________________
૯૧
• • • • • • • •
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૧૧-૩૨ ૧૨૩ પ્રશ્ન- સમ્યગુદૃષ્ટિ ગુણઠાણામાં રહેલ અવિરતિ શ્રાવક કાળ ધર્મ પામી ક્યાં જાય? સમાધાન- જેવી રીતે દેશવિરતિવાળો શ્રાવક ઉત્કૃષ્ટપણે બારમે દેવલોક જાય તેવી રીતે એકલી
સમ્યગુદૃષ્ટિ ધારણ કરનાર શ્રાવક પણ ઉત્કૃષ્ટથી બારમા દેવલોક જઈ શકે છે. ૧૨૪ પ્રશ્ન- સમ્યગ્દર્શન વગર અભવ્યો નવરૈવેયક સુધી કેમ જઈ શકે છે ? સમાધાન
દ્રવ્ય ચારિત્રના પાલનમાં આ સમર્થ દ્રષ્ટાંત છે ! કારણ કે મોક્ષની સાધ્યારૂપ ભાવ વગરની અને કેવલ પૌગલિક ઈચ્છાએ કરેલી ચારિત્ર ક્રિયા પણ આવો સાંસારિક ઉચ્ચ લાભ આપે છે. આશ્ચર્ય છે કે દ્રવ્ય ક્રિયાનો પણ કેવો અચિંત્ય પ્રભાવ ! કે એને ધારણ
કરનાર શ્રાવક ઉત્કૃષ્ટથી બારમા દેવલોક પણ જઈ શકે છે. ૧૨૫ પ્રશ્ન- જેમ ગૃહસ્થોને માટે અષ્ટપ્રકારી પૂજાનું શાસ્ત્રમાં વિધાન ક્યું તેવી રીતે સાધુને પણ
અષ્ટપ્રકારી પૂજાનું વિધાન ખરું કે નહીં ? સમાધાન- જેવી રીતે ગૃહસ્થોને માટે દ્રવ્યથી અષ્ટપ્રકારની પૂજા કરવાનું શાસ્ત્રમાં છે તેવું વિધાન
- સાધુઓને માટે કોઈ પણ શાસ્ત્રમાં નથી, સાધુને માટે જે અષ્ટપ્રકારી પૂજા શ્રીહરિભદ્રસૂરિજીએ પૂજા અષ્ટકમાં કહી છે, તે પૂજા તો ચોવીસે કલાક ચાવજીવ પર્યત સાધુઓ કરે છે. તે સંબંધી વિધાન દર્શક ગાથા “હિંસા સત્યમતે, મૈથુનવર્ણનમ્ | ગુરુપૂબ તપ જ્ઞાનં, સત્યુગ પ્રવક્ષત્તે ૧પંચ આશ્રયોને મન વચન કાયાથી છોડી દઈને પંચમહાવ્રતનું પાલન રૂપ પાંચ પૂજા, યથાશક્તિ વિનય વૈયાવચ્ચ આદિ રૂપ છઠ્ઠી ગુરુપૂજા, સાતમી કર્મરૂપી કચરાને ધોઈ નાંખવા માટે પ્રબલ સાધનભૂત તપ પૂજા, અર્થાત્ ચાર જ્ઞાનવાળા (જે કેવળજ્ઞાન પામવાનું જેને માટે નિશ્ચિત છે છતાં પણ) શ્રી જિનેશ્વરો પણ જેનું આલંબન લે છે એવી ઉત્કૃષ્ટી બાર પ્રકારની તપશ્ચર્યાનું આલંબન લેનાર સાધુ સાતમી પૂજામાં સમ્યક્ પૂજન કરે છે, અને આઠમી સમ્યગૂજ્ઞાનની વદ્ધિ કરવા માટે રાત્રિ દિવસ ઉદ્યમ, એ રૂપ અષ્ટ પૂજાનું વિધાન સાધુઓ માટે છે, એ અષ્ટ પુષ્પી પૂજાને પ્રાપ્ત કરવાના મુદાએ જ શાસ્ત્રકારોએ ગૃહસ્થોને માટે અષ્ટ પ્રકારી
દ્રવ્યપૂજા ફરમાવેલી છે. તે દ્રવ્યપૂજા, દ્રવ્યપૂજાના પ્રશ્નોત્તરમાં પૂર્વે જણાવી ગયા છીએ. ૧૨૬ પ્રશ્ન- સાધુઓ દ્રવ્યપૂજાનો ઉપદેશ કરે તો તેમને શું દ્રવ્યપૂજાનું અનુમોદન ન થાય ? અને
થાય તો તેથી હિંસાનું અનુમોદન શું નહીં લાગે ? સમાધાન- મુખ્યતાએ તો સાધુઓ સર્વ વિરતિનો જ ઉપદેશ કરે છે પછી ગૃહસ્થ પોતાની તે
બાબતમાં અશક્તિ જણાવે ત્યારે દેશવિરતિ એટલે શ્રાવકધર્મ બતાવે, તેમાં પણ આનાકાની કરે ત્યારે સમક્તિ બતાવે, તે વખતે સમ્યકત્વની શુદ્ધિ અને વૃદ્ધિ માટે “સમ્યગૃષ્ટિઓએ હમેશાં શ્રી જિનેશ્વર મહારાજની દ્રવ્યપૂજા કરવી જ જોઈએ” એ જે ઉપદેશ કરાય છે તે સર્વ વિરતિના (સર્વ ત્યાગના) મુદાએ જ કરાતો હોવાથી સાધુને