે તેવા અણસમજુઓની સુજ્ઞ સમાજમાં તો કિંમત જ નથી. છતાંયે પ્રશ્ન એ રહે છે કે એ આત્માનું શું? ઉત્તમોત્તમ એવો સર્વજ્ઞ ધર્મ આદરીને એ તરશે ક્યારે? ધર્મ અને એને આદરનારા પવિત્ર આત્માઓ ઉપર દ્વેષ કરનારા બુદ્ધિના બારદાનોની બુદ્ધિ એકલા જડવાનદને જ જુએ છે. ચૈતન્યવાદનો તો તેને ખ્યાલ સરખોયે આવતો જ નથી. આમ છતાયે એને તેવી પણ બુદ્ધિનો મદ અટેલો તો ગાઢ હોય છે કે તેને સીધી વાત સમજાવનારને “ચોર કોટવાળને દંડે' એ કથનાનુસાર ઉન્માદી કહી દે છે. સામાને ઊંચા તો નહીં પણ પોતાની સમાન પણ તે દેખતા નથી; પોતાની સમાન કોઈપણ હોય તેવું તે માનતા જ નથી, પૂર્વાચાર્યોના ગ્રંથોમાંની પણ ફક્ત એક જ પંક્તિનો ઉદ્દેશ (ભાવ) તારવવાનું એને કહેવામાં આવે તેટલામાં જ અકળાઈ જાય, એવા તો બુદ્ધિમાન (?) છતાં પણ એ જીદીઓએ પકડેલ પૂંછડાં સર્વજ્ઞનું શરણ સ્વીકારતા જ નથી !! બુદ્ધિમત્તાનું માપ તો ત્યાં જ ખડું થાય છે છતાંએ પડળ જ ઊંધાં હોય ત્યાં એને સમજાવવાથી પણ શું વળે ? આવાઓને અર્થના અનર્થો અને અનર્થોના અર્થો ઊભા કરવામાં પુણ્ય પાપનો ડર ન હોય એમાં નવાઈ પણ શું? કરેલો અનર્થ અને અનર્થરૂપે સમજાય તોયે અનર્થને જીવતો રાખી સમાજમાં અથડામણો ઊભી કરે જ જાય છે, પરિણામે અનેક દુર્ગતિઓ તો વેઠવાની જ છે. એ એમને ક્યાંથી સમજાય ? જન્મ મરણનો ભય જાગ્યો હોય તોને ?! આવા આત્માઓનું પણ કલ્યાણ ન અટકે એટલા માટે જ સુજ્ઞજનો એને પાપોથી અટકાવવાનો પ્રયાસ કરે છે. ધર્મનું ધ્યેય તો એને બચાવવાનું જ હોય છે, અને એટલા માટે તો એ ઘટતા બધાએ પ્રયાસો કરી છૂટે છે પણ જ્યાં પતંગીયાનો સ્વભાવ જ એવો હોય છે કે તે બત્તી ઉપર કપડું (ઢાંકણ) ઢાંકવા છતાંયે તેમાં પડતું મૂકવાનું (હોમાવાનું) જારી જ રાખે, ત્યાં ધર્મી પણ શું કરે? એવાને પણ સમજાવવા લાગણી ધરાવનારા ઉપકારી ઉપદેખાની તેઓ જાહેર પેપરોની દેવડીએ પણ હીલના કરી ફક્ત પોતાની જાતને જ જીવતી રાખવા મથે છે !!! કરોળીયાની માફક વધારે મસ્તી કરતાં ઊલટો વધારે ફસાય છે. અને છેવટ મરવાની અણીએ પણ પહોંચે, પણ તેમાં વળે શું? તેવો વખત ખ્યાલમાં આવતાંને વાર ઉપકાર ભાવનાથી ધર્મી તો એને સંસારની અસારતા સમજાવે, સાથે શ્રી તીર્થકર દેવોની વાણીનો જ અમલ કરવાનું પણ કહે. પણ તે માન જ શાનો? એ તો સામે દલીલો કરે કે “ભાઈ ! તીર્થકરોના વખતના મનુષ્યો તો અગાધ સામર્થ્યના માલિક હતા, માટે તેની વાણી પ્રમાણે તો તે જ કરે ! આપણાથી થાય જ નહીં !” પત્યું. હવે એને કરવું જ શું રહ્યું? એવા સમયને જ પ્રાધાન્ય આપે છે. “જે સમયે જે અનુકૂળ હોય તે જ ગ્રહણ કરવા યાને આદરવા યોગ્ય છે,” આ તો તેઓનો મુદ્રાલેખ હોય છે !!!