________________
૯O
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૧૧-૩૨ ૧૧૭ પ્રશ્ન- શરીર એ એજીને અને આત્મા એ ડ્રાઈવર છે તે શી રીતે? સમાધાન- એજીનમાં કોલસા નાંખેલા હોય છતાં ડ્રાઈવર વગર એજીન ગતિ કરી શકતું નથી,
તેવી રીતે શરીરરૂપી એજીનમાં આહારરૂપ કોલસા ભરેલા હોય પણ ગતિ કરાવનાર ડ્રાઈવરરૂપ જીવની પ્રેરણા વગર તે શરીર એક કદમ પણ ગતિ કરી શકતું નથી. જેમ એજીનની સઘળી વ્યવસ્થા ડ્રાઈવરને આધીન છે તેવીજ રીતે શરીરની સર્વ વ્યવસ્થા
આત્માને આધીન છે. ૧૧૮ પ્રશ્ન
શાસ્ત્રના બધા પાઠોને માને પણ એકાદ શ્લોક અગર પદ ન માને તો તેનું સમ્યક્ દર્શન ટક? સમાધાન- ના, કારણ કે પ્રભુ શાસનમાં હાય આચાર્ય, ઉપાધ્યાય, કે સાધુ હોય તે બધાએ પંચાંગી
પુરસ્સર જ વચન બોલવું અને માનવું રહે છે ! અને તેમણે આગમ વચન વાંચવા વિચારવા અને વ્યાખ્યાન દ્વારા પ્રકાશવા માટે વ્યાકરણાદિ સાથે જૈન પરિભાષાનું પણ જ્ઞાન મેળવી આગમનું સાચું જ્ઞાન ધારવું જોઈએ !!! નહીં તો સહેજમાં અનર્થ થઈ જવાનો સંભવ હોવાથી ઉત્તરોત્તર ઉસૂત્ર કથક અગર ઉસૂત્ર ભાષકપણું પણ પ્રાપ્ત
કરી મનુષ્ય નવ હારી જવાય. ૧૧૯ પ્રશ્ન- જ્ઞાન ભાડે મળી શકે છે પણ કિયા ભાડે મળતી નથી એટલે શું ? સમાધાન- શાસ્ત્રોમાં ગીતાર્થ અને ગીતાર્થની નિશ્રાવાળા અગીતાર્થના પણ સંયમોને સંયમ તરીકે
જ કથન કરેલાં છે. અર્થાત્ જ્ઞાની અને જ્ઞાનીની નિશ્રાથી પણ ચારિત્રની પાલના થઈ શકે છે એટલે શાસ્ત્રના જ્ઞાન વગર જ્ઞાનીની નિશ્રાએ પણ ચારિત્ર પાળી શકાય છે પણ અવિરતિ રહેલો હોય. અને વીતરાગની પણ નિશ્રા લે તો પણ એ ચારિત્રવાળો ગણાય
નહીં. ૧૨૦ પ્રશ્ન- શું અહિંસાદિક પાંચ મહાવ્રતો બધા દર્શનકારો માને છે ? સમાધાન- શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ અકજીમાં - હિંસા સત્યમત્તેય' ઇત્યાદિ શ્લોકથી
સર્વ દર્શનકારો સામાન્યતઃ અહિંસાદિક પાંચ મહાવ્રત માને છે એમ જણાવે છે. અને તેથી જ ધર્મબિંદુમાં તેને સાધારણ ગુણો કહ્યા છે. કોઈ પણ દર્શનકારને તે અહિંસાદિ
સંબંધમાં વિરોધ નથી. ૧ ૨૧ પ્રશ્ન- શું પાંચ આશ્રવના ત્યાગ માત્રથી જ સાધુપણું કહી શકાય ? સમાધાન- પાંચ આશ્રવના ત્યાગ માત્રથી સાધુપણું જૈન દર્શનકાર સ્વીકારતા નથી, મહાવ્રતોની
સાથે અષ્ટપ્રવચન માતાનું પાલન, ગુરુકુળ વાસ, ઇચ્છાકારાદિ સમાચારીનું પાલન હોય તો જ સાધુપણું ગણાય છે. આથી તો કઈ તિર્યંચો ને અનશન કરનારા મનુષ્યો જે
સર્વ પાપસ્થાનોના પચ્ચકખાણ કરે છે છતાં ત્યાં ચારિત્ર તો મનાતું જ નથી. ૧૨૨ પ્રશ્ન- તિર્યંચો વધારેમાં વધારે વિરતિમાં કેટલી હદે પહોંચી શકે અને ક્યા દેવલોક સુધી જઈ શકે? સમાધાન- જાતિ સ્મરણ પામેલા કે જ્ઞાનિઓથી બોધ પામેલા તિર્યંચો પાંચ મહાવ્રત ઉચ્ચરવા સુધી
વિરતિ પામી જાય છે, અને પ્રભુમાર્ગની આરાધના કરીને ઉત્કૃષ્ટથી આઠમા દેવલોક સુધી જઈ શકે છે.