________________
૮૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૧૧-૩૨ સમાધાન- સમ્યક્ દર્શનાદિ પદો ગુણ રૂપ છે એ સમ્યગું ગુણો પૂજ્યોની પૂજ્યતામાં હેતુરૂપ છે.
એટલે કે પૂજકોની પૂજાનાં સાધ્ય બિરૂપ છે. આથી અરિહંતાદિ પાંચ ગુણીના નમસ્કારથી સમ્યગ્દર્શનાદિ ગુણોને તો નમસ્કાર સ્વતઃ થયેલો જ છે; કારણ કે ગુણ અને ગુણી અભેદ રૂપે જ છે. વળી અરિહંતાદિક જે ગુણી એવા પાંચે પદો તે પરસ્પર ભિન્નરૂપે અને સ્વતંત્રપણે પણ આરાધવા યોગ્ય છે, પણ સમ્યદર્શનાદિ જે ગુણરૂપ ચાર પદો તે પરસ્પર ભિન્નપણે અને સ્વતંત્ર આરાધ્ધ ગણેલા જ નથી; તેથી પણ અરિહંતાદિકની માફક તે પદોને નવકારમાં ન ગણ્યા હોય એ
પણ બનવા યોગ્ય છે. ! ૧૧૨ પ્રશ્ન- શ્રી સિદ્ધાચળ ઉપર કાર્તિક સુદ ૧૫ પહેલાં શ્રાવકાદિથી ચઢી શકાય કે નહીં ? સમાધાન
તીર્થયાત્રા ઘણા આડંબરથી જ થવી જોઈએ ! શક્તિ સંપન્ન કૃષ્ણ મહારાજ અને કુમારપાળના તીર્થયાત્રામાંના મહાન આડંબરોના દેવવંદન અને નિયમોના આધારે તેવા આડંબરો ચોમાસામાં ન કરી શકાય તેથી, તથા ચોમાસમાં પર્વતમાં જીવોત્પત્તિ પણ વિશેષ હોવાથી ઉપર ન ચઢી શકાય. તીર્થકર ભગવાનોનું સમવસરણ પણ ચોમાસામાં
મુખ્યતાએ થતું નથી. ૧૧૩ પ્રશ્ન- વિદ્વાન વ્યાખ્યાનકારોનો વિવેક (સમ્યકત્વ) ટકે ક્યારે? . સમાધાન- આગમ રૂપ અરીસાનું અવલોકન કરીને શાસ્ત્રની પ્રરૂપણા કરે ત્યારે, અને અનુપયોગ
કે અણસમજથી થયેલી પ્રરૂપણા શાસ્ત્રથી વિરુદ્ધ માલમ પડે તો તે ફેરવવામાં એક ક્ષણ
પણ વિલંબ કરે નહીં ત્યારે. ૧૧૪ પ્રશ્ન- મૂર્તિ એવા શરીરના રોગાદિક વિકારો જાણી શકતા નથી, તો પછી અમૂર્ત એવા અધર્મ
રૂપ વિકારો કેવી રીતે જાણી કે જોઈ શકાય ? સમાધાન
શારીરિક પરીક્ષામાં પાસ થયેલા ડૉક્ટરો પોતાના અભ્યસ્ત ગ્રંથાદિના આધારે દરદીના દરદ અને વિકારો જાણી શકે છે, તેવી રીતે સર્વજ્ઞ કથિત વચનોને જાણનાર મહાપુરૂષો અમૂર્ત એવા આત્માની સ્વભાવ વિભાવદશા, આત્મવિકાર-તે આત્માને કર્મજન્ય રોગ
વિગેરે બધું સર્વજ્ઞશાસ્ત્રોના આધારે પારખી શકે છે. ૧૧૫ પ્રશ્ન- અંધભક્ત કોણ કહેવાય. સમાધાન- જેમ કૃષ્ણને માનનારા કૃષ્ણની મૂર્તિઓને નમે અને નાટકમાં તથા રામલીલામાં આવેલ
કૃષ્ણને પણ નમે તે. કારણ કે તેઓ મૂર્તિ અને નાટકીયામાં ભેદ સમજતા નથી. તેવી રીતે જેઓ હેતુ યુક્તિ અને સ્વરૂપને ને સમજે અને હેતુ આદર્શ સિદ્ધ થતા પદાર્થથી
વિરુદ્ધ પદાર્થને કદાગૃહથી માને તે અંધભક્ત ગણાય. ૧૧૬ પ્રશ્ન- સાચા ભક્તની ઓળખાણ શી ? સમાધાન
આગમ અનુસાર ગુણી અને ગુણને પીછાણી કેવલ ગુણાનુરાગી બન્યો હોય. બબ્બે તદનુસાર વર્તન કરવા અંત:કરણથી ચાહતો હોય ! જેમ કે મહારાજા શ્રેણિક