________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૧૧-૩૨ માટે તો ઉપદેશ માલામાં “જીનેશ્વર મહારાજા જે વખત મોક્ષ પામ્યા તે વખતે શાસન આચાર્યને સોંપ્યું” એમ સ્પષ્ટ છે. પર્યુષણામાં સાંભળો છો ને? જ્યારે ભગવાને ગણધરને અનુજ્ઞા કરી ત્યારે શું કહ્યું ! દ્રવ્ય ગુણપર્યાયે કરી હું તીર્થની આજ્ઞા આપું છું ! આ પછી તીર્થ ગણધરના હુકમમાં પ્રવર્ચે ! જે હુકમમાં તીર્થકરોએ તે તીર્થ ગણધરને આપ્યું તે જ તીર્થ ગણધર મહારાજા દ્વારા આચાર્યોથી ધારણ કરાયું ! નામના આચાર્યની સાથે શાસનને કાંઈ સંબંધ જ નથી. આ
આ બધું તો ઠીક પણ આ સ્થાને એ તો અવશ્ય ધ્યાનમાં રાખવાનું છે કે શેઠીયાઓ ભલે મુનિમને સંપૂર્ણ અખત્યાર આપે છે પણ તેનો અર્થ તે રકમ જ ઉચાપત કરવાનો નથી ! એટલું ખરું કે શેઠ જે મુદ્દાથી દુકાન ચલાવી રહ્યા છે તે મુદ્દા પુરસર તે મુનિમની જ ભલે સહી હોય તો પણ શેઠવત્ દરેક કાર્યવાહી ચાલે. શેઠે વિશ્વાસથી વહીવટ ચલાવવા સોપેલી રકમ મુનિમ પોતાના નામે જ ચડાવી દે તો તે મુનિમને તે સ્થાન પર ઘડીભર પણ નભાવી લેવાય ખરો કે? શેઠે ઓર્ડર કયા મુદાથી આપ્યો હતો ? દુકાન ચલાવવા કે ગુંજા ભરવા ? શ્રી જીનેશ્વર દેવે મોક્ષાર્થીના પરમ આલંબન ભૂત જે તીર્થ સ્થાપ્યું છે, તેની દરેક મુખત્યારી ગણધર તેમજ આચાર્યને પણ આપી ખરી પણ તે અમર્યાદિતપણે તો નહીં જ ! આથી આચાર્યોએ તે તારકના હોદા ઉપર આવીને તેના મૂળ ધ્યેયથી વિમુખ બની ન જવાય તેની સંપૂર્ણ કાળજી રાખવાની છે ! શાસનના ભોગે સ્વમત ચલાવી એમની આજ્ઞાનું અલ્પાંશે પણ ઉલ્લંઘન કરનાર આચાર્યનું તો મુખ જોવાથી પણ પાપ લાગે ! આ પણ જોડે જ હોવાથી નામના આચાર્યની સાથે તો શાસનને કાંઈ સંબંધ જ નથી ! કેટલી પામરતા
તીર્થકર અને ગણધર મહારાજ હૈયાત ન હોય તો તીર્થ આચાર્યના ભરોસે જ ચાલે છે; અને તેથી તો આચાર્ય કોને કહેવા તે બહુ બહુ સમજવાની આવશ્યકતા છે. પંચાચાર પવિતે' જેનાં પાંચે આચારો પવિત્ર ! અહીં કોઈ શંકા કરે કે આચાર્ય એ પંચાચારે જ પવિત્ર જોઈએ ? જ્ઞાન, હુંશિયારી અને બુદ્ધિની જરૂર નહીં ? અને જો જ્ઞાનની પણ જરૂર જ હોય તો તેનું પહેલું વર્ણન કરવું જોઈએને ? કારણ કે આપણે “પઢમંનાણું તઓદયા.” એ વાક્ય જગા જગા પર બોલીએ છીએ તો આચાર્યમાં પ્રથમ જ્ઞાનને બદલે આચારને કેમ સ્થાન આપ્યું? એટલે કે પંચ આચારે પવિત્ર એમ કેમ કહેવાયું ? વાત બરાબર છે પણ પઢમં-એટલે શું સમજ્યા ? વ્યવહારમાં પણ પ્રથમ સ્ત્રી અને પછી પુત્ર, પ્રથમ ચૂલો અને પછી રસોઈ, પ્રથમ વ્યાપાર અને પછી નફો. એમ છે ને ? અહીં શું કહેશો ? સ્ત્રી ચૂલો અને વ્યાપાર કરતાં પુત્ર, રસોઈ અને નફાની કિંમત શું ઓછી છે ? ના, તેમ નથી જ ! તો હવે સમજ્યા હશો કે આચાર્યના વિષયમાં પણ માત્ર કાર્ય કારણ ભાવ જ સમજાવ્યો છે! પ્રથમ જ્ઞાન અને પછી દયા એ જગા પર જ્ઞાનથી દયા એમ સમજવાનું નથી ! પઢમં-એ જણાવ્યું તેનો અર્થ એટલો જ કે જેમ છોકરાના અર્થીને પ્રથમ તો સ્ત્રીની જરૂર. તેમ અહીં પણ આચારના અથને પણ જ્ઞાનની તો જરૂર જ છે. અને આથી તો શાસ્ત્રકાર મહારાજા જણાવે છે કે નયંવરે નયંત્રી-પાવંવાં વંથ” એટલે કે જયણાથી ચાલવું, જયણાથી ઊઠવું, બેસવું, ખાવું બોલવું, તેથી કરીને પાપ બંધાતું નથી !! વળી, આમાં પણ શંકા થશે કે બધુંએ જયણાપૂર્વક