________________
૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૧૧-૩૨ તેમાં જરાએ અનુમોદનનો દોષ લાગતો નથી. બલ્લે તે ઉપદેશ તો એકાંત નિર્જરાનું કારણ બને છે, જેમ નદી ઊતરવાનું વિધાન સાધુઓને બતાવાય તેવી રીતે મોક્ષ અને સર્વ વિરતિના ધ્યેયથી પૂજાનું કારણ જે અનુમોદન કરાય તેમાં ઉપદેશક
સાધુને તેની હિંસાનું અનુમોદન છે જ નહીં ! ૧૨૭ પ્રશ્ન- તીર્થકરનું બધું વર્તન અનુકરણીય ખરું કે કેમ ? સમાધાન- તીર્થકરોએ જે વર્તન કર્મના ઉદયથી કરેલું હોય તે અનુકરણીય છે જ નહીં, પણ
અનુકરણીય તે જ વર્તન છે કે જે કર્મના ક્ષયોપશમ અગર ક્ષયથી થયું હોય. ૧૨૮ પ્રશ્ન- જે કેટલાકો કહે છે કે જેટલું તીર્થંકરોએ કહ્યું તેટલું કરવાનું પણ તીર્થંકરોએ કર્યું એ
કરવાનું નહીં એ શાસ્ત્ર દૃષ્ટિએ સાચું છે ? સમાધાન- જે તીર્થકરોએ કરવા માટે કહ્યું એ કરવા લાયક છે એ કબુલ છે પણ તીર્થકરોએ કર્યું
એ કરવા લાયક નહીં એમ કહેનારાઓએ ખરેખર શાસ્ત્રને વાંચ્યાં નથી ! બલ્ક વાંચ્યા હશે તો તેનો ભાવ પામ્યા નથી ! કારણ કે આવી રીતે કહેનારાઓને પૂછીએ કે તીર્થકરોએ સવસ્ત્ર ધર્મ પ્રરૂપવા માટે વસ્ત્ર રાખ્યું તો તમે તે રાખો છો કે કેમ ? તીર્થકરોએ સપાત્ર ધર્મ પ્રરૂપવા માટે પહેલે પારણે પાત્રમાં આહાર ર્યો હતો તો તમે પણ પાત્રમાં આહાર કરો છો કે કેમ? તીર્થંકરો બારે પ્રકારની તપશ્ચર્યામાં જે સાધુની ચર્યામાં તત્પર રહ્યા તો તમે પણ તેમાં તત્પર રહો છો કે કેમ? પણ એ સાધારણ બોધ માત્રથી ફાવે તેમ બોલી નાખનારાઓએ એ તીર્થકરોએ ક્યું તે ન કરવાનું કહેવા
દિશા ફેરવવી જ રહે છે ! ૧૨૯ પ્રશ્ન- શાસ્ત્ર દૃષ્ટિએ પાપી સાધુ કોણ કહેવાય? સમાધાન- જેમ કોઈક અણસમજુ પણ ભરોસો રાખનાર મનુષ્ય નાણાં લઈને કોહિનૂર ખરીદવા
વિશ્વાસ ને યોગ્ય એવા વેપારી મનુષ્ય પાસે આવ્યો હોય અને તે વેપારી તેને બદલે નકલી (બનાવટી) કોહિનૂર આપીને તે ગ્રાહકને રવાના કરે તે વેપારી જેમ લુચ્ચો અને બેવકુફ ગણાય તેમ વીયૅલ્લાસ રૂપી નાણાં લઈને ચારિત્ર (સર્વવિરતિ) રૂપી અદ્વિતીય કોહિનૂર લેવા જે ભાવિક આવ્યા હોય તેને ગૃહસ્થ ધર્મ રૂપી નકલી કોહીનુર આપીને વહેતો કરે તે શાસ્ત્ર દ્રષ્ટિએ મહા પાપી છે. છેલ્લે આગળ વધીએ તો દયાના પરિણામ
વગરનો ચૌદ રાજલોકના જીવોના ઘાતની અનુમોદના કરનાર છે. ૧૩૦ પ્રશ્ન- મહાન યોગી કોણ કહેવાય? સમાધાન- મહાન યોગી તે જ કહેવાય કે જેને માટે શાસ્ત્રકાર મહારાજા શ્રીમુનિ સુંદર સૂરીશ્વરજી
જણાવે છે કે શ્રુત્વાડોશાન યોમુદ્દા પૂરિત: યોનાષ્ટ શૈશ હતો રોષ VISIનેવ્ય ચોષ નપત્યેવ શ્રેયોનું તને તૈવયોગી છે ? આક્રોશાદિક