________________
૮O
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૧૧-૩૨ ઉદ્યમ કરવાને તૈયાર થઈ શકાય જ નહીં. અપૂર્ણ પણ પૂર્ણતાને શાથી પામે છે એ ધ્યેય સમજાવવાને ગુરુતત્ત્વની ખાસ જરૂર જ છે ! દેવના કહેલા તત્ત્વ પ્રમાણે જ ચાલીને એ દેવ તત્ત્વની પ્રાપ્તિ માટે તૈયાર થયેલા હોય તે ગુરુ ! અને નિગ્રંથ, સ્નાતક પુલાક, બકુશ, કુશીલ વગેરે એ બધાએ ગુરુના જ પ્રકારો છે આ દરેકનું ધ્યેય તો એકાંતે વિતરાગપણું જ પ્રાપ્ત કરવાનું હોય છે. એટલે કે વિતરાગપણું અને નિષ્કષાયપણું તો તેના તરફ દ્રષ્ટિવાળા આત્માઓ જ સાધે છે. આમ ક્રમાનુસારે દરેક પદો સાધી શકાય છે. અરિહંતના જીવો સિદ્ધ થાય પણ સિદ્ધ કદી અરિહંત થયેલા હોય એમ માનો છો ? નહીં જ! કારણ તો તે ભાગ્યવાનો સંસારમાંથી નીકળી ગયા છે તેથી જ ને ? આ ઉપરથી અપૂર્ણ પૂર્ણતાને પામે છે, તે વાત શરીરી દેવ ઉપરથી સાબિત થાય છે? જૈન શાસનમાં પૂર્ણતાનું રજીસ્ટર નથી બીજા દર્શનમાં પૂર્ણતાનું રજીસ્ટર છે. એને પૂછો કે તમે કેવા પરમેશ્વરને માનો છો? વળી, ફરી પૂછો કે મારે જ પરમેશ્વર થવું હોય તો શું કરવું? આના ઉત્તરમાં એ ચુપકીદી જ પકડવાના? કારણ કે એઓના મત પ્રમાણે તો પરમેશ્વર એક જ છે ! તેમજ બીજો કોઈ પરમેશ્વર થઈ શકે જ નહીં ! એટલે કે તેના પરમેશ્વરે પૂર્ણતાને તો પોતાને ઘેર રજીસ્ટર રાખી છે; અને એથી તો તેને “ચાહે તેટલા ઉપાય કરનારને પણ પૂર્ણતા તો પ્રાપ્ત થાય જ નહીં” એવા સિદ્ધાંતો ઉભા કરવા પડ્યા છે. ઇતિ ખેદે જણાવવું પડે કે એવી પ્રભુત્વતાને પનારે પડેલા આત્માઓને પ્રભુત્વની ગંધ પણ સાંપડવી શંકાસ્પદ છે. અપૂર્ણ પણ પૂર્ણતા પામે છે !
જૈન મતવાળાએ તો પૂર્ણતાને રજીસ્ટર કરી જ નથી. જીવ વિચારમાં પણ તીર્થકર ભગવાનને આપણે દીપક કહીએ છીએ. અને ખરેખર એ દીપક જ છે. એટલે કે ત્રણ ભુવનને વિષે દીવાસમાન ! દવાનું કામ શું? એકથી બીજો અને બીજાથી ત્રીજો પ્રગટાવવાનું કે બીજું કાંઈ ? આ દિપક પણ એવો છે કે એ એક જ દીપકથી બીજો, ત્રીજો, યાવત્ સેંકડો દીપક થઈ શકે છે. દીપક પોતાના જેટલો જ હક્ક પોતાને અને પોતાની સેવા ઇચ્છવાવાળાને આપે જ છે; કારણ કે એનો જાતિ સ્વભાવ જ એ છે ! ભગવાન પોતે જેટલા જ્યોતિર્મય છે, તેવા બીજાને પણ બનાવે છે; એટલે કે તે તારકને આરાધનારાઓનો આત્મા પણ તે મય બને છે ! અરિહંત અને સિદ્ધનું આરાધન પોતાના જેટલું જ સામર્થ્ય બીજાને આપે છે. એથી જે કોઈ લાયક હોય તે એને ખુશીથી મેળવો ! મેળવનારમાં ખામી હોય અને તેવું સામર્થ્ય ન મળે, એ વાત જુદી છે. દુનિયામાં પણ એ સ્પષ્ટ છે કે સૂતરનો કાકડો હોય તો સળગે ! પણ લોઢાનો હોય તો? કહો કે સળગવાનો જ નહીં ! એવી રીતે અહીં અરિહંત અને સિદ્ધનું આરાધન કરી લાયકાત મેળવવાને અંતે અપૂર્ણ પણ પૂર્ણતા જ પામે છે. નિગ્રંથ વગર શાસન ટકે જ નહીં !
હવે સમજ્યા હશો કે જૈન શાસનમાં દેવપણું પણ અરિહંત અને સિદ્ધને ત્યાં રજીસ્ટર નથી. એ તારક પદોનું આરાધન કરતાં આ આત્મા પણ તેવો જ થઈ શકે છે; એ વાત તો સિદ્ધાંતની જ છે છતાં પણ આ આત્મા સજ્જડ કર્મના બંધનોમાં ઘેરાઈ ગયેલો હોવાથી એવો તો હઠીલો બન્યો છે કે તેનું સંપૂર્ણ દ્રષ્ટાંત પુરું પાડવામાં ન આવે ત્યાં સુધી તે હિત પ્રવૃત્તિમાં પણ જોડાય નહીં. એટલે કે તેવા ઉત્તમ તારકોને પણ સમજપૂર્વક આરાધવા ઉજમાળ બને નહીં. “આત્માને સો વખત શિખામણ આપીએ તો પણ ન સુધરે, અને એક જ વખત દલીલથી (હેતુ