________________
૯૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૧૧-૩૨ વચનના પ્રહાર સાંભળીને હર્ષથી વ્યાપ્ત થાય, પથ્થર આદિકથી કોઈ ઘા કરે તો કર્મ ખપાવવાનો પ્રસંગ સમજી રોમાંચ ખડા થાય, બાહ્યપ્રાણનો નાશ થવાનો વખત આવે તોપણ બીજાના દોષ ન દેખે અર્થાત્ બોલે નહીં. આ યોગી કહેવાયા તે જ જલદી મોક્ષને
પામે ! માટે યોગી કહેવડાનારે આટલા ગુણો તો કેળવવા જ જોઈએ! ૧૩૧ પ્રશ્ન- સમતાનું સ્વરૂપ શું છે? ક્યા લક્ષણોથી સમતા આવી છે એમ જાણી શકીએ ? સમાધાન- કલિકાલ સર્વજ્ઞશ્રી હેમચંદ્રપ્રભુ, સમતાનું સ્વરૂપ બતાવતાં લખે છે કે ચેતના વેતન
વૈષ્ટિનિષ્ઠાતા સ્થિ, નમુક્તિ નો સદ તથ સાણં પ્રવક્તા છે જે ઘરમાં ચૈતન્યવાલા પદાર્થો જે સ્ત્રી આદિ, અચેતન (પોગલિક જડ) વસ્તુઓ જે ધન આદિ છે ને કે જેઓ ઈષ્ટ અનિષ્ટપણાની સ્થિતિવાળા છે. તેની અંદર જેનું મન મોહ પામે નહીં એટલે કે ઈષ્ટમાં રાગ ન થાય અનિષ્ટમાં ઇતરાજી ન થાય તે અમુંઝવણ રૂપ સ્થિતિ તેનું જ નામ સમતા કહેવાય. ન્યાયાચાર્ય ભગવન યશો વિજ્યજી મહારાજ સમનું લક્ષણ જણાવતાં ચોખ્ખા શબ્દોથી સ્વકૃત્ જ્ઞાનસારમાં જણાવી રહ્યા છે કે વિશ્વ વિષયોનઃ ખાવાડ સલા ,
ज्ञानस्य परिपाकोयः स समः परिकीर्तितः ॥ १ ॥
સંકલ્પ વિકલ્પરૂપી સમુદ્રમાંથી જે તરી ગયો હોય અર્થાત્ સંકલ્પવિકલ્પ રહિત હોય, હંમેશાં આત્મસ્વરૂપના જ આલંબનવાળો હોય અને મદ વિષય કષાય આદિક વગરની જે મેળવેલી જ્ઞાનની પરિપકવ સ્થિતિવાળો તેનેજ સમના લક્ષણવાળો પૂર્વના ઋષીઓએ જણાવ્યો છે.
* *
*