________________
૮૧.
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૧૧-૩૨ યુક્તિપૂર્વકથી) સમજાવેલું તુરત અસર કરે.” એ કહેવત ઉપરના દૃષ્ટાંતથી બરાબર લાગુ પડે છે. હવે સમજો કે સો વખતની શિખામણથી જે ન સમજ્યો તે ફક્ત એકજ વખતના દ્રષ્ટાંત માત્રથી જ સમજીને સદાચારી બનનાર આત્મા તો પ્રથમથી જ જબરજસ્ત છે. એટલે કે પ્રથમથી જ અપૂર્ણા તો નથી. ફક્ત ઘણા કાળના લાગેલા કર્મરૂપી પડલોને અંગે તે અત્યારે અપૂર્ણ જણાય છે. લાગેલા પડલે જેમ અપૂર્ણ, તેમ ખસેલા પગલે પૂર્ણ થયેલો જ છે. જેમ આત્માને પડલ લાગી શકે તો અપૂર્ણતા થાય તો પડલ ખસે ને પૂર્ણતા થાય તેમાં આશ્ચર્ય પણ શું ? અને એટલા જ માટે કહીએ છીએ કે આત્માને સો શિક્ષા કહેવાથી અને જે અસર ન થાય તે એક શાસ્ત્રની દલીલથી થાય, અને શાસ્ત્રની સો દલીલથી જે અસર ન થાય તે એક સર્વજ્ઞ શાસ્ત્રમાં કહેલ ફક્ત એક જ દ્રષ્ટાંતથી અસર થવાની ! ભાવ એ છે કે જેટલા પ્રત્યક્ષ દ્રષ્ટાંતો અસર કરે તેટલા પરોક્ષ અસર કરવાના નહીં ? જેમકે દ્વાદશાંગી શાશ્વતી છે, અને તેમાં બંધક મહામુનિ અને મેઘકુમારાદિ જે મહાવીર ભગવાનના વખતમાં જ થયેલા છે, તેમના પણ વર્ણનો આવે છે; તો પછી તેને શાશ્વતી શી રીતે મનાય ? ત્યારે હવે સમજો કે દ્વાદશાંગી એ અર્થથી શાશ્વતી છે, શબ્દથી શાશ્વતી નથી; અને એથી તો દરેક વખતે (કાળે) દ્વાદશાંગીનો જે ભાવ અર્થમાં હતો તે કાયમ રહેલો જ છે, અને તેથી શાશ્વતી તો છે જ. શબ્દમાં તેને ફેરવવાનું તો કારણ એ જ છે કે પૂર્વની ચોવીશીઓના કાળ જુના દ્રષ્ટાંતો આત્માઓને જે અસર ન કરી શકે, તે તાજાં બનેલાં દ્રષ્ટાંતો સહેલાઈથી ઉપકારી નિવડે છે; અને તેથી જ દ્વાદશાંગી એ અર્થથી શાશ્વતી અને શબ્દ થકી અશાશ્વતી આટલા માટે જ છે. આ બાબત એ પણ સ્પષ્ટ કરવું આવશ્યક છે કે પૂર્વની દ્વાદશાંગીમાં પણ જે દ્રષ્ટાંતો હતાં તે દ્રષ્ટાંતો પણ શબ્દથી તો અત્યારે જે અન્ય અંધક, આર્ટ, મેઘકુમારાદિના નવા દાખલા અપાયા છે તેના ભાવથી, સ્વરૂપથી અને વર્ણનથી તો લેશમાત્ર ફરકવાળા નહોતા જ, આ તો માત્ર દ્રષ્ટાંતના રૂપમાં ફક્ત નામો જ ફેરવ્યા છે અહીં શાસ્ત્રકારોએ નિયમ રાખ્યો કે મોક્ષમાર્ગ ક્યાં સુધી ? મોક્ષનો દાખલો રહે ત્યાં સુધી ! પછી મોક્ષ જ નથી. “આથી પણ દ્રષ્ટાંતોમાં નવા કેટલાં જરૂરી છે, તે ખ્યાલમાં આવશે નિગ્રંથ સાધુ સિવાય તીર્થ જ નહીં! તેની ઉત્પતિથી જ તીર્થ ! અને તીર્થ પણ સાધુ હોય ત્યાં સુધી જ ! તે બંધ થાય એટલે તીર્થ પણ બંધ ! નિગ્રંથોનું જ આ શાસન હોવાથી નિગ્રંથ વગર શાસન ટકે જ નહીં! શાસનના માલિક આચાર્ય છે.
આ દ્રશ્ય દ્રષ્ટાંત વગર આત્મ પ્રવૃતિને જોશ મળે નહીં !!! સિદ્ધ ભગવાનનું દ્રષ્ટાંત તો પૂર્ણ જ છે. છતાં પણ તે એવું છે કે કોઈ કાળે દ્રશ્ય નથી; જ્યારે અરિહંત ભગવાનનું દ્રષ્ટાંત દ્રશ્ય છે અને જેથી કરીને આત્માને તાત્કાલિક અસરની સાથે સહેજમાં ઉપકાર કરવા તે શક્તિમાન હોવાથી તેઓનું દ્રાંત જબરજસ્ત છે ! તેવી જ રીતે વળી, ગુરુનું પણ દ્રષ્ટાંત દ્રશ્ય છે. માટે તો દેવ અને ગુરુ કહેવાની જરૂર પડી ! માસ્તરો તૈયાર ન હોય તો વિદ્યાર્થીઓ રખડ્યા જ કરે ! વળી, ગુરુમાં પણ માસ્તર કોણ? આચાર્ય ! સિવાય કોઈ અધિપતિ હોય નહીં ! તીર્થકર ભગવાન એ શાસનના માલિક તો એટલા જ માટે કે તે શાસનને ઉત્પન્ન કરનારા છે; બાકી શાસનના માલિક તો આચાર્ય જ રહ્યા ! અને એટલા